ગુજરાતમાં આ તારીખ દરમિયાન વરસાદની આગાહી, ખેડૂતોની વધશે ચિંતા

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે. જેમા અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે કમોસમી વરસાદ પડશે. જેથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.

 

gujrat rain

  • રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી 
  • અમદાવાદમાં પણ પડી શકે છે કમોસમી વરાસાદ 
  • કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી 

digitalgujrat

રાજ્યમાં આ વર્ષે ચોમાસું થોડું મોડું આવ્યું હતું જેના કારણે ઓક્ટોમ્બર મહિનામાં પણ વરસાદ પડ્યો હતો. જોકે આ વર્ષે ચોમાસામાં વરસાદ ભરપૂર પ્રમામણાં પડ્યો હતો. તેમા પણ સૌરાષ્ટ્ર બાજુ અતિવૃષ્ટીને કારણે ભારે તારાજી સર્જાઈ હતી. જેમા ખાસ કરીને જગતના તાતને ભારે નુકશાન થયું હતું.

 

હવામાન વિભાગે કરી આગાહી 

જોકે હવે રાજ્યમાં ફરી કમોસમી વરસાદનું સંકટ આવશે. આ મામલે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમા અમદાવાદમાં કમોસમી વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થવાને કારણે વાતાવરણમાં પલટો આવશે.

 226

અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવશે 

વાતાવરણમાં પલટો આવવાને કારણે અમદાવાદ પર ખાસ અસર પડી શકે છે. તેમા પણ ખાસ કરીને અમદાવાદમાં વરસાદ પડી શકે છે. જેને લઇને લોકોમાં હવે ચિંતાનો માહોલ છે. એકતરફ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે અને તેવામાં કમોસમી વરસાદનું આગમન થશે જેના કારણે લોકોમાં ચીંતા જોવા મળી રહી છે.

3 દિવસ રાજ્યમાં અસર રહેશે 

લો પ્રેશરની અસર રાજ્યમાં 3 દિવસ સુધી રહેશે. જેમા સૌરાષ્ટ્ર , દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કમોસમી વરાસદ પડી શકે છે. તે સિવાય અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સોમનાથ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, અમદાવાદ, તેમજ ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

317

ખેડૂતોમાં ચિંતાનો માહોલ 

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આ વર્ષે ચોમાસું લંબાયું હતું સાથેજ અતિવૃષ્ટિ પણ થઈ હતી. જેના કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું હતું ત્યારે વધુમાં ફરીથી હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

 

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!