અતિ મહત્વનું! સુરતના ગ્રીષ્મા હત્યા કેસમાં નરાધમ ફેનીલના ભાવીનો ફેંસલો આ દિવસે આવશે ચુકાદો, બંન્ને પક્ષકારોની દલીલ પૂર્ણ

grishma muder case today news

સુરતઃ સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં 16 એપ્રિલે કોર્ટ ચુકાદો આપશે. બંને પક્ષકારોની દલીલ પૂર્ણ થઇ ગઇ છે. અત્યાર સુધી 105 સાક્ષીઓની લેવાઈ જૂબાની લેવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, ચકચારી સુરત ગ્રીષ્મા હત્યા કેસનો 16મી એપ્રિલે ચુકાદો આપશે.

જાણો કેટલા સાક્ષીની જુબાની લેવાઈ
ગ્રીષ્મા કેસમાં કોર્ટમાં 190 સાક્ષીઓના નામ હતા, જેમાંથી 105 સાક્ષીઓની જુબાની લેવાઈ હતી. તેમજ 85 સાક્ષીઓને પડતા મૂકાયા હતા. તેના બાદ સરકાર પક્ષ દ્વારા ક્લોઝિંગ અપાયુ હતું. કોર્ટમાં ફેનિલનું ફર્ધર સ્ટેટમેન્ટ પણ લેવાયુ હતુ. જેમા આરોપી તરફી અને સરકાર તરફી દલીલો કરવામાં આવશે. જેના બાદ ચુકાદો જાહેર થશે. હત્યાના આરોપી ફેનિલ તરફથી ઝમીર શેખ અને અજય ગોંડલિયાએ અંતિમ અને કાઉન્ટર દલીલો કરી હતી. સતત ત્રણ દિવસ દલીલો કરી હતી. જેમાં ઝમીર શેખે અંતિમ દલીલમાં જણાવ્યું હતું કે, આરોપી ફેનિલ ગોયાણીને ખોટા કેસમાં ફસાવી દેવા અને પોતાની યોગ્ય રજૂઆત ન કરવા દેવા માટે પોલીસે માત્ર 7 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. આ સાથે તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, તપાસ અધિકારી દ્વારા મીડિયામાં કરેલા નિવેદનો બાદ સમાજમાં આરોપી વિરૂદ્ધનું વાતાવરણ ઉભુ થયું છે. જેથી સાક્ષીઓ આરોપીની તરફેણમાં જુબાની આપવા પણ તૈયાર નથી.

ગ્રીષ્માના ગળુ કાપતા સમયે વીડિયોમાં ફેનિલનો જ અવાજ હતો
ગત ટ્રાયલમાં કોર્ટમાં એક વીડિયો પુરાવા રૂપે રજૂ કરાયો હતો. જેમા ગ્રીષ્મા સાથે જે પણ બન્યુ તે ઘટના વર્ણવવામાં આવી હતી. વીડિયોમા દેખાય છે કે, ફેનિલે ગ્રીષ્માના ગળા પર ચપ્પુ ફેરવીને તેને મોતને ઘાટ ઉતારી હતી. ત્યારે આ વીડિયો ઓરિજિનલ હોવાનુ એફએલએલ દ્વારા કોર્ટમાં જણાવાયુ છે. ગ્રીષ્મા હત્યા કેસમાં એફએસએલના બે અધિકારીઓની જુબાની લેવાઈ હતી. અધિકારીઓએ જુબાની આપતા કહ્યુ હતું કે, ગ્રીષ્માને મારી નાંખી હોવાના ઓડિયોમાં ફેનિલ અને તેના મિત્ર આકાશનો અવાજ છે તે સાબિત થયુ છે. સાથે જ હત્યાનો વીડિયો પણ ઓરિજિનલ છે. તેની સાથે કોઈ ચેડા થયા નથી.

પાસોદરામાં સરા જાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરીયાના હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી ફેનિલ ગોયાણી સામેની ન્યાયિક કાર્યવાહી ચાલી રહી છે. સરકાર પક્ષે આ કેસમાં વધુ સાક્ષીઓ ન તપાસવાનું કહી ક્લોઝિંગ આપ્યું છે. આ કેસમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ સાક્ષીઓને તપાસ્યા હતા અને બચાવપક્ષે બંને સાક્ષીઓની ઉલટ તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે ગત 12મી ફેબ્રુઆરીએ ગ્રીષ્મા વેકરિયાની એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલે ગળુ કાપી હત્યા કરી નાખી હતી

 

srt 10

 

ઉલ્લેખનીય છે કે, ગ્રીષ્મા વેંકરિયા મર્ડર કેસ ગુજરાતનો બહુચર્ચિત મર્ડર કેસ છે. જેણે સુરત પોલીસને દોડતી કરી હતી. સરેઆમ એક યુવતીની નિર્મમ રીતે હત્યા કરાઈ હતી. તેના બાદ ગ્રીષ્માના પરિવારજનોએ ન્યાય માટે અપીલ કરી હતી. ગ્રીષ્માની ફેનિલે હત્યા કર્યા બાદ તેના વીડિયો સોશિયલ મીડિયા પર સૌથી વધુ વાયરલ થયા હતા. ગ્રીષ્માને બચાવવાના અનેક પ્રયાસો કરાયા હતા. છતા ફેનિલે તેને છોડી ન હતી. બે વાર ગળા પર ચપ્પુ ફેરવ્યા બાદ તેણે ત્રીજીવારમાં ગ્રીષ્માને પતાવી દીધી હતી.

ફેનિલ ગ્રીષ્માને 1 વર્ષથી હેરાન કરતો હતો. તેને મામાએ અને પપ્પાના મિત્ર હરેશ કિકાણીએ પણ અગાઉ સમજાવ્યો હતો છતાં હેરાન કરતો હતો. તે દિવસે પણ દરવાજા પાસે ઉભો હતો. એના ભાઈએ ફરિયાદમાં નોંધાવ્યું હતું કે, ‘ફેનિલે ગ્રીષ્માના મોટા પપ્પાને પેટના ભાગે ચપ્પુ મારી દીધું, જેથી હું છોડાવવા જતાં મેં ચપ્પુ પકડી લીધેલું, જેથી મને જમણા હાથે ચપ્પુ વાગ્યું હતું. એ પછી તેણે મારા માથાના ભાગે ચપ્પુ માર્યું હતું. એટલામાં ગ્રીષ્મા અને મમ્મી દોડી આવતાં ફેનિલે મારી બહેનને ગળામાંથી પકડી લઈને ગળા પર ચપ્પુ મૂકી દીધું હતું, જેથી મારી બહેન અને અમે ઘણી બૂમો પાડી હતી, પણ તેણે મારી બહેનને છોડી નહીં તેમજ બધા ગભરાઈ ગયા હોવાથી કોઈ વચ્ચે પડ્યું નહીં. તેણે મારી બહેનનું ચપ્પુ વડે ગળું કાપી નાખેલું અને પોતાના ખિસ્સામાંથી કોઈ ઝેરી પ્રવાહી બહાર કાઢી પી ગયેલો’

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp