શું તમે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના વિષે આ મહત્વની બાબત જાણો છો?

 

pm kishan yojna

પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને અપાતી નાણાકીય સહાય રૂ.12,200 થી વધારને રૂ.32,500 પ્રતિ હેક્ટર કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના ભારત સરકારની મહત્વની યોજના છે. આ યોજના અર્તગત 2 હેક્ટર (4.9 એકર) થી ઓછી જમીન ધરાવતા ખેડુતોને વાર્ષિક રૂ.6 હજાર સહાય ચુકવવામાં આવે છે. ગત તા.1 ડિસેમ્બરને 2018થી આ યોજના લાગુ કરવામાં આવી છે. સહાયતા રકમ સીધી લાભર્થી ખેડુતોના બેંક ખાતામાં જમા થાય છે. દરેક ચાર માસ બાદ રૂ.2 હજાર સહાયતા રાશી આપવામાં આવે છે. સરકારે આ યોજના પાછળ 20 હજાર કરોડની રાશી ફાળવી હતી. સમગ્ર યોજનાનો વાર્ષીક ખર્ચ અંદાજીત રૂ.75 હજાર કરોડ છે. દેશમાં ખેડુતોની સંખ્યા વધારે હોવાથી વાર્ષિક  ખર્ચમાં સતત વધારો થઇ રહ્યો છે.

 

નાના ખેડુતો માટે આ યોજના આર્શિવાદ સમાન છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ મળેલી સહાયતા રકમ ખેડુત વાવણી પહેલા બીયારણ, ખાતર, જંતુનાશક વગેરે ખરીદવા માટે વાપરે છે. નાના ખેડુતો યોજનાનો લાભ મેળવવા બેંક ખાતાની વિગત સહિતની માહિતિ અને ઓનલાઇન ફોર્મ ભરે છે. વિગતોની ખાતરી કર્યા બાદ સરકાર તેમના ખાતામાં પૈસા જમા કરે છે.

 

પ્રધાનમંત્રી કિસાન સમ્માનનિધિ યોજનાનો લાભ લેવા આવેદન કેવી રીતે કરવું?

કિસાન યોજનાનો લાભ નજીકના કોમન સર્વિસ સેન્ટર પરથી મળશે

સેન્ટર પર આધારકાર્ડ, બેંક પાસબુક અને જમીનના દસ્તાવજ જમા કરવવા પડશે

રજિસ્ટ્રેશન અને આવેદન થયા બાદ ફી ભરવાની રહેશે

 Pmkisan.gov.in સાઇડપર જઇને પણ ઓનલાઇન ફોર્મ ભરી શકાશે

 

પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને સરકારે મોટી ભેટ આપશે : પ્રતિ હેક્ટર મળશે રૂ.32,500

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે ખેડુતોને મોટી ભેટ આપી છે. સરકારનુ લક્ષાંક 2026 સુધીમાં 5 થી 6 લાખ હેક્ટર વિસ્તારને પ્રકૃતિક ખેતી હેઠળ આવરી લેવાનું છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને અપાતી નાણાકીય સહાય રૂ.12,200 થી વધારને રૂ.32,500 પ્રતિ હેક્ટર કરવામાં આવી છે. મોદી સરકાર પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને મોટી ભેટ આપવા જઇ રહી છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને એપાતી સહાયમાં બમણાથી વધુ વધારો થવા જઇ રહ્યો છે. કૃષી મંત્રાલયે પ્રાકૃતિક ખેતી પર રૂ.2500 કરોડ ફાળવશે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે સરકાર સહાયમાં વધારો કરી રહી છે.

 

દેશમાં પ્રાકૃતિક ખેતી હેઠળનો વિસ્તાર 4.9 હેક્ટર સુધી પહોંચી ગયો છે. આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને કેરલ સહિતના 8 રાજ્યોના ખેડુતોને પહેલાથી જ ચાલુ નાણાકીય સહાય યોજનાઓ દ્વારા 49.81 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. સરકારની યોજના માત્ર કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવાની નથી પરંતુ, આ ઉત્પાદનોના બ્રાન્ડિંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે. પ્રાકૃતિક ખેતીની સફળતા માટે તેને ઓર્ગેનિકથી ઉપર બ્રાન્ડેડ કરવી પડશે. કુદરતી ખેતી ઉત્પાદનોની નિકાસ માટે અલગ બોર્ડની રચના કરવામાં આવશે. સરકારી બોર્ડ દ્વારા પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની નિકાસ સરળ બનશે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *