મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર પર સંકટ,સુરત આવેલા નારાજ ધારાસભ્યોનું સંપૂર્ણ લિસ્ટ જુઓ અહી

Ma politics

 

  • મહારાષ્ટ્ર સરકારના ઘણા નારાજ ધારાસભ્યો મંત્રી એકનાથ શિંદે સાથે ગુજરાત આવી ગયા છે. તેની વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતનું મોટું નિવેદન સામે આવ્યું છે .

શિવસેનાના (Shiv Sena) નેતા સંજય રાઉતે (Sanjay Raute) નિવેદન આપતાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં (Maharashtra) કોઈ રાજકીય ભૂકંપ નથી આવ્યો. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના રાજકારણમાં એકા એક રાજકીય ભૂકંપ આવી છે. શિવસેનાના સીનિયર નેતા અને મંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) ઘણા ધારાસભ્યોને લઈને ગુજરાત આવી ગયા છે.

મહારાષ્ટ્રની મહાઅઘાડી સરકારમાં ભંગાણના એંઘાણ થયાં છે :

શિવસેના નેતા એકનાથ શિંદે અમૂક ધારાસભ્યો સાથે સુરતની હોટેલમાં આવ્યા છે. આ તમામ વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્ર સરકારમાં કોઈ ભૂકંપ આવશે નહીં. કેટલાક ધારાસભ્યો સુરતમાં છે. જેનો અમે સંપર્ક કર્યો હતો. આ ધારાસભ્યો પરત આવવા માગે છે, પરંતુ તેમની ઘેરાબંધી કરવામાં આવી છે. સુરત ગયેલા તમામ ધારાસભ્યો નિષ્ઠાવાન છે.

એકનાથ શિંદે સાથે સંપર્ક થયો નથી, પરંતુ બધું બરાબર થઇ જશે – સંજય રાઉત 

શિવસેનાના ખરાબ સમયમાં પણ આ ધારાસભ્યો શિવસેના સાથે રહ્યા હતા. જેથી તમામ ધારાસભ્યો પરત આવશે. વધુમાં તેમણે કહ્યું કે, એકનાથ શિંદે સાથે સંપર્ક થયો નથી, પરંતુ મને વિશ્વાસ છે કે, બધું બરાબર થઇ જશે. કારણ કે, મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી અલગ છે. શિંદે અમારાથી નારાજ નથી, તે અમારા ભાઈ છે. જેથી જે ખૂદને કિંગ મેકર સમજે છે, તે સફળ થશે નહીં.

કયા કયા ધારાસભ્યો સંપર્ક વિહોણા?

  1. એકનાથ શિંદે – કાોપરી
  2. અબ્દુલ સત્તાર – સિલ્લોડ – ઔરંગાબાદ
  3. શંભૂરાજ દેસાઇ – સતારા
  4. સંદિપાન ભૂમરે – પૈઠણ – ઔરંગાબાદ
  5. ઉદયશસહ રાજપૂત – કન્નડ- ઔરંગાબાદ
  6. ભરત ગોગાવલે – મહાડ – રાયગઢ
  7. નિતીન દેશમુખ – બાળાપુર – અકોલા
  8. અનિલ બાબર – ખાનાપુર – આટપાડી – સાંગલી
  9. વિશ્વનાથ ભોઇર – ~લ્યાણ પશ્ચિમ
  10. સંજય ગાયકવાડ – બુલઢાણા
  11. સંજય રામુલકર – મેહકર
  12. મહેશ સિંદે – કોરેગાંવ – સતારા
  13. શહાજી પાટીલ – સાંગોલા – સોલાપૂર
  14. પ્રકાશ અબિટકર – રાધાપુરી – કાોલ્હાપૂર
  15. સંજય રાઠોડ – દિગ્રસ – યવતમાળ
  16. જ્ઞાનરાજ ચૌગુલે -ઉમરગાસ – ઉસ્માનાબાદ
  17. તાનાજી સાવંત – પરોડા – ઉસ્માનાબાદ
  18. સંજય શિરસાટ – ઔરંગાબાદ પશ્ચિમ
  19. રમેશ બોરનારે – બૈજાપૂર – ઔરંગાબાદ
  20. બાલાજી કેકનિકર
  21. ગુલાબરાવ પાટીલ
  22. શંભુરાજ દેસાઈ
  23. ચિંતામણ વણગા
  24. અનિલ બાબર
  25. જ્ઞાનેશ્વર ચૌગુલે
  26. રાયમૂલકર
  27. લતા સોનવણ
  28. યામિની જાધવ
  29. કિશોર અપ્પા પાટીલ

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp