ગ્રામ પંચાયતો ની ચૂંટણીના કારણે લેવાયો મોટો નિર્ણય,GPSC ની પરીક્ષાઓની તારીખમાં થયો મોટો ફેરફાર

અગાઉ 19 ડિસેમ્બર 2021ના રોજ GPSC ની પ્રાથમિક પરીક્ષા યોજાવાની હતી. પરંતુ હવે તારીખ પાછી ઠેલાઈ છે. GPSC ની પ્રાથમિક પરીક્ષા હવે  26 ડિસેમ્બર 2021 ના રોજ યોજાશે.

GPSC EXAM
  • GPSC ની પરીક્ષા સ્થગિત
  • ગ્રામપંચાયતની ચૂંટણીની પડી અસર
  • 19 ડિસેમ્બરના રોજ યોજાવાની હતી પરીક્ષા
  • 26 ડિસેમ્બરે યોજાનારી પરીક્ષા પણ સ્થગિત

ગુજરાતમાં ગ્રામ પંચાયતો ની ચુંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે, જેના કારણે તેની સીધી અસર GPSC ની પરીક્ષાઓ પર પડી છે. GPSC ની પ્રાથમિક પરીક્ષાની તારીખોમાં મોટો ફેરફાર થયો હોવાની માહિતી મળી રહી છે. તમને જણાવી દઈએ કે અગાઉ 19 ડિસેમ્બર 2021ના રોજ GPSC ની પ્રાથમિક પરીક્ષા યોજાવાની હતી. પરંતુ હવે તારીખ પાછી ઠેલાઈ છે. GPSC ની પ્રાથમિક પરીક્ષા હવે 26 ડિસેમ્બર 2021ના રોજ યોજાશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે GPSC ની પ્રાથમિક પરીક્ષાની તારીખોમાં ધરખણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેના કારણે હવે 19 ડિસેમ્બરે યોજાનારી પરીક્ષા હવે  સીધી જ 26 ડિસેમ્બર એટલે કે ગ્રામ પંચાયતોની ચૂંટણી પછી યોજાશે. હાલ તેને લઈને ગુજરાત જાહેર સેવા આયોગે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં GPSC ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરાયો હોવાનો ઉલ્લેખ કરાયો છે.

22 જાન્યુઆરી 2022ના સુધી પરીક્ષાઓ મુલતવી

GPSC ના ચેરમેન દિનેશ દાસાએ ટ્વીટ કરીને જાણકારી આપતા જણાવ્યું છે કે, આગામી 19થી 26 ડિસેમ્બર દરમિયાન યોજાનારી GPSC ની પરીક્ષાઓ ગ્રામપંચાયતની ચૂંટણીને લીધે થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી છે, આ પરિક્ષાઓ આગામી 22 જાન્યુઆરી 2022ના સુધી મુલતવી રહેશે. 

ગુજરાત જાહેર સેવા આયોગે પરિપત્ર મુજબ વહીવટી સેવા વર્ગ-1ની પરીક્ષા 16/12ના યોજાશે. નપા મુખ્ય અધિકારી-2ની પરીક્ષા 16/12ના યોજાશે. મદદનીશ નિયામક-2ની પરીક્ષા 2 જાન્યુઆરીના યોજાશે. આંકડાકીય સેવા વર્ગ-1ની પરીક્ષા 2 જાન્યુઆરી 2022ના યોજાશે અને જુનિયર ટાઉન પ્લાનરની પરીક્ષા 9 જાન્યુઆરીના રોજ યોજવાનો નિર્ણય કરાયો છે.

INCPTD 23112021 page 0001

ગુજરાત જાહેર સેવા આયોગે પરિપત્ર પ્રમાણે નીચે મુજબની પરીક્ષામાં ફેરફાર કર્યો…
વહીવટી સેવા વર્ગ-1ની પરીક્ષા 16/12ના યોજાશે 
નપા મુખ્ય અધિકારી-2ની પરીક્ષા 16/12ના યોજાશે 
મદદનીશ નિયામક-2ની પરીક્ષા 2 જાન્યુઆરીના યોજાશે 
આંકડાકીય સેવા વર્ગ-1ની પરીક્ષા 2 જાન્યુઆરીના યોજાશે 
જુનિયર ટાઉન પ્લાનરની પરીક્ષા 9 જાન્યાઆરીના યોજાશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!