ગુજરાતના શિક્ષકોની સૌથી મોટી સમસ્યાનો આવ્યો ઉકેલ, સરકારે એકઝાટકે રદ્દ કરી દીધો આ નિયમ,આવો જાણીએ

રાજ્યના શિક્ષણ વિભાગે 42 પાનાંનો પરિપત્ર જાહેર કર્યો છે.

jitu vaghani

ગુજરાત સરકાર (Gujarat government)ના શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષકો(Primary teachers)ની બદલી (Transfer)અંગે મોટા નિર્ણયની જાહેરાત કરી છે. રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી (Jitu Vaghani)એ આ અંગે જાહેરાત કરતા કહ્યું કે ગુજરાત સરકારના આ નિર્ણયથી રાજ્યના 2 લાખથી વધુ પ્રાથમિક શિક્ષકોને આનો લાભ મળશે. 

બદલીના નિયમો અંગેનો પરિપત્ર 
ગુજરાત સરકાર(Gujarat government)ના શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષકો(Primary teachers)ની બદલી અંગે જાહેર કરવામાં આવેલા પરિપત્ર મુજબ આજથી જ 100 ટાકા શિક્ષકોને બદલી (Transfer)ના લાભો મળશે. હવે શિક્ષકો 5 વર્ષની સેવા બાદ બદલી  માટે અરજી કરી શકશે.

2 લાખ શિક્ષકોને મળશે લાભ 
પ્રાથમિક શિક્ષકોની બદલી (Transfer) અંગે મોટા નિર્ણયથી રાજ્યના 2 લાખથી વધુ શિક્ષકોને લાભ મળશે. રાજ્ય સરકારે બદલી અંગે આ નિર્ણય લેવાથી રાજ્યના પ્રાથમિક શિક્ષકોમાં આનંદ છવાયો છે.

બદલીમાં કોને અગ્રતા અપાશે ?
અત્યાર સુધીમાં 40 ટાકા શિક્ષકોને બદલીનો  લાભ મળતો હતો, હવે 100 ટાકા શિક્ષકોને લાભ મળશે. નીચેની જોગવાઈઓ અનુસાર  શિક્ષકોને બદલીમાં અગ્રતા આપવામાં આવશે. 
 
1)વિધવા, વિધુર શિક્ષક, દિવ્યાંગ શિક્ષક, શિક્ષક દંપત્તિ 
2) સરકારી નોકરી કરતા દંપત્તિ 
3)સરકાર દ્વારા અનુદાનિત સંસ્થાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ 
4) જિલ્લામાં આંતરિક બદલી માંગણી અને જિલ્લામાં ફેર માંગણી બદલી એક જ વાર માગી શકાશે. 

શૈક્ષિક મહાસંઘે નિર્ણયને આવકાર્યો 
પ્રાથમિક શિક્ષકોની બદલી અંગે રાજ્યના શિક્ષણ વિભાગના આ મોટા નિર્ણયને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આવકાર્યો છે. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પ્રમુખ ભીખાભાઇ પટેલે  કહ્યું કે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે આ શૈક્ષિક સંઘે આ પરિપત્રનો હજી અભ્યાસ કર્યો નથી, પણ અમને ખાતરી છે કે અમારી સાથે ચર્ચા થયા મુજબ અમારા તમામ પ્રશ્નો આમાં આવરી લેવાયા હશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *