ગુજરાતમાં પાંચ દિવસ હિટ વેવની આગાહી, તાપમાનમાં ચાર-પાંચ ડિગ્રીનો વધારો થઇ શકે છે

કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાંથી પોરબંદર, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં આગામી બે દિવસ માટે હીટ વેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વ દિશાનો પવન છે.

આગામી 4-5 દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રીનો વધારો થઇ શકે છે. ‘ ગઇ કાલે દિવસ દરમિયાન 38.9 ડિગ્રી સાથે સાસણ ગીરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. અમદાવાદમાં 36.9 ડિગ્રીએ સરેરાશ મહત્તમ તાપમાનનો પારો રહ્યો હતો. આગામી 14 થી 16 માર્ચ દરમિયાન અમદાવાદમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાય તેની સંભાવના છે.

heat wave

ગઇ કાલે દિવસ દરમિયાન રાજ્યમાંથી અન્યત્ર ભાવનગરમાં 36.3, વડોદરામાં 36.6, ગાંધીનગર- ડીસા-પાટણમાં 36.8, સુરત-જુનાગઢ-અમરેલીમાં 37.4,રાજકોટમાં 38.3, નલિયામાં 38.4, ભૂજ-કંડલા-પોરબંદરમાં 38.6 ડિગ્રીએ મહત્તમ તાપમાનનો પારો રહ્યો હતો. આમ, રાજ્યના નવ શહેરમાં 37 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું.  

ઉત્તર ગુજરાતમાં આગામી 4-5 દિવસમાં ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચે એવી શક્યતા
ઉત્તર ગુજરાતમાં ધીમા પગલે ગરમીનું પ્રમાણ વધી રહ્યું હોય તેમ છેલ્લા એક સપ્તાહમાં ગરમીમાં 4 ડિગ્રીનો વધારો થયો છે. શુક્રવારે પણ વધુ 1 ડિગ્રી તાપમાન ઉચકાતાં ગુજરાત ના 5 શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર પહોંચ્યો હતો.હવામાન વિભાગની આગાહી મુજબ, રાજસ્થાન અને ગુજરાતને જોડતી એક એન્ટી સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ બની રહી છે. જેના કારણે આગામી 4-5 દિવસમાં ધીમે ધીમે ગરમીમાં 2 થી 4 ડિગ્રીની વધારો થવાની શક્યતા છે.આગામી પાંચેક દિવસમાં ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 38 થી 40 ડિગ્રીની આસપાસ પહોંચે એવી શક્યતા છે.

ગુજરાતમાં હોળી પહેલા જ ગરમીનો અનુભવ
રાજ્યના દીવ, દમણ, દાદરા નગર હવેલી માટે આગામી 5 દિવસની હવામાન વિભાગની હીટવેવની ચેતવણી છે. ગુજરાતમાં હાલ હોળી પહેલા જ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં ગરમીના પ્રથમ રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી જશે. આ વખતે માર્ચ મહિનાથી ગુજરાતીઓને હિટવેવનો સામનો કરવો પડશે. હવામાન વિભાગ અનુસાર અત્યારે ભલે આંશિક ગરમી અનુભવાઈ રહી હોય, પરંતુ આગામી સપ્તાહ બાદ ગરમીનો પારો ઉંચો જશે. 10 થી 16 માર્ચ સુધી ગરમીનો પારો એકાએક વધી જશે. લોકોને 40 ડિગ્રી ગરમીનો અનુભવ પણ થઈ જશે.

સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

વોટ્સએપ 1 : Whatsapp

વોટ્સએપ 2 : Whatsapp

અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

👉આપ અમને Google News પર ફોલો કરો 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *