બોરસદમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે પથ્થરમારા અને છરાબાજીમાં પાંચ વ્યક્તિ ઈજાગ્રસ્ત,14ની અટકાયત

બોરસદમાં મોડી રાત્રે કોમી તોફાન ભડકયું છે. છેલ્લા બે દિવસથી ચાલતી અજંપાભરી શાંતિ અંતે મોડી રાત્રી સમયે પથ્થરબાજી અને છરીબાજીમાં પરિણમી છે. ચાર નાગરિક અને એક પોલીસ જવાન સહિત કુલ પાંચ વ્યક્તિ પણ આ કોમી તોફાનમાં ઘાયલ થયા છે. પોલીસ દ્વારા કોમી તોફાનને અંકુશમાં લેવા સખ્તાઈ સાથે ટીયરગેસ સેલ અને રબરની ગોળીઓ છોડી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે. 14 જેટલા શખ્સોની પોલીસે અટકાયત કરી છે. હાલ એસ.આર.પીની ટુકડીઓ સહિત પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરવામાં આવ્યો છે.

મોડી રાત્રે 1 વાગ્યે હિંસા ભડકી
બોરસદ શહેરમાં રાત્રિ દરમિયાન શહેરના બ્રાહ્મણવાળા વિસ્તારમાં બે કોમ વચ્ચે પથ્થરમારો થયો હતો. રાત્રીના 1 વાગ્યાના અરસમાં શરૂ થયેલો પથ્થરમારો 2 કલાક જેટલો ચાલ્યો હતો. જ્યારે હનુમાન મંદિર પાસે સ્થાનિક નાગરિક પર ચપ્પાથી હમલો થયો હતો. વળી એક પોલીસ કર્મીને પેટમાં છરી વાગતા ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ આ વિવાદ વધુ વકર્યો હતો. અન્ય ત્રણ નાગરિકોને પણ આ તોફાનોમાં ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રત પોલીસકર્મી હાલ વડોદરા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

  • શહેરના બ્રાહ્મણવાળા વિસ્તાર માં બે કોમ વચ્ચે થયો પત્થરમારો
  • પોલિસ દ્વારા 50 જેટલા ટિયરગેસ છોડવામાં આવ્યા
  • 30 જેટલી રબર બુલેટ નું કર્યું ફાયરિંગ
  • એક પોલીસ કર્મીને પેટમાં છરી વાગતા ગંભીર ઇજા પહોંચી
  • ઇજાગ્રત પોલીસ ને બરોડા સારવાર માટે ખસેડાયો
  • રાત્રે 1 વાગ્યા ના અરસમાં શરૂ થયેલ પત્થરમારો 2 કલાક જેટલો ચાલ્યો
  • હનુમાન મંદિર પાસે સ્થાનિક નાગરિક પર ચપ્પા થી હમલો થયો જે બાદ વધ્યો વિવાદ
  • Sp dysp સહિત સ્થાનિક પોલીસ ની ટુકડીઓ બોરસદ માં ખાબકી દેવામાં આવી
  • શહેર ના દેરાસર પાસે લગાવેલ CCTV ને પણ તોફાની ટોળાએ પહોંચાડ્યું નુકશાન
  • એસ આર પી ની બે કંપની ને બંદોબસ્ત માં ડિપ્લોય કરવામાં આવી
  • બે કોમ વચ્ચે ભારે પત્થરમારો થયો
  • રાત્રિ દરમ્યાન થયેલ પથ્થર મારો પૂર્વ આયોજિત હોવાની ચર્ચા
  • બોરસદ માં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ
  • 14 જેટલા તોફાની ટોળાને પોલીસે કરી અટકાયત

14 તોફાનીઓની પોલીસે અટકાયત કરી
મધરાત્રે થયેલો આ પથ્થર મારો પૂર્વ આયોજિત હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. બોરસદમાં હજુ પણ ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ છે. પોલીસ દ્વારા આ તોફાનને અંકુશમાં લેવા 50 જેટલા ટિયરગેસ છોડવામાં આવ્યા હતા. તેમજ 30 જેટલી રબર બુલેટનું પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ આ તોફાન કાબુમાં આવ્યું છે. તોફાની તત્વો દ્વારા શહેરના દેરાસર પાસે લગાવેલ CCTVને પણ નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. પોલીસે આ અંગે ચોક્સાઇ પૂર્વકની તપાસ આરંભી દેવામાં આવી છે. જેમાં 14 જેટલા તોફાની ટોળાની પોલીસે અટકાયત કરી છે.

બોરસદ પોલીસ છાવણીમાં ફેરવાયું
હાલ જિલ્લા પોલીસ વડા અજિત રાજયાન સહિતની પોલીસ ટીમ બોરસદમાં ધામાં નાખ્યા છે. એસ.આર.પીની બે કંપની અને સ્થાનિક પોલીસના જવાનો બોરસદના વિવિધ સ્થળે બંદોબસ્તમાં ગોઠવાયા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ પરિસ્થિતિ કાબુમાં છે. જોકે, બન્ને કોમના સામાન્ય નાગરિકોમાં હજુ પણ ભય પ્રવર્તી રહ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *