સીએમ યોગી આદિત્યનાથના હેલિકોપ્ટર સાથે અથડાયું પક્ષી, વારાણસીમાં કરાઈ ઈમરજન્સી લેન્ડિંગ

Cm Up a

UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હેલીકોપ્ટરને વારાણસીમાં ઈમરજન્સી લેન્ડીંગ કરવામા આવી હતી. કહેવાય છે કે, પક્ષી સાથે હેલીકોપ્ટરની ટક્કર બાદ ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. હાલમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સુરક્ષિત હોવાનું કહેવાય છે. કહેવાય છે કે, તેમને વિશેષ વિમાનથી લખનઉ રવાના કરવામાં આવ્યા હતા. 

કહેવાય છે કે, યોગી આદિત્યનાથ કોઈ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વારાણસી પહોંચ્યા હતા. અહીંથી લખનઉ માટે તેમને ઉડાન ભરી હતી, જ્યાં તેમના હેલીકોપ્ટર સાથે પક્ષીની ટક્કર થઈ હતી. ત્યાર બાદ હેલીકોપ્ટરમાં બેઠેલા સુરક્ષાકર્મીઓએ સીએમ યોગીના હેલીકોપ્ટરનુ ઈમરજન્સી લેન્ડીંગ કરાવ્યું હતું.

 

ઈમરજન્સી લેન્ડિંગ બાદ સીએમ યોગી કારમાં સર્કિટ હાઉસ પહોંચ્યા છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ જિલ્લા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જણાવી દઈએ કે શનિવારે સીએમ લખનૌથી સ્પેશિયલ હેલિકોપ્ટર દ્વારા વારાણસી પહોંચ્યા હતા. પોતાના પ્રવાસમાં સીએમ યોગીએ વારાણસીના સર્કિટ હાઉસમાં જનપ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી.

આ સિવાય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વારાણસીમાં કાઉન્સિલ સ્કૂલના બાળકો માટે મધ્યાહન ભોજન માટે એલટી કોલેજ કેમ્પસમાં 24 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સેન્ટ્રલાઈઝ કિચનનું નિરીક્ષણ કર્યું હતું. વાસ્તવમાં, પીએમ મોદીની વારાણસીની પ્રસ્તાવિત મુલાકાત પહેલા સીએમ યોગીએ તમામ યોજનાઓની પ્રગતિ જોઈ. આ ઉપરાંત તેમણે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન પૂજા પણ કરી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *