Google Map પર દેખાયું ‘એલિયન યાન’! Social Media પર લાખો લોકોએ જોયો Video ??

uso

એક વીડિયોમાં ગૂગલ મેપ પર સમુદ્ર કિનારે એક અજ્ઞાન જલમગ્ન વસ્તુ (USO) દેખાઈ રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યૂઝર્સ પરેશાન થઈ ગયા છે.

ઘણીવાર અંતરિક્ષમાં એવી ઘટનાઓ બનતી હોય છે જે આપણને વિચારતા કરી મુકે છે. આવી જ કંઈક હાલ સોશિયલ મીડિયા યૂઝર્સ સાથે થઈ રહ્યું છે. ગૂગલ મેપ પર દરિયાના કિનારે એક અજાણી જલમગ્ન વસ્તુ જેને આપણે USO કહી શકીએ તે જોવા મળી. સોશિયલ મીડિયા યૂઝર્સ માટે આ એક મોટો કોયડો બની ગયું છે. જેને એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જોકે, આ વીડિયોને યુટ્યુબ ચેનલ The Hidden Underbelly 2.0 પર 2018માં અપલોડ કરવામાં આવ્યો હતો. દવો કરવામાં આવી રહ્યો છેકે, ગ્રીસમાં સમુદ્ર તટથી થોડા જ અંદરે આ USO જોવા મળી રહી છે. જેને જોઈને ભારે કૂતુહલતા ઉભી થઈ છે. કેટલાંક યુઝર્સ એને એલિયન યાન હોવાનું પણ કહી રહ્યાં છે.

વીડિયોમાં એક ગોળાકાર વસ્તુને Michaniona ના સમુદ્ર તટથી થોડા જ અંતરે જોઈ શકાય છે. દાવો કરવામાં આવી રહ્યો છેકે, આ અજ્ઞાત ગોળાકાર વસ્તુ USO લગભગ 220 ફૂટ લાંબી છે. આ વીડિયોમાં દર્શાવ્યા મુજબ USO Google Earth ના માધ્યમથી જોઈ શકાય છે. આ વીડિયો પર સેકડો લોકોએ પોતાના પ્રતિક્રિયા આપી છે. અને હજુ પણ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે પ્રસરી રહ્યો છે. કોઈએ આને અજ્ઞન જલમગ્ન વસ્તુ તો કોઈકે, આને વિદેશી અંતરિક્ષ યાન ગણાવ્યું. એટલું જ નહીં કોઈકે તો એને એલિયનનું સ્પેસક્રાફ્ટ હોવાનું પણ કહી દીધું.

એક યુઝરે જણાવ્યું છેકે, મેં ક્યારેય આવો નજારો નથી જોયો. શું આ કોઈ બીજા ગ્રહના નિવાસીઓ છે? તો બીજા એક યુઝરે લખ્યું છેકે, આ બીજા વિશ્વ યુદ્ધ સમયે છોડવામાં આવેલાં ક્રેટર છે. જે બોમ્બને જર્મનીએ ઈટાલીના યુદ્ધપોતને નષ્ટ કરવા છોડ્યાં હતાં. તો વળી એક યુઝરે લખ્યું છેકે, મેં ગુગલ અર્થ પર એ સ્થાનને જુમ ઈન કર્યું…મને આશ્ચર્ય છેકે, આખરે સમુદ્રમાં પાણીની વચ્ચોવચ આ શું છે? હજુ સુધી તે શું છે તેની ઓળખ નથી થઈ શકી. શું વાસ્તવમાં આ USO છે?

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp