શહેરમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા સરદારધામનું વડાપ્રધાન મોદી (PM MODI)એ આજે વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું અને સાથે જ કન્યા છાત્રાલયનું પણ ઇ-ભૂમિપૂજન પણ કર્યું. આ સમારોહમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા, પૂર્કેવ કેન્દ્રીય પ્રધાન અનુપ્રિયા પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરીયા સહીતના અગેવાનો ઉપસ્થિત રહ્યાં.
પ્રસંગે સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણી પાસે કોઈ પણ શુભ કાર્ય પહેલા ગણેશજીની પૂજા કરવાની પરંપરા છે. સદભાગ્યે, સરદાર ધામ ભવનની ગણેશપૂજા તહેવારના શુભ પ્રસંગે કરવામાં આવી રહી છે.ગઈકાલે ગણેશ ચતુર્થી હતી, આજે આખો દેશ ગણેશ ઉત્સવ મનાવી રહ્યો છે. હું તમને બંને તહેવારોની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.
વડાપ્રધાન મોદીએ કહ્યું, “હું આપણા પ્રેરણાદાયી લોખંડી પુરુષ સરદાર સાહેબના ચરણોમાં પણ નમન કરું છું અને તેમને શ્રદ્ધાંજલિ આપું છું.સરદારધામના તમામ સભ્યોને અભિનંદન જેમણે સેવાના આ અદ્ભુત પ્રોજેક્ટને તેમના સમર્પણથી આકાર આપ્યો છે.”
અમદાવાદમાં 200 કરોડના ખર્ચે 11 હજાર 670 સ્ક્વેર મીટરના પ્લોટમાં આશરે 7 લાખ સ્ક્વેર ફૂટમાં સરદારધામનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું PM મોદી ઇ-લોકાર્પણ કર્યું છે.જ્યારે, અહીં બાજુની જમીનમાં જ રૂ. 200 કરોડના ખર્ચે 2500 દીકરીઓ માટે કન્યા છાત્રાલય બનશે, જેનું વડાપ્રધાન મોદી દ્વારા ઇ-ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.
જો સરદારધામની સુવિધાઓ વિશે વિગતે વાત કરીએ તો, સરદારધામમાં 450 વ્યક્તિઓની ક્ષમતાનું ઓડીટોરીયમ અને 1000-1000 વ્યક્તિઓની ક્ષમતા સાથેના 2 હોલ છે..સરદારધામ ભવનના બેઝમેન્ટ 1 અને 2 માં 450થી વધુ કારનું પાર્કિંગ, 50થી વધુ થ્રી-સ્ટાર રૂમો ધરાવતું ટ્રસ્ટીશ્રી વિશ્રામ ગૃહની વ્યવસ્થા છે..સરદારધામમાં 800 દીકરાઓ અને 800 દીકરીઓ માટે અલગ-અલગ છાત્રાલય છે. સાથે 1000 વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની ઈ-લાઈબ્રેરી, વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલય અને વાંચનાલયની સુવિધા છે.
PM Modi inaugurates Sardardham Bhavan in Gujarat’s Ahmedabad
Read @ANI Story | https://t.co/QiLbFuyOhf#SardardhamBhavan pic.twitter.com/LLyBl3uiGN
— ANI Digital (@ani_digital) September 11, 2021
એક હજારથી વધુ વિધાર્થીઓ રહી શકશે
અમદાવાદમાં પાટીદાર વિદ્યાર્થીઓને અભ્યાસની ઉચ્ચ સગવડ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી સાથે પૂરતું માર્ગદર્શન મળી રહે ઉપરાંત આર્થિક રીતે નબળાં યુવક-યુવતીઓને પણ અભ્યાસ માટે પરવડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અંદાજે રૂપિયા 200 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સરદાર ધામમાં 1000થી વધુ વિધાર્થીઓ રહી શકે તેવી હોસ્ટેલ-ભોજન વ્યવસ્થાથી સજ્જ સરદાર ધામમાં 900 વિધાર્થીઓની ક્ષમતાવાળી ઈ-લાયબ્રેરી ઉપરાંત જીમની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
શ્રેષ્ઠીઓની પહેલ
છેલ્લા ચાર વર્ષથી પાટીદાર સમાજના આગેવાનો-શ્રેષ્ઠીઓ ભાવી પેઢીના ભણતર-ગણતર માટે ચિંતિત હતા. એક એવું સંકૂલ જ્યાં સમાજના વિધાર્થી/વિધાર્થીનીઓ નિશ્ચિંત રીતે અભ્યાસ કરી શકે, ગુણવતાસભર ભોજન- નિવાસ,વાંચનની સુવિધા ઉપરાંત આધુનિક લાયબ્રેરી સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયાર માટે સંકૂલની બહાર નાં જવું પડે તેવું આયોજન કરાઈ રહ્યું હતું. પાટીદાર સમાજના ‘ઘર દીવડાં’એ આ સંકલ્પ પૂર્ણ કરી સમાજની એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ માત્ર ગુજરાત જ નહિ પણ દેશ-વિદેશમાં આપ્યું છે.
UPSC-GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું માર્ગદર્શન
સરદાર ધામમાં જ UPSC-GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વિધાર્થીઓ અને ખાસ કરીને તેમના વાલીઓ માટે, રૂપિયા 2 લાખની આવક ધરાવતા વિધાર્થી માટે ફીનું ધોરણ 20 હજાર,અને 2 લાખથી ઓછી આવક ધરાવતા વિધાર્થીની ફી રૂપિયા 10 હજાર રહેશે.ગરીબ વિધાર્થીઓ માટે માત્ર્રા 1 રૂપિયો ટોકન ફી તો વિધાર્થીનીઓ માટે પણ આ જ પદ્ધતિથી ફીનું ધોરણ નક્કી કરાયું છે.