દીપિકા અને સિદ્ધાંતની ‘ગહેરાઈયા’ OTT પ્લેટફોર્મ એમેઝોન પર થઈ રિલીઝ…

Gehraiyaan
Gehraiyaan

‘ગહેરાઈયાં(gehraiyaan)’એમેઝોન પ્રાઇમ પર રિલીઝ

એમેઝોન પ્રાઇમ પર દીપિકા પાદુકોણ (Deepika Padukone), સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) અને અનન્યા પાંડેની ફિલ્મ ‘ગહેરાઈયાં (gehraiyaan)’ રિલિઝ થઇ. ‘ગહેરાઈયાં (gehraiyaan) ‘ ઓ.ટી.ટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ છે.શકુન બત્રા દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ ધર્મા પ્રોડક્શન દ્વારા રજૂ  કરાઇ છે. આ  ફિલ્મ કોમ્પલેક્ષ ડ્રામા ફિલ્મ છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone) નું જૂઠાણું, પ્રેમ અને બ્લેક સિક્રેટ, અન્ડર વોટર હોટ સીન્સની ભરમાર છે! ગહેરાઈયાં (gehraiyaan) ‘ ફિલ્મમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone) , અનન્યા પાંડે, સિદ્ધાંત અને ધૈર્ય કારવા ઉપરાંત નસીરુદ્દીન શાહ અને રજત કપૂર પણ મહત્વની ભૂમિકામાં છે.

 
દીપિકા(Deepika Padukone)-સિદ્ધાંત (Siddhant Chaturvedi) અને અનન્યા-ધીરજની અદ્ભુત કેમેસ્ટ્રી
ગહેરાઈયા (gehraiyaan) 4 વ્યક્તિઓની ડ્રામેટિક વાર્તા છે – અલીશા એટલે કે દીપિકા પાદુકોણ (Deepika Padukone), ઝૈનના રોલમાં સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) અને ટિયા  તરીકે અનન્યા પાંડે(Ananya Panday) લીડ રોલમાં છે. ટિયા અને આલિશા કઝીન સિસ્ટર્સ છે.  તેમના સંબંધોનો લવ ટ્રાયએન્ગલ આ ફિલ્મમાં વણાયેલો છે. લવ, સેક્સ, અને ધોખા ટાઇપની આ એક કોમ્પલેક્સ ડ્રામેટિક ફિલ્મ છે.  
 
ફિલ્મના સંગીતને સારો પ્રતિસાદ
ફિલ્મના સંગીતની જો વાત કરવામાં આવે તો ,’ગહેરાઈયાં (gehraiyaan) ‘ ફિલ્મનું ગીત ‘બેકાબૂને રિલિઝ પહેલાં સારો પ્રતિસાદ મળ્યો છે. આ ગીત સવેરા અને શાલ્મલી ખોલગડેએ સાથે મળીને ગાયું છે અને લિરિક્સ કૌસર મુનીરનું છે. ગીતમાં દીપિકા (Deepika Padukone) -સિદ્ધાંત અને અનન્યા-ધીરજની અદ્ભુત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

 
દીપિકા (Deepika Padukone)  માટે ખાસ છે આ ફિલ્મ
આ ફિલ્મ વિશે વાત કરતાં, દીપિકા (Deepika Padukone) એ અગાઉ  કહ્યું હતું કે, “ ફિલ્મ મારી સૌથી અલગ ફિલ્મ રહી છે કારણ કે આ સૌથી વધુ યંગ અને નવા લોકો સાથે કામ કરવાનો મારો સારો અનુભવ રહ્યો છે.  ઘણીવાર નવા ક્રૂ, ડાયરેક્ટર અને કલાકારો એક એજ ગ્રુપના હોવાથી આપણે કામ કરતા નથી. કારણકે તેઓ એક સમાન વયજૂથના હોવાથી, એકસરખું વિચારતા હોય, સમાન રસ- રુચિ ધરાવતા હોય છે. આ તમામ બાબાતનું બેસ્ટ મિક્સઅપ આ ફિલ્મમાં થયું છે.તેનાથી હું ખૂબ ખુશ છું.
 
રણવીરે પણ વખાણ કર્યા                                        
રણવીર સિંહે ઈન્સ્ટા લાઈવમાં દીપિકા (Deepika Padukone) ના ફિલ્મના ભરપૂર વખાણ કર્યા, રણવીર સિંહ દીપિકા (Deepika Padukone) ના અભિનયથી ખૂબ પ્રભાવિત થયા છે. રણવીરે દીપિકા (Deepika Padukone) નો અત્યાર સુધીનો શ્રેષ્ઠ અભિનય ગણાવ્યો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

👉આપ અમને Google News પર ફોલો કરો 👈

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *