દિલ્હી-એેનસીઆરમાં પ્રદૂષણની ચિંતાજનક સ્થિતિ, સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી

બુધવારે પણ રાજધાનીની હવાની ગુણવત્તામાં કોઈ સુધારો દેખાઈ રહ્યો નથી, સિસ્ટમ ઑફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR) એ માહિતી આપી છે કે આજે પણ દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 379 છે, જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક દિવસો સુધી દિલ્હીમાં હવાની ગુણવત્તા આટલી જ ખરાબ રહેવાની છે. દિલ્હી-એનસીઆરની આસપાસના વિસ્તારોમાં સતત વધી રહેલા પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટ આજે ફરી સુનાવણી કરવા જઈ રહી છે.

 

  • રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ પર સુનાવણી
  • સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી
  • આજે પણ દિલ્હી-એેનસીઆરમાં પ્રદૂષણની ચિંતાજનક સ્થિતિ

દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની ચિંતાજનક સ્થિતિ છે. ત્યારે પ્રદૂષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે.સુપ્રીમ કોર્ટમાં અગાઉ પણ પ્રદૂષણની સ્થિતિ પર સુનાવણી થઈ હતી.જેમાં સુપ્રીમે નારાજગી વ્યક્ત કરી હતી. તો સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે પ્રદૂષણ કંટ્રોલ કરનારી જેટલી પણ એકમો છે તે જણાવે કે દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ પર કઈ રીતે નિયંત્રણ લાગી શકાય. કોર્ટમાં સુનાવણી સવારે 10.30 કલાકે થશે. સોમવારે, કોર્ટે રાજ્ય અને કેન્દ્ર સરકારને પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે સલામત પગલાં લેવા જણાવ્યું હતું.

 

દિલ્હી-NCRની સ્કૂલ-કોલેજ આગામી આદેશ સુધી બંધ

રાજધાની દિલ્હી સહિત સમગ્ર એનસીઆરમાં પ્રદૂષણના કારણે સ્થિતિ ચિંતાજનક છે. જેથી કમિશન ફોર એર ક્વોલિટી મોનટરિંગે નિર્દેશ આપ્યા છે કે દિલ્હી અને આસપાસના રાજ્યોમાં શાળાઓ, કોલેજ અને તમામ શૈક્ષણિક સંસ્થાન આગામી આદેશ સુધી બંધ રહે. તેવામાં વિદ્યાર્થીઓએ ફરી એક વખત ઓનલાઈન અભ્યાસ કરવો પડશે.

દિલ્હીમાં 21 નવેમ્બર સુધી તમામ ટ્રકોની એન્ટ્રી પર પ્રતિબંધ

સીએક્યુએમ દ્વારા જે નવા પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. તેમાં કહેવાયુ છે કે , એનસીઆરમાં વર્ક ફ્રો હોમ મોડમાં કામ થાય. ઓફિસમાં 50 ટકા સ્ટાફને બોલાવવામાં આવે. એનસીઆરની ઓફિસોમાં પણ 21 નવેમ્બર સુધી 50 ટકા લોકોને બોલવવાની મંજૂરી આપવામાં આવી છે. રાજધાની દિલ્હીમાં 21 નવેમ્બર સુધી તમામ ટ્રકોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.તો 21 નવેમ્બર સુધી ઈમારતોના નિર્માણ અન તોડફોડ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.જોકે રેલવે, મેટ્રો, એરપોર્ટ અને બસ સ્ટેશન સાથે જોડાયેલા નિર્માણાધિન કામને નવા પ્રતિબંધ લાગુ નહી થાય.

New Delhi pollution

રાજધાની દિલ્હીની 300 કિલોમીટરના અંતરમાં બનેલા 11 થર્મલ પાવર પ્લાન્ટમાંથી માત્ર 5ને ચાલુ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. અન્ય તમામ પાવર પ્લાન્ટ 30 નવેમ્બર સુધી બંધ રહેશે.

મંગળવારે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો

દિવાળી પછી રાજધાની દિલ્હીની હવા ઝેરી બની ગઈ. તે જ સમયે, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં પણ પરાળી સળગાવવાના કારણે પણ સમસ્યા વધી હતી, જે પછી સુપ્રીમ કોર્ટે કમિશન અને રાજ્યોને પ્રદૂષણનું નિવારણ કરવા માટેના ઉપાયો શોધવા માટે બેઠક યોજવાનો આદેશ આપ્યો હતો. મંગળવારે દિલ્હી, પંજાબ, હરિયાણા, યુપી, ઉત્તરાખંડ અને રાજસ્થાન સરકારોએ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. CAQM દ્વારા જારી કરાયેલા આદેશને પણ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આજે પણ પ્રદૂષણ પર સુનાવણી થવાની છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

 

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *