હોળી અને ધુળેટી ઉત્સવને લઇને દ્વારકાના મંદિરમાં ભક્તો માટે દર્શનના સમયમાં થયો ફેરફાર

હોળી અને ધુળેટી ઉત્સવને લઇને દ્વારકાના જગતમંદિરમાં ભક્તો માટે દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે… આજે સવારે 6 વાગ્યે નિત્યક્રમ મુજબ મંગળા આરતી કરવામાં આવી. બપોરે 1 વાગ્યા દરમ્યાન દર્શન ચાલુ રહેશે… બપોરે 1 થી 5 વાગ્યા દરમ્યાન મંદિર બંધ રહેશે… સાંજે 5 વાગ્યાથી ભક્તો રાબેતા મુજબ દર્શન કરી શકશે.  

દ્વારકામાં દર્શનનો સમય  
૧૭ માર્ચ – હોળી  
મંગળા આરતી સવારે ૬-૦૦ વાગ્યે
નિત્ય દર્શન સવારે ૬ થી બપોરે ૧ વાગ્યા સુધી
મંદિર બંધ બપોરે ૧ થી સાંજે ૫ વાગ્યા સુધી 
નિત્ય દર્શન સાંજે પાંચ વાગ્યાથી

 

તો આવતીકાલે ધુળેટીના દિવસે ફુલડોલ મહોત્સવની ઉજવણી થશે. આ દિવસે સવારે 6 વાગ્યે મંગળા આરતી થશે. સવારે 6 થી બપોરે 1 સુધી નિત્યક્રમ મુજબ દર્શન ચાલુ રહેશે. ત્યાર બાદ 1 થી 1:30 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે.  

૧૮ માર્ચ – ધુળેટી  
મંગળા આરતી સવારે ૬-૦૦ વાગ્યે
નિત્ય દર્શન સવારે ૬ થી બપોરે ૧ વાગ્યા સુધી
મંદિર બંધ બપોરે ૧ થી ૧-૩૦ વાગ્યા સુધી
ઉત્સવ આરતી બપોરે ૧-૩૦ વાગ્યે
ફુલડોલ ઉત્સવ દર્શન બપોરે  1.30થી 3.30 વાગ્યા સુધી
મંદિરબંધ  બપોરે 3.30 વાગ્યાથી  5 વાગ્યા સુધી
નિત્ય દર્શન  સાંજે પાંચ વાગ્યાસુધી

 

1:30 વાગ્યે ખાસ ઉત્સવ આરતી થશે. 1:30 થી 3:30 વાગ્યા સુધી ભક્તો ફુલડોલ ઉત્સવના દર્શન કરી શકશે. જે બાદ 3-30 વાગ્યાથી 5 વાગ્યા સુધી મંદિર ફરી બંધ રહેશે. 5 વાગ્યાથી મંદિરમાં નિત્યક્રમ મુજબ દર્શન કરી શકાશે.  

 
વોટ્સએપ 1 : Whatsapp
 
વોટ્સએપ 2 : Whatsapp
 
 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *