વિદેશમાં ભણવા જવાની ચિંતામાં સુરતની તાપી નદીમાં કૂદવા જતાં કિશોરને ફાયર બ્રિગેડે બચાવ્યો

સુરતમાં ફાયર વિભાગની સરાહનીય કામગીરી સામે આવી છે. તાપી બ્રિજ પર આપઘાત કરવા જઈ રહેલા એક કિશોરને ફાયર વિભાગે આપઘાત કરતા બચાવી લીધો હતો.ત્યાર બાદ તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. જેમાં યુવક વિદેશ ભણવા જવાની ચિંતામાં હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

કિશોરનું કાઉન્સેલિંગ કરાવાયું
સુરતના મોટા વરાછા સ્થિત એબીસી સર્કલ પાસે રહેતો 17 વર્ષીય કિશોર સવારે 11 વાગ્યાની આસપાસ કપોદ્રા મોટા વરાછા જોડતા બ્રિજ પર પહોંચ્યો હતો અહી તે રેલિંગમાં પગ લટકાવીને બેઠો હતો. અને આપઘાતની કોશિશ કરી રહ્યો હતો. આ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ત્યાં પહોચી ગયો હતો. ફાયર વિભાગની એક ટીમે તેની સાથે વાતચીતમાં ભોળવી રાખીને તેનું સહી સલામત રીતે રેસ્ક્યૂ કર્યું હતું. બીજી તરફ કિશોરના પપ્પાને ત્યાં બોલાવી તેનું કાઉન્સેલિંગ કરાવી તેનો કબજો તેના પપ્પાને સોંપ્યો હતો
ચિંતામાં કિશોર આપઘાત કરવા માટે પહોંચ્યો હતો
કિશોરને વિદેશ જવું હતું
વિદેશમાં ભણવા જવા બાબતે તે ચિંતામાં હતો અને તેને લઈને તે આપઘાત કરવા પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, ફાયર વિભાગે તે આપઘાત કરે તે પહેલા જ તેનું રેસ્ક્યૂ કરી લીધું હતું. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે, કિશોરનું રેસ્ક્યુ કર્યા બાદ તે સતત રડી રહ્યો છે, તો બીજી તરફ ફાયરના અધિકારીઓ તેને આવું પગલું ના ભરવા સમજાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *