15 થી 18 વર્ષના બાળકોના રસીકરણ માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ, ઘરે બેઠા આ રીતે બૂક કરો સ્લોટ

 

3 જાન્યુઆરીથી શરુ થનારા બાળકોના રસીકરણ માટે આજથી રજિસ્ટ્રેશનની શરુઆત થઈ રહી છે. તમામ રસી 15થી 18 વર્ષના બાળકોને લાગશે. આજથી લગભગ એક અઠવાડિયા પહેલા પીએમ મોદીએ બાળકો માટે કોરોના રસીકરણનું એલાન કર્યુ હતુ. બાળકો માટે હાલમાં રસીના ફક્ત એક વિકલ્પ હશે જે કોવૈક્સીન હશે.

કોવિન પ્લેટફોર્મના પ્રમુખ ડો. આર.એસ. શર્માએ પહેલા જણાવ્યું હતું કે આધાર અને અન્ય રાષ્ટ્રીય ઓળખ પત્રો સિવાય, બાળકો રજિસ્ટ્રેશન માટે પોતાની 10મા ક્લાસની આઈડી કાર્ડનો પણ ઉપયોગ કરી શકે છે.

રજિસ્ટ્રેશન માટે શું કરવું પડશે?

  1. સૌથી પહેલા cowin.gov.in વેબસાઈટ પર જાવ
  2. જો તમે કોવિન પર રજિસ્ટર્ડ નથી તો પહેલા રજિસ્ટ્રેશન કરવાનું રહેશે
  3. અહીં તમારે બાળકોનું નામ, ઉંમર જેવી કેટલીક માહિતી આપવાની રહેશે
  4. રજિસ્ટ્રેશન પુરુ થયા બાદ પોતાના મોબાઈલ પર કન્ફોર્મેશન મેસેજ આવશે.
  5. એ બાદ તમે તમારા વિસ્તારનો પિન કોર્ડ નાંખો
  6. તમારી સામે અલગ-અલગ રસીકરણ સેન્ટરનું લીસ્ટ આવશે
  7. આ બાદ તારીખ અને સમયની સાથે પોતાનો રસીકરણ સ્લોટ બુક કરો
  8. આ બધુ જ કર્યા બાદ તમે રસીકરણ સેન્ટર પર જઈને પોતાના બાળકોને કોરોનાની રસી લગાવી શકશો. રસીકરણ સેન્ટર પર આવતા પહેલા તમારે આઈડેન્ટીટી પ્રૂફ અને સીક્રેટ કોર્ડની જાણકારી આપવાની રહેશે. જે રજિસ્ટ્રેશન કરવા પર મળશે.

સરકારી સેન્ટર પર થશે બાળકોનું રસીકરણ

બાળકોના કોરોના રસીકરણ સરકારી સેન્ટર પર થશે. સાથે જ ખાનગી હોસ્પિટલમાં પણ તમે બાળકોને રસી લગાવી શકો છો. સરકારી રસીકરણ સેન્ટર પર બાળકોને મફત રસી લાગશે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં રસીની કિંમત ચૂકવી પડશે.

બાળકોના રસીકરણ માટે તમામ રાજ્યોએ કમર કસી છે. આ માટે તમામ તૈયારીઓ પણ ભારે જોર શોરથી ચાલી રહી છે. બાળકોનું રસીકરણ આ સમયે સમયની માંગ છે અને એટલા માટે બહું જરુરી છે. દેશમાં 15થી 18 વર્ષની ઉંમરના લગભગ 8 કરોડ બાળકો છે. રસીકરણના ફાયદા આ તમામ બાળકોને મળશે અને કોરોનાની વિરુદ્ધ બાળકો મજબૂત થશે.    

Read more :
 
 
 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

👉આપ અમને Google News પર ફોલો કરો 👈

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

One thought on “15 થી 18 વર્ષના બાળકોના રસીકરણ માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ, ઘરે બેઠા આ રીતે બૂક કરો સ્લોટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *