દુનિયા માં પહેલીવાર ટપાલ દ્વારા ફેલાયો કોરોના,સ્ટડીના દાવાથી દુનિયા ટેન્શનમાં

New covid varit

ચીનમાં કોરોનાના પ્રસારને લઈને જે નવો દાવો કરાયો છે તે ખરેખર ખતરનાક છે. તાજેતરમાં ચીનમાં કરાયેલા એક સ્ટડીમાં જણાવાયું છે કે બેઈજિંગમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ ટપાલ દ્વારા ફેલાયો છે. બેઈજિંગમાં સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન સ્ટડીમાં ઉલ્લેખ કરાયો છે કે ટપાલ પત્ર પર જે કોરોના મળ્યો છે તે ઓમિક્રોન કરતા અલગ છે.

ટપાલ પર મળેલા નવા વેરિયન્ટે પાંચ લોકોને સંક્રમિત કર્યાં હતા

સીડીસી બેઈજિંગના સ્ટડી અનુસાર, 15 જાન્યુઆરીએ હૈદિયાન જિલ્લામાં 26 વર્ષીય મહિલા વધારે પડતા થાક અને તાવ બાદ કોરોના સંક્રમિત નીકળી હતી. પાછળથી તે ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થઈ હોવાની પુષ્ટિ થઈ હતી. સાત દિવસ બાદ આ મહિલાના સંપર્કમાં આવેલા પાંચ લોકો પણ ઓમિક્રોન ગ્રસ્ત થયા હતા. સ્ટડીના લેખકોએ કહ્યું કે બેઈજિંગમાં એક જગ્યાએ ઓમિક્રોનના આટલા કેસ પહેલી વાર નોંધાયા છે.

કોરોના સપાટી દ્વારા ફેલાઈ શકે છે-નિષ્ણાંતો

અન્ય નિષ્ણાતો પણ સંમત થયા હતા કે સપાટી દ્વારા ચેપનો ફેલાવો નકારી શકાય નહીં, પરંતુ હવા દ્વારા ફેલાવો ચેપના પ્રસારણનો પ્રાથમિક સ્ત્રોત છે. વાઈરોલોજિસ્ટ અને જીનોમ સિક્વન્સિંગ એક્સપર્ટ અનુરાગ અગ્રવાલના મતે, ‘દુર્લભ વસ્તુઓ’ હંમેશા બની શકે છે. અગ્રવાલે કહ્યું, ‘કોરોના વાયરસના ચેપ માટે જ હવા દ્વારા ચેપ ફેલાવવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા (SOP) ચાલુ રાખવી જોઈએ.ગયા વર્ષે એપ્રિલમાં ‘ધ લેન્સેટ’માં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે SARS-CoV-2 વાયરસ મુખ્યત્વે હવા દ્વારા ફેલાય છે તે સાબિત કરવા માટે મજબૂત પુરાવા છે. નિષ્ણાતો એમ પણ માને છે કે ચેપગ્રસ્ત વ્યક્તિની ખાંસી, છીંક દ્વારા ઉત્પન્ન થતી નાની ટીપાઓ સપાટી પર ફેલાઈ શકે છે જે ચેપના સ્ત્રોત તરીકે કામ કરી શકે છે.  

 
વોટ્સએપ 1 : Whatsapp
 
વોટ્સએપ 2 : Whatsapp
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *