જહાંગીરપુરીમાં ફરી હાલત ખરાબ, આરોપીને પકડવા ગયેલી પોલીસ પર પથ્થર મારો

દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં થયેલી હિંસાની તપાસ કરવા માટે પહોંચેલી પોલીસની ટીમ પર ફરી એકવાર પથ્થરમારો થયો છે. દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાની પ્રેસ કોન્ફરન્સની ગણતરીની પળો બાદ જહાંગીરપુરી વિસ્તારમાં પથ્થરમારો થયો.

મળતી માહિતી મુજબ તપાસ  કરવા માટે પહોંચેલી પોલીસની ટીમે એક વ્યક્તિને પૂછપરછ માટે અટકાયતમાં લીધો ત્યારે કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો. જો કે વિસ્તારમાં તૈનાત પેરા મિલેટ્રી ફોર્સે તરત એક્શન લીધુ.


 

ન્યૂઝ એજન્સીએ પથ્થરમારાની ઘટનાની તસવીર શેર કરી

ન્યૂઝ એજન્સીએ પથ્થરમારાની ઘટનાની તસવીર શેર કરી છે, જેમાં રસ્તા પર પથ્થર જોઇ શકાય છે. જો કે આ અંગે પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે. આજે પથ્થરમારાની હળવી ઘટના બની હોવાનું પોલીસ માની રહી છે. પોલીસે સ્પષ્ટપણે કહ્યું કે તે એક નાનકડી ઘટના છે

હિંસામાં સામેલકોઈને પણ છોડવામાં આવશે નહીં
સોમવારે દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે આ હિંસામાં સામેલ કોઈને પણ છોડવામાં આવશે નહીં. ભલે તે કોઈ પણ વર્ગ, પંથ કે ધર્મનો હોય. તેમણે જણાવ્યું કે આ મામલે તપાસ માટે 14 ટીમ બનાવવામાં આવી છે.

મસ્જિદમા ઝંડો લગાવવાની વાત ખોટી
દિલ્હીના જહાંગીરપુરીમાં શનિવારે હિંસા થઈ હતી. દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ જણાવ્યું કે આ મામલે અત્યાર સુધીમાં 23 લોકોની ધરપકડ થઈ છે. જેમાંથી 8 લોકો એવા છે જે પહેલેથી કોઈને કોઈ કેસમાં આરોપી  રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં રાકેશ અસ્થાનાને જ્યારે પૂછવામાં આવ્યું કે શું જહાંગીરપુરીમાં હિંસા મસ્જિદ પર ભગવો ઝંડો ફરકાવ્યા બાદ થઈ તો તેમણે કહ્યું કે આ વાતમાં કોઈ સચ્ચાઈ નથી. વિવાદ મામૂલી વાત પર શરૂ થયો હતો. ત્યારબાદ તે હિંસામાં ફેરવાઈ ગયો.

અસ્થાનાએ જણાવ્યું કે હિંસામાં 9 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 8 પોલીસકર્મી છે. જે દર્શાવે છે કે પોલીસે બંને પક્ષોને અલગ કર્યા. જેને કારણે નાગરિકોને નુકસાન પહોંચ્યું નહીં. એકતરફી કાર્યવાહી ઉપર તેમણે કહ્યું કે હિંસામાં સામેલ બંને પક્ષના લોકોની ધરપકડ કરાઈ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *