ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાવ,આજથી તાપમાનમાં થશે વધારો

ગુજરાતમાં આગામી ૨૪ કલાક દરમિયાન તાપમાનમાં કોઇ વધારો નહીં નોંધાય પરંતુ ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રી સેલ્શિયસનો વધારો નોંધાશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી પાંચ દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં હિટવેવનો પ્રસરશે. આજે રાજ્યમાં સૌથી વધુ ૪૨.૧ ડિગ્રી તાપમાન અમદાવાદમાં અને અમરેલીમાં ૪૨ ડિગ્રી નોંધાયું છે.

ગરમી

આજે અમદાવાદમાં ૪૨.૧, ડીસામાં ૪૦.૫, ગાંધીનગરમાં ૪૧.૨, વડોદરામાં ૪૦, સુરતમાં ૪૦.૪, વલસાડમાં ૩૯.૫, ભુજમાં ૪૦.૭, નલિયામાં ૩૭, અમરેલીમાં ૪૨, ભાવનગરમાં ૩૯.૩, દ્વારકામાં ૩૧.૫, પોરબંદરમાં ૩૭.૪, રાજકોટમાં ૪૧, સુરેન્દ્રનગરમાં ૪૧.૮, મહુવામાં ૩૮.૮ અને કેશોદમાં ૪૧.૧ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના મોટાંભાગના વિસ્તારોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે, જેથી નવજાત બાળકો, વૃદ્ધો અને ગંભીર રોગોથી પીડાતા વ્યક્તિઓની ખાસ કાળજી લેવા સલાહ અપાઇ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp