ગ્રીષ્માના હત્યારા ફેનિલને સંભળાવાઇ ફાંસીની સજા

ગ્રીષ્મા વેકરિયાના હત્યારા ફેનિલને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. જેમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા મામલે 21 એપ્રિલે ફેનિલને દોષિત જાહેર કરાયો હતો. તેમાં આજે જજે કેસને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવ્યો છે. તેમજ ચાર્જશીટ ફાઇલ થયાના 83 દિવસમાં ફેનિલને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.

ફેનિલને ફાંસી મળતા ગ્રીષ્માના પરિવારને ન્યાય મળ્યો

ઉલ્લેખનીય છે કે સુરતની કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. જેમાં ફેનિલને ફાંસી મળતા ગ્રીષ્માના પરિવારને ન્યાય મળ્યો છે. તેમજ સરકારી વકીલે જણાવ્યું છે કે કોર્ટે ફેનિલને દંડ પણ
ફટકાર્યો છે. તેમજ જણાવ્યું છે કે બનાવ વખતે ગ્રીષ્મા અને તેનો પરિવાર નિસહાય હતો. તથા ઘટના પછી આરોપીને કોઇ પછતાવો નથી. તેમજ આરોપીએ કોઇ સારૂ કામ કર્યું હોય તેવું બતાવતો હતો.

ગ્રીષ્માના પિતાએ જણાવ્યું છે કે મારી દિકરીને ન્યાય મળ્યો
તેમજ કસાબની જેમ ફેનિલને પણ ગુનાનો પછતાવો નથી. તથા અદાલતે પુખ્ત વિચાર કરીને ફાંસીની સજા સંભળાવી છે. તેમજ IPC 302,IPC 307,504-506 હેઠળ સજા કરાઇ છે. તથા આરોપીની સજા એ સમાજમાં દાખલો બેસાડવાનું કાર્ય કર્યું છે. તેમજ ગ્રીષ્માના પિતાએ જણાવ્યું છે કે મારી દિકરીને ન્યાય મળ્યો છે. આ રેરેસ્ટ ઓફ રેરેસ્ટ કેસ છે. જેમાં 28 વર્ષમાં આવો પહેલો કેસ છે. સાથે જ  કોર્ટે નિર્ભયા કેસ અને કસાબ કેસનો પણ ઉલ્લેખ કરીને કેટલી નિર્દયી રીતે હત્યા કરાઈ હતી તે વાત કરી હતી. સાથે જ હત્યા સમયના વીડિયોને અત્યંત મહત્વનો પુરાવો ગણાવ્યો હતો. તથા ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટમાં 190 સાક્ષીમાંથી 105 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી. આ કેસમાં 2500 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે, 355 પાનાની ચાર્જફ્રેમ રજૂ કરવામાં આવ્યા છે. 120 જેટલા દસ્તાવેજી પુરાવા રજુ કરાયા છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *