PAN Aadhaar Linking Check: આધાર-પાન કાર્ડ લીંક: સરકારે ઇન્કમ ટેક્ષ રિટર્ન ફાઇલ કરવા સહિતની કેટલીક સુવિધાઓનો લાભ લેવા માટે પાન કાર્ડ અને આધાર કાર્ડ લીંક કરવુ ફરજિયાત બનાવ્યું છે. જે માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. જો આ નહીં કર્યું હોય તો તમે ITR પણ નહીં ભરી શકો. ત્યારે આ રીતે તમે ઓનલાઇન ચેક કરી શકો કે તમારા પાન અને આધાર લિંક થયેલા છે કે નહીં. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના આદેશો મુજબ જો પાનને આધાર સાથે જોડવામાં નહીં આવે તો પાન કાર્ડ 31 માર્ચ, 2023 પછી De Active બની જશે.
PAN Aadhaar Linking Check 2023
સુવિધાનું નામ | PAN Aadhaar Linking Check |
વિભાગ | Income Tax Department |
આધાર પાન લિંક છેલ્લી તારીખ | ૩૧ માર્ચ, ૨૦૨૩ |
આધાર પાન લિંક ફી | રૂપિયા 1000/- |
આવકવેરા પોર્ટલ | incometax.gov.in |
પાન અને આધાર લિંક કરવા માટે 1000 રૂપિયાનો દંડ ભરવો પડે છે. જો તમે પાનને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો, તો તેનાથી હવે પછી તમારુ ઇન્કમ ટેક્ષ રિટર્ન ભરવાનું તો બંધ થઇ જ જશે, સાથે જ તમે પાન કાર્ડ સાથે જોડાયેલી અન્ય સુવિધાઓ નો પણ લાભ નહીં લઇ શકો. આથી તમામ લોકોએ વહેલી તકે આ કામગીરી પુરી કરવા CBDT દ્વારા સૂચના આપી છે.
આ પણ જુઓ: Aadhar Card Update: આધાર કાર્ડમાં સુધારો કરો, ફક્ત 2 મિનિટમાં
આધાર અને પાન કાર્ડ લીંક
આમ તો મોટા ભાગના લોકોએ આધાર નંબર પાન કાર્ડ સાથે લીંક કરેલા છે પરંતુ અનેક લોકોને ખબર નથી હોતી કે તેમનું આધાર-પાન સાથે લિંક છે કે નહીં? આ માહિતી ખૂબ જ સરળતાથી જાણી શકાય છે. PAN Aadhaar Linking Check 2023 આ માટે તમારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફીસીયલ વેબસાઇટ પર ચેક કરવા જવું પડશે.
30 જૂન 2022 બાદ લાગે છે 1000 રૂપિયા ફી
આધાર અને પાન લીંક કરવાની છેલ્લી તા. 30-6-2022 હતી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ 30 જૂન, 2022 બાદ પાનને આધાર સાથે લિંક કરવા માટે 1000 રૂપિયાની લેટ ફી લઇ રહ્યું છે. ઇન્કમ ટેક્ષ વિભાગના જણાવ્યા અનુસાર ‘આવકવેરા કાયદા, 1961′ મુજબ, તમામ પાનકાર્ડ ધારકો, જેઓ આવકવેરા અનુસાર મુક્તિની શ્રેણીમાં આવતા નથી, તેમના માટે પાનને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31.3.2023 છે.’ જો પાનકાર્ડ ને આધાર સાથે લિંક નહીં કરવામાં આવે તો 31 માર્ચ 2023 બાદ પાનકાર્ડ ઇનએક્ટિવ થઈ શકે છે.
પાન કાર્ડ ઇનએકટીવ થવાથી પાન સાથે જોડાયેલા ઘણા કામ અટકી પડશે તેથી આધાર પાન લીંક છે કે નહિ તે સ્ટેટસ ચેક કરી જો ન હોય તો વહેલીતકે આ કામ પુરૂ કરવુ જોઇએ.
PAN Aadhaar Linking Check | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
-
આધાર પાન લિંક માટેની છેલ્લી તારીખ ક્યારે છે ?
આધાર કાર્ડ પાન કાર્ડ લિંક માટેની છેલ્લી તારીખ ૩૧ માર્ચ, ૨૦૨૩ છે.
-
આધાર પાન લિંક સ્ટેટસ (Pan-Aadhar Linking) કયા પોર્ટલ પર ઉપલબ્ધ છે ?
ઓનલાઈન સ્ટેટસ ચેક કરવા માટે તમે incometax.gov.in પર જઈ શકો છો.
-
આધાર કાર્ડ પાન કાર્ડ લિંક માટે કેટલી ફી ભરવાની હોય છે ?
રૂપિયા 1000/-
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો