ગુજરાતમાં ચૂંટણી પૂર્વે જ પોલીસ બેડામાં મોટો ફેરફાર, 57 અધિકારીઓની થઇ બદલી

57 IPS
રાજ્યમાં છેલ્લા લાંબા સમયથી પોલીસ બેડામાં બદલી અને બઢતીની રાહ જોવાઈ રહી હતી. જેને લઇને રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલા જ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આ અંગે ગૃહ વિભાગે જાહેરાત કરતા કુલ 57 અધિકારીઓની બદલી કરી છે. આ ઉપરાંત 20 અધિકારીઓને DySPમાંથી SP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં આ પહેલીવાર છે કે અધિકારીઓની બદલી અને બઢતીની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા વિધાનસભાનું સત્ર અને કોરોનાકાળના કારણે બદલી અને બઢતીઓ અટકી ગઇ હતી. જો કે હવે વિધાનસભાનું સત્ર પણ પૂર્ણ થઈ ગયું છે અને કોરોના કેસ પણ ઓછા થઇ ગયા છે. જેથી 77 IPS અધિકારીઓની બદલી અને બઢતી અંતે જાહેર કરવામાં આવી છે.

77 IPS અધિકારીઓની બઢતી અને બદલી

 • IPS વિધિ ચૌધરીની ગાંધીનગર બદલી કરાઈ
 • ઉષા રાડાની સુરત ગ્રામ્યથી સુરત શહેર DCP બન્યા
 • અક્ષયરાજ મકવાણા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા બન્યા
 • અચલ ત્યાગી મહેસાણાના એસપી બન્યા
 • દાહોદના એસપી હિતેષ જોયશરની સુરત ગ્રામ્ય એસપી તરીકે બદલી
 • બનાસકાંઠાના એસપી તરુણ દુગ્ગલની ગાંધીનગર એસપી તરીકે બદલી 
 • નિધિ ચૌધરીની ગાંધીનગરમાં બદલી 
 • આર. વી ચુડાસમાની ભરુચ એસપીથી એસએરપી ગ્રુપ 9 વડોદરામાં બદલી
 • આર ટી સુશરાની ગાધીનગરથી ડીસીપી સુરત તરીક બદલી
 • સુજાતા મજમુદારની એસપી તાપી વ્યારાથી પોલીસ એકેડમી બદલી
 • સુધીર દેસાઈની વડોદરા રુરલ એસપીથી રાજકોટ ઝોન 2 ડિસીપી તરીકે બદલી
 • વિશાલ વાધેલાની CID ક્રાઈમમાંથી એસપી સાબરકાઠાના પદે બદલી 
 • જયપાલસિંહ રાઠોડ ભાવનગર એસપીથી રાજકોટ ગ્રામ્ય એસપી તરીકે મુકાયા
 • લીના પાટીલ પંચમહાલના એસપીથી ભરુચ એસપી તરીક બદલી
 • હિમકર સિંગની નર્મદા એસપીથી અમરેલી એસપી તરીકે બદલી
 • રાહુલ ત્રિપાઠીની ગીર સોમનાથ એસપીથી મોરબી એસપી તરીકે બદલી
 • શ્વેતા શ્રીમાળી SRP ગ્રુપ 17 જામનગરથી એસપી પશ્ચિમ રેલ્વે બદલી કરાઈ. 
 • નીર્લપ્ત રાય અમરેલી એસપીથી સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી બદલી કરાઈ. 
 • દિપક મેઘાણી ડીસીપી ઝોન 1 વડોદરાથી રાજ ભવનમાં એડીસી તરીકે બદલી 
 • મહેંદ્ર બગડિયાની એસપી સુરેંદ્રનગરથી એસપી કચ્છ પૂર્વમાં બદલી. 
 • સુનીલ જોષી એસપી દ્રારકાથી અમદાવાદ ઓપરેશન ડિપાર્ટમેંટમાં બદલી
 • તરુણ દુગ્ગલની બનાસકાંઠા એસપીથી ગાંધીનગર એસપી તરીકે બદલી કરાઈ.
 • બલરામ મીણાની રાજકોટ રુરલ એપીથી દાહોદ એસપી તરીકે બદલી
 • કરણરાજ વાઘેલાની ડીસીપી વડોદરા થી બોટાદ એસપીમાં બદલી

20 પોલીસ અધિકારીઓને બઢતીઃ

આ સાથે જ 20 પોલીસ અધિકારીઓને ડીવાયએસપી પદેથી એસપીએસ પદે બઢતી અપાઈ છે જેમાં અમિતા કેતન વાનાણી, રાજદીપસિંહ નકુમ, ભરતકુમાર બી. રાઠોડ,  પ્રફુલ વાણિયા, રાજેશકુમાર ટી. પરમાર, કલ્પેશકુમાર એમ. ચાવડા, હરેશકુમાર ડી. મેવાડા, જુલી સી. કોઠિયા, તેજલ સી. પટેલ, કોમલબેન, શૈલેષકુમાર વ્યાસ, મંજીતા કે. વણઝારા, અર્પિતા ચિંતન પટેલ, રૂપલબેન નિકુંજકુમાર સોલંકી, ભારતી જે. પંડ્યા, શ્રૃતિ એસ. મહેતા, નીતાબેન હરગોવિંદભાઈ દેસાઇ, શ્રેયા જે. પરમાર, ડો. કાનન એમ. દેસાઇ, જ્યોતિ પી. પટેલ, ભક્તિ કેતન ઠાકરને પ્રમોશન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ 20 પોલીસ અધિકારીઓમાંથી 13 મહિલા પોલીસ અધિકારીઓને બઢતી અપાઈ છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આવનારા સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા 77 IPS અધિકારીઓની બદલી અને બઢતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. વળી ચૂંટણીને વહેલા થઇ શકે તે વાતને લઇને ચર્ચાઓ તેજ થઇ ગઇ છે. જીહા, વર્તમાન સમીકરણો જોતા 2022ની વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાય તેવી અટકળો તેજ થઈ છે. ગુજરાત ભાજપના નેતાઓ કહે છે કે રાજ્યમાં વહેલી ચૂંટણી કરાવવાનો કોઇ પ્લાન નથી. આ પ્રકારની વાત ખુદ ભાજપના કાર્યકરો પણ કહી રહ્યા છે, પરંતુ ભાજપની તૈયારીઓ પરથી ચૂંટણી નજીક હોવાના સંકેતો મળી રહ્યા છે.
નોંધનીય છે કે, રાજ્યમાં પોલીસ અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે. અમરેલીના એસપી નિર્લિપ્ત રાયની સ્ટેટ મોનિટરિંગ સેલમાં રાજ્યમાં દારૂબંધીના કડક અમલ માટે બદલી કરવામાં આવી છે. જામનગરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રેમસુખ ડેલને ત્યાં મુકવામાં આવ્યા છે. બદલાયેલા એસપીને ગૃહ રાજ્યમંત્રીએ ખાસ સૂચના આપી છે. સાથે જ કહેવામાં આવ્યું છે, જમીનને લગતા કેસમાં ગેરરીતિ જણાશે તો તાત્કાલિક બદલી કરવામાં આવશે. કેટલાક અધિકારીઓની જ્ઞાતિ આધારિત બદલી કરવામાં આવી છે. ત્રણ વર્ષના પીરિયડને ધ્યાનમાં રાખીને બદલી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *