રાજ્યમાં કોરોનાનો નવો XE વેરિઅન્ટનો દર્દી મળી આવ્યો, જાણી લો લક્ષણો

 

  • ગુજરાતમાં કોરોનાના નવા વેરિએન્ટ XEની થઇ એન્ટ્રી
  • ગુજરાતનાં વડોદરામાં XE વેરિએન્ટનો પહેલો કેસ
  • ગોત્રીનાં પુરુષ દર્દીનો રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ
  • સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરાઇ તપાસ
  • દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી અંગે હાથ ધરાઇ તપાસ

કોરોનાના નવા વેરિઅન્ટ XEએ ગુજરાતમાં દસ્તક દીધી છે. ત્યાં આ નવા વેરિઅન્ટના પ્રથમ કેસની પુષ્ટિ થઈ છે. વડોદરાના વ્યક્તિનો સેમ્પલ પોઝિટિવ આવ્યો છે. અગાઉ માયાનગરી મુંબઈમાં પણ આ વેરિઅન્ટનો એક કેસ જોવા મળ્યો હતો. આ વાયરસ તદ્દન ચેપી માનવામાં આવે છે, તેથી સરકાર પણ સંપૂર્ણ સાવચેતી રાખી રહી છે.

મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ કોરોનાના નવા વેરિયન્ટ XEની એન્ટ્રી છે. આ સાથે ગુજરાતમાં XE વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો. જોકે, તેની સત્તાવાર પુષ્ટી હજી બાકી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જીનોએક્સપર્ટ XE વેરિયન્ટ અંગે અભ્યાસ કરી રહ્યા છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં ઓમિક્રોનનો સબ-વેરિયન્ટ મળ્યો છે.

ગુજરાતમાં જે કેસની પુષ્ટિ થઈ છે તેના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે કે 13મી માર્ચે તે વ્યક્તિ કોવિડ પોઝિટિવ બહાર આવ્યો હતો. પરંતુ એક અઠવાડિયા બાદ તેમની તબિયત સારી થઇ ગઇ હતી. પરંતુ જ્યારે ટેસ્ટિંગના પરિણામો આવ્યા ત્યારે તે વ્યક્તિ XE વેરિઅન્ટથી સંક્રમિત હોવાનું બહાર આવ્યું. હવે ચિંતાની વાત એ છે કે કોરોનાનું આ નવું સ્ટ્રેન સૌથી ચેપી હોવાનું કહેવાય છે.

કોરોનાનો XE વેરિયન્ટ ભારત સહિત દુનિયાભરમાં ચિંતાનો વિષય બન્યો છે. કેટલાક અભ્યાસમાં એવું સામે આવ્યુ કે, XE વેરિયન્ટ તમામ વેરિયન્ટની તુલનામાં વધારે સંક્રમણ ફેલાવે છે. જેનું સંક્રમણ 10 ગણું વધારે ઝડપથી ફેલાય છે. મહારાષ્ટ્રમાં XE વેરિયન્ટ સામે આવતા કેન્દ્ર સરકારે XE વેરિયન્ટની પુષ્ટી કરવા ઇનકાર કર્યો હતો. તો બીજી તરફ મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન આદિત્ય ઠાકરેએ જણાવ્યુ હતુ કે, XE વેરિયન્ટના શંકાસ્પદ દર્દીની તબીયત સારી છે. અને તેના સંપર્કમાં આવેલા તમામ લોકોનો કોરોના રિપોર્ટ નેગિટિવ છે.

સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu

શું છે XE વેરિઅન્ટ
આ વર્ષે દેશમાં કોરોનાના કુલ કેસોમાંથી 90 ટકા કેસ ઓમિક્રોનના મળ્યા હતા. ઓમિક્રોનના બે સબ વેરિઅન્ટ BA.1 અને BA.2 છે. તેનું BA.3 વેરિઅન્ટ પણ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) મુજબ નવું XE વેરિઅન્ટ સૌપ્રથમ યુનાઈટેડ કિંગડમ (યુકે)માં 19 જાન્યુઆરીએ જોવા મળ્યું હતું. ત્યારથી સેંકડો અહેવાલો અને પુષ્ટિઓ કરવામાં આવી છે. તે અન્ય બે ઓમિક્રોન વેરિઅન્ટ BA.1 અને BA.2 નું મ્યુટન્ટ હાઇબ્રિડ છે અને વૈશ્વિક સ્તરે ફેલાઈ રહ્યું છે.

શું કહે છે એક્સપર્ટ
જોન્સ હોપકિન્સ ખાતે ગુપ્તા-ક્લિન્સકી ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત પેનલ ચર્ચામાં વાઈરોલોજિસ્ટ ગગનદીપ કાંગે જણાવ્યું હતું કે, “વેરિઅન્ટ્સ આવશે કારણ કે લોકો હવે મુસાફરી કરી રહ્યા છે. અમે XE વેરિઅન્ટ વિશે જેટલું જાણ્યું છે, તે ચિંતાનું કારણ નથી. અમે BA.2 વિશે ચિંતિત હતા, પરંતુ તે BA.1 કરતાં વધુ ગંભીર ન હોવાનું બહાર આવ્યું. XE વેરિઅન્ટ પણ BA.1 અથવા BA.2 કરતાં વધુ ગંભીર રોગ પેદા કરતું નથી.’

XE વેરિઅન્ટ શું છે
WHO અનુસાર, નવું XE વેરિઅન્ટ સૌપ્રથમ UK માં 19 જાન્યુઆરીએ મળી આવ્યું હતું અને ત્યારથી સેંકડો અહેવાલો અને પુષ્ટિઓ કરવામાં આવી છે. તે બે અન્ય ઓમિક્રોન વેરિઅન્ટ ba.1 અને ba.2 નું મ્યુટન્ટ હાઇબ્રિડ છે અને વૈશ્વિક સ્તરે ફેલાતા કેસ માટે જવાબદાર છે. WHO એ કહ્યું છે કે, નવું મ્યુટન્ટ Omicron ના ba.2 પેટા વેરિઅન્ટ કરતાં લગભગ 10 ટકા વધુ ટ્રાન્સમિસિબલ છે, જે કોઈપણ સ્ટ્રેન કરતાં વધુ ટ્રાન્સમિસિબલ હોઈ શકે છે.

 

મહત્વની જાણકારીઓ

  1. કોરોના વાયરસનો XE વેરિઅન્ટ અત્યાર સુધીનો સૌથી ચેપી વેરિઅન્ટ હોઈ શકે છે.
  2. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું (WHO) કહેવું છે કે, ઓમિક્રોનનો સબ-વેરિઅન્ટ BA.2ની તુલનામાં XE વેરિઅન્ટ કરતાં 10 ટકા વધુ ચેપી લાગે છે.
  3. WHOના કહેવા પ્રમાણે હાલમાં ઓમિક્રોન વેરિઅન્ટના ભાગરૂપે XE મ્યુટેશનને ટ્રેક કરવામાં આવી રહ્યો છે. ઓમિક્રોનના લક્ષણોમાં તાવ, ગળામાં દુખાવો, ઉધરસ અને શરદી, ચામડીમાં બળતરાનો સમાવેશ થાય છે.
  4. યુકેમાં 19 જાન્યુઆરીએ પહેલી વાર તેની શોધ થઈ ત્યારથી લગભગ 637 કેસ નોંધાયા છે.
  5. યુકેની હેલ્થ એજન્સી 3 વેરિઅન્ટ XD, XE અને XFનો અભ્યાસ કરી રહી છે. XD એ BA.1 ઓમિક્રોન વેરિઅન્ટનો હાઈબ્રિડ છે અને XFએ ડેલ્ટા અને BA.1નો ‘Recombinant’ વેરિઅન્ટ છે.
  6. અહેવાલમાં યુકે હેલ્થ સુરક્ષા એજન્સી (UKHSA)ના મુખ્ય તબીબી અધિકારી સુસાન હોપકિંસ કહ્યું હતું કે, આવા પ્રકારના વેરિઅન્ટને ‘Recombinant’ તરીકે ઓળખવામાં આવે છે અને સામાન્ય રીતે ‘અપેક્ષાકૃત જલ્દી’ ખતમ થઈ જાય છે.
  7. થાઈલેન્ડ અને ન્યુઝીલેન્ડમાં પણ XE વેરિઅન્ટ મળી આવ્યો છે. WHOએ કહ્યું હતું કે, મ્યુટેશન વિશે બીજું કંઈ કહી શકાય તે પહેલાં વધુ ડેટાની જરૂર છે.
  8. આ વાતનો કોઈ પુરાવો નથી કે, XEના લક્ષણો ગંભીર છે, અત્યાર સુધીમાં ઓમિક્રોનના તમામ વેરિઅન્ટમાં હળવા લક્ષણો જોવા મળ્યા છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *