સુરતના પાસ નેતા ધાર્મિક માલવિયા ની સગાઈ,આપ કોર્પોરેટર સાથે થતા અનેક તર્કવિતર્ક,મોનાલી હિરપરા હાલના આપના કોર્પોરેટર..

પાસ નેતા અલ્પેશ કથીરીયા બાદ સુરત પાસે કન્વીનર ધાર્મિક માલવિયા લગ્ન ના બંધનમા બંધાશે..

પાટીદાર આંદોલન થકી પ્રકાશમાં આવેલા યુવાનો પૈકી અલ્પેશ કથીરીયા બાદ હવે ધાર્મિક માલવિયા(Dharmik Malaviya) પણ ઠરીઠામ થવા તરફ આગળ વધી ગયા છે. ધાર્મિક માલવિયા (Dharmik Malaviya) પાટીદાર અનામત આંદોલન થકી પ્રકાશમાં આવ્યા અને સુરતમાં પાટીદારોમાં મજબુત પકડ ધરાવતા યુવા નેતાઓ પૈકી એક ગણવામાં આવે છે. ધાર્મિક માલવિયા (Dharmik Malaviya) ની નવા જીવનની શરૂઆત આપના હાલ ના મહિલા કોર્પોરેટર મોનાલી હિરપરા સાથે થવા જઈ રહી છે.

સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu

 

 

સરથાણા વિસ્તારના ખાનગી ફાર્મ હાઉસ માં સગાઈ

ધાર્મિક માલવિયા (Dharmik Malaviya) એ આપનાં નેતા સાથે સગાઇ કરતા લોકોમાં કુતુહલ પણ વ્યાપ્યું છે. સુરત પાસ કન્વીનર અને ખોડલધામ સુરત ના કન્વીનર એવા  ધાર્મિક માલવિયા(Dharmik Malaviya) આમ આદમી પાર્ટી ના હાલ ના મહિલા કોર્પોરેટર સાથે આજે સગાઇના બંધનથી બંધાયા હતા. મોનાલી હિરપરા સાથે ધાર્મિક માલવિયા(Dharmik Malaviya)એ સરથાણા વિસ્તારના ખાનગી ફાર્મ હાઉસ માં સગાઇના બંધનથી બંધાયા હતા. મોનાલી હિરપરા હાલમાં સુરત ના વોર્ડ નં 2 ના કોર્પોરેટર છે.

FB IMG 1648379922925

ઉલ્લેખનીય છે કે, થોડા મહિના અગાઉ ગુજરાત ના યુવા નેતા અને પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા ની સગાઈ ભાજપના પૂર્વ મહિલા નગરસેવક(કોર્પોરેટર) અને નેતા કાવ્યા પટેલ થઈ છે.ત્યારબાદ અલ્પેશ કથિરીયા ની રાજકારણ માં પ્રવેશ ને લઈ અનેક તર્કવિતર્ક વહેતા થયા હતા..આજ રોજ વધુ એક પાસ નેતા ધાર્મિક માલવિયા(Dharmik Malaviya) ની આપ કોર્પોરેટર સાથે સગાઈ થતાં જ ગુજરાત અને સુરત ના રાજકારણ માં ગરમાવો આવી શકે છે.

ઘણા જ સમય થી ધાર્મિક માલવિયા (Dharmik Malaviya)અને મોનાલી હિરપરા ની સાથે સગાઈ ના ન્યુઝ વહેતાં થયાં હતાં ત્યારે થી જ  ફેસબુક પર લોકો “મનમેળ” હેસ્ટટેગ સાથે સવાર થી લોકો શુભેચ્છાઓ આપી રહ્યા છે

સુરત અને સમગ્ર ગુજરાતનાં પાટીદારોમાં મજબુત પકડ ધરાવતા યુવા નેતાઓ પૈકી એક ગણવામાં આવે છે. ધાર્મિક માલવિયા(Dharmik Malaviya) ની નવા જીવનની શરૂઆત આમ આદમી પાર્ટી ના હાલનામહિલા નગરસેવક(કોર્પોરેટર) મોનાલી હિરપરા સાથે થવા જઈ રહી છે. ધાર્મિક પોતાનાં સ્પષ્ટ વિચારો વ્યક્ત કરવાનાં કારણે પણ રાજકીય વર્તુળોમાં હલચલ પેદા કરતા રહે છે. જો કે હાલમાં જ સુરતમાં આપને મોટી સફળતા અપાવ્યા બાદ તે આપમાં જોડાય તેવી શક્યતા સેવાઇ રહી હતી.  

 
વોટ્સએપ 1 : Whatsapp
 
વોટ્સએપ 2 : Whatsapp
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *