ગુજરાતમાં વર્ષ 2022 સુધી સ્માર્ટ-ડિઝીટલ-વાઇફાઇ યુકત નગરો બનાવવા સીએમ રૂપાણીનું આહવાન

સીએમ રૂપાણી વર્ષ ર૦રર માં અંત સુધીમાં ૧૦૦ ટકા નલ સે જલ-રિયુઝ ઓફ ટ્રીટેડ વોટર-ટી.પી સ્કિમ-સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામો પૂર્ણ કરી સ્માર્ટ-ડિઝીટલ-વાઇફાઇ યુકત નગરો બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું.

CM RUPANI
CM-RUPANI

 

ગુજરાત(Gujarat) ના સીએમ રૂપાણી(CM Rupani) ના અધ્યક્ષસ્થાને રાજ્યના મહાનગરોના મેયર-સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન-મ્યુનિસીપલ કમિશનરઓની બેઠક ગાંધીનગરમાં યોજાઇ હતી. જેમાં વર્ષ 2022 માં અંત સુધીમાં 100 ટકા નલ સે જલ-રિયુઝ ઓફ ટ્રીટેડ વોટર-ટી.પી સ્કિમ-સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામો પૂર્ણ કરી સ્માર્ટ-ડિઝીટલ-વાઇફાઇ યુકત નગરો(Smart City)  બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યના મહાનગરો-શહેરો વિશ્વકક્ષાના આધુનિક અને અદ્યતન બને તે દિશામાં મહાનગરોના સત્તાતંત્રોએ હાથ ધરેલી વિવિધ કામગીરી, બેસ્ટ પ્રેકટીસીસનું આદાન-પ્રદાન તેમજ કોમન પોઇન્ટ પર ચર્ચા-વિચારણા કરીને રાજ્યના મહાનગરોને વધુ પ્રાણવાન બનાવવાનું સામૂહિક મંથન આ બેઠકમાં કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે રાજ્ય સરકાર મહાનગરો-નગરોના વિકાસકામો માટે પૂરતા પૈસા-નાણાં આપે છે ત્યારે મહાનગરો પણ પોતાની નાણાંકીય સ્થિતી મજબૂત કરે અને ફાયનાન્સીયલ ડિસીપ્લીન જાળવી વિકાસના કામો ત્વરાએ ઉપાડી જ્યાં માનવી ત્યાં સુવિધા સાકાર કરે.

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરોએ પોતાના મહાનગરમાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના, લેગેસી વેસ્ટ નિકાલ, રેગપીકર્સ શ્રમજીવી આર્થિક વિકાસ યોજના, એસ.ટી.પી., નલ લે જલ, ટી.પી સ્કિમ અને ફાટકમુકત ગુજરાત તહેત રેલ્વે ઓવરબ્રીજ, રેલ્વે અંડરબ્રીજની હાથ ધરાઇ રહેલી કામગીરીના પ્રેઝન્ટેશન કર્યા હતા.

મુખ્યમંત્રીએ મહાનગરોમાં લાઇટ, પાણી, ગટર, રસ્તા, સફાઇના બેઝિક કામોને પ્રાયોરિટી આપવા પદાધિકારીઓ અને કમિશનરોને સૂચન કર્યુ હતું.

શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ  મુકેશ પૂરીએ બેઠકનો ઉદેશ્ય સ્પષ્ટ કર્યો હતો. આ બેઠકમાં ગુજરાત મ્યૂનિસીપલ ફાયનાન્સ બોર્ડ અધ્યક્ષ  ધનસુખભાઇ ભંડેરી, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગરના મેયરઓ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનઓ, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ  એમ. કે. દાસ, ઓ.એસ.ડી.  કમલ શાહ તેમજ વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત રાજ્યના મહાનગરોના સ્લમ એરિયાના ગરીબ-સેવા વસ્તી લોકોને ઘર આંગણે આરોગ્ય સુવિધા વિનામૂલ્યે આપવા ૩ હજારથી વધુ વસ્તીએ દીનદયાળ ઔષધાલય પ્રધાનમંત્રીશ્રીના આગામી જન્મદિવસે તા.૧૭મી સપ્ટેમ્બરથી શરૂ કરાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *