એલોન મસ્ક બન્યા Twitterના નવા બોસ,44 બિલિયન ડોલરમાં ડીલ

Twitter CEO

 

ટેસ્લા (Tesla) ચીફ એલોન મસ્ક, (Elon Musk) વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક છે. જેમણે આખરે ટ્વિટર (Twitter) ખરીદ્યું. આ ડીલ અંગેની માહિતી કંપની દ્વારા આપવામાં આવી હતી. કંપનીએ કહ્યું કે આ ડીલ 44 બિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 3368 બિલિયન રૂપિયામાં કરવામાં આવી છે. લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટર(Twitter)ને ખરીદવા માટે એલોન મસ્ક સાથેના સોદા વચ્ચે ટ્વિટરે કહ્યું કે એકવાર એક્વિઝિશન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તે પછી તે ખાનગી માલિકીની કંપની બની જશે. આ દરમિયાન ટેસ્લા ચીફનું એક ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટ પછી નિષ્ણાતો માની રહ્યા છે કે બંને કંપનીઓ વચ્ચે ડીલ થઈ ગઈ છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક એલોન મસ્ક ટ્વિટર(Twitter) પર કબજો થઈ ગયો છે.

મારા સૌથી ખરાબ ટીકાકારો પણ ટ્વિટર(Twitter) પર બની રહેશે

એલન મસ્કે ટ્વીટે કર્યું કે હું આશા રાખું છું કે મારા સૌથી ખરાબ ટીકાકારો પણ ટ્વિટર(Twitter) પર જ રહે, કારણ કે ફ્રી સ્પીચનો આ જ મતલબ છે. મસ્કનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. અગાઉ એવા સમાચાર હતા કે ટ્વિટર(Twitter) પ્રતિ શેર $54.20ના રોકડ ભાવે એલન મસ્કના હાથમાં જઈ શકે છે. અહેવાલો અનુસાર, ટ્વિટર(Twitter) સોદો પૂર્ણ કરવાની નજીક હતું. આ એ જ કિંમત છે જે એલન મસ્કે ટ્વિટર(Twitter)ને ઓફર કરી હતી. મસ્ક વતી કહેવામાં આવ્યું હતું કે આ તેમની તરફથી શ્રેષ્ઠ અને અંતિમ ઓફર છે.

કંપની વેચવા પર CEO પરાગ અગ્રવાલની ટ્વિટ

છેલ્લા કેટલાક અઠવાડિયાથી ટ્વિટર(Twitter) એલન મસ્કની ઓફર પર વિચાર કરી રહ્યું છે. બોર્ડની સહમતિ બાદ હવે ટ્વિટર વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એલન મસ્કે એક નિવેદનમાં મોટા ફેરફાર વિશે જણાવ્યું છે.

યુઝર્સ માટે બ્લુ ટિક મેળવવું સરળ બની શકે છે 

ટ્વિટર(Twitter) ખરીદતા પહેલા, એલોન મસ્કએ કહ્યું હતું કે જ્યારે તે માઇક્રોબ્લોગિંગ સાઇટ ખરીદશે, ત્યારે તે વપરાશકર્તાઓમાં વિશ્વાસ વધારવા માટે અલ્ગોરિધમ્સમાં પારદર્શિતા લાવશે. અત્યારે યુઝર્સ ફરિયાદ કરે છે કે ટ્વિટર(Twitter) તેમની પહોંચ ઘટાડે છે. અલ્ગોરિધમ્સમાં પારદર્શિતા લાવવાથી વપરાશકર્તાની ફરિયાદોના નિવારણમાં મદદ મળશે. આ સાથે, તે દરેક યુઝરના એકાઉન્ટની અધિકૃતતાના પક્ષમાં છે. હાલમાં, ટ્વિટર(Twitter) માત્ર થોડા જ વપરાશકર્તાઓને બ્લુ ટિક દ્વારા પ્રમાણિત કરે છે. આવી સ્થિતિમાં આવનારા દિવસોમાં ટ્વિટર(Twitter) યુઝર્સ માટે બ્લુ ટિક મેળવવું આસાન બની શકે છે. આ સાથે તે સ્પેમ વોટ પર કામ કરશે. જેના કારણે અનેક યુઝર્સને સમયાંતરે સમસ્યાનો સામનો કરવો પડે છે. તે ફેક ન્યૂઝને રોકવામાં પણ મદદ કરશે.

તમને ટ્વીટ એડિટ કરવાનો વિકલ્પ મળી શકે

ટ્વિટર(Twitter) યુઝર્સ દ્વારા એડિટ બટનની વિનંતી ઘણા સમયથી કરવામાં આવી રહી છે. એપ્રિલમાં એલોન મસ્કએ ટ્વિટર(Twitter) યુઝર્સના અભિપ્રાય જાણવા માટે આ અંગે એક સર્વે કર્યો હતો. ચાર મિલિયનથી વધુ વપરાશકર્તાઓએ આ સર્વેક્ષણમાં ભાગ લીધો હતો, જેમાંથી 70% થી વધુ લોકોએ સંપાદન બટનની તરફેણમાં મતદાન કર્યું હતું. ટ્વિટરે પાછળથી કહ્યું કે તે ગયા વર્ષથી એડિટ બટન પર કામ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ટૂંક સમયમાં ટ્વિટર (Twitter)યુઝર્સને તેમની ટ્વીટ એડિટ કરવાનો વિકલ્પ મળશે.

આ ડીલની જાહેરાત મોડી રાત્રે કરવામાં આવી હતી.

ટ્વિટરે(Twitter) શેરધારકોને ટ્રાન્ઝેક્શનની ભલામણ કરવા બોર્ડ મીટિંગ બાદ સોમવારે મોડી રાત્રે $43 બિલિયનના સોદાની જાહેરાત કરી હતી. એલોન મસ્કે ગયા અઠવાડિયે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર(Twitter)ને $43 બિલિયનમાં ખરીદવાની ઓફર કરી હતી. મસ્કએ કહ્યું કે તે ટ્વિટર (Twitter) ખરીદવા માંગે છે કારણ કે તેને નથી લાગતું કે તે મુક્ત અભિવ્યક્તિના પ્લેટફોર્મ તરીકે તેની સંભવિતતા અનુસાર જીવી રહ્યું છે. ટ્વીટર(Twitter) ખરીદવાની ઓફર કરી ત્યારથી જ એલોન મસ્ક, ટ્વિટર કંપની પર આ ડીલ માટે દબાણ કરી રહ્યા હતા. વોલ સ્ટ્રીટ જર્નલના સમાચાર અનુસાર, ડીલને લઈને મસ્ક અને ટ્વિટર(Twitter) વચ્ચે બેઠક થઈ હતી. ત્યારથી નક્કી માનવામાં આવતુ હતુ કે, આખરે ટ્વિટરે (Twitter) મસ્કની ઓફર સ્વીકારવાનું મન બનાવી લીધું છે.

મસ્ક ટ્વિટર(Twitter)ના 9.2% શેર ધરાવે છે

ટેસ્લા ચીફ એલોન મસ્ક હાલમાં ટ્વિટરમાં 9.2 ટકા હિસ્સો ધરાવે છે. એલન મસ્કે થોડા સમય પહેલા ટ્વિટરમાં આ હિસ્સો ખરીદ્યો હતો. આ સાથે મસ્ક ટ્વિટર(Twitter)ના સૌથી મોટા શેરહોલ્ડર બન્યા. જો કે, બાદમાં વેનગાર્ડ ગ્રૂપની તરફથી રાખવામાં આવેલા ફંડે ટ્વિટરમાં 10.3 ટકા હિસ્સો ખરીદી લીધો હતો. આ રીતે તેઓ કંપનીનો સૌથી મોટો શેરહોલ્ડર બની ગયા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp