Gujarat Politics : કયા-કયા ધારાસભ્યો મંત્રી બનશે, કોને કોને શપથ માટે ફોન આવ્યા

ajskja

આજે બપોરે ગુજરાતના નવા મંત્રીમંડળના શપથગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હવે મંત્રીપદ માટે નેતાઓને ફોન આવવાના શરૂ થઈ ગયા છે.

આજે મંત્રીમંડળની જાહેરાત સાથે બપોરે 1:30 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે ત્યારે હવે ધારાસભ્યોને મંત્રીપદ માટે ફોન આવવાના શરૂ થયા છે.

અગાઉ આજે અમદાવાદ એનેક્ષીમાં ભાજપની બંધબારણે મહત્વની બેઠક યોજાયા બાદ ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર યાદવ વચ્ચે નવા મંત્રીઓના નામને લઈને છેલ્લી ઘડીનું મંથન કરવામાં આવ્યું હતું જે બાદ જે ધારાસભ્યો મંત્રી બનવાના છે તેમને ફોન આવવાના શરૂ થઈ ગયા છે. ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ સહિત તમામ નેતાઓના નામ ધીમે ધીમે બહાર આવતા ગયા હતા. 

ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળ (Bhupendra Patel Cabinet re-shuffle) માટે આજે શપથવિધિ સમારોહ યોજાશે. ભારતીય જનતા પાર્ટી તરફથી છેલ્લી ઘડી સુધી કયા કયા મંત્રીઓ શપથ ળેશે તેની યાદી જાહેરા કરવામાં આવી ન હતી. જોકે, આજે સવારે 10 વાગ્યાથી ધારાસભ્યોને શપથ માટે ફોન કૉલ શરૂ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ પહેલ ગઈકાલે એટલે કે 15 સપ્ટેમ્બરના રોજ યોજાનાર હતો પરંતુ તેને મુલતવી રાખવામાં આવ્યો હતો. 10 વાગ્યા બાદ શપથવિધિ માટે જે ધારાસભ્યોને ફોન કૉલ આવી રહ્યા છે તેમાં ભાવનગર પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય રહેલા જીતુ વાઘાણી (Jitubhai Vaghani)ના નામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુરતના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી (Harsh Sanghvi)નું નામ પણ સામેલ છે. બીજી તરફ પંકજ દેસાઈ (Pankaj Desai)ને દંડત તરીકે યથાવત રાખવામાં આવ્યા હોવાના સમાચાર મળ્યા છે

Rajendra Trivedi

વિધાનસભાના અધ્યક્ષ પદેથી રાજેન્દ્ર ત્રિવેદીનું રાજીનામું:

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદેથી રાજેન્દ્ર ત્રિવેદીએ રાજીનામું (Rajendra Trivedi) આપ્યું છે. તેમને મંત્રી મંડળ માટે શપથ લેવા ફોન આવ્યો છે. રાજેન્દ્ર ત્રિવેદીના રાજીનામા બાદ નીમાબેન આચાર્યને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે.

અરવિંદ રૈયાણીની પસંદગી પાછળ ભાજપનું ગણિત

અરવિંદ રૈયાણી રાજકોટ દક્ષિણ બેઠક ના ધારાસભ્ય છે. સૌરાષ્ટ્ર્ર કચ્છ ના ભાજપ ના MLA ને મંત્રીપદ આપવા પાછળ રાજકીય અને સામાજિક સ્ટ્રેટેજી કારણભૂત હોવાનું અનુમાન કરી શકાય છે. કૉર્પોરેટર કે ધારાસભ્ય ની ટિકિટ જેવી સરપ્રાઇઝ રેયાણી ને મંત્રીપદ મા અપાઇ છે એવું લોકોએ કહ્યું હતું. 
ઉપરાંત રાજકોટ એ CM વિજય રૂપાણીનું વતન છે અને તેમના રાજીનામા પછી મંત્રીપદથી રાજકોટ બાકાત ન રહેવુ જોઇએ તે પણ એક મહત્વ નું કારણ ગણી શકાય. 
અરવિંદ રૈયાણી ની પસંદગી પાછળ તેઓ યુવા ચહેરો અને લેઉવા પાટીદાર નું પ્રતિનિધત્વ હોવાનું કારણ પણ સમજી શકાય એવું છે. 
અરવિંદ રૈયાણી અને ગોવિંદભાઈ પટેલ રેસ માં હતા છેલ્લી ધડી એ ગોવિંદ પટેલ કપાતા એક જૂથ નારાજ થાય તેવી સંભાવના છે. તો સામે કોર્પોરેશન અને પંચાયત ની ચૂંટણી માં રેયાણી નું કામ તેઓને ધ્યાનમાં લાવ્યા હતા. અરવિંદ રેયાણી પૂર્વ MLA આર ડી જૂથ ના મનાય છે અને આ જૂથ નું દિલ્હી સુધી નું લોબિંગ હોવાથી તે પણ કામ લાગ્યુ હોઇ શકે. સહકારી વિભાગમાં સામે પડેલા અને હવે મંત્રી તરીકે કાર્યરત રહે તો સહકારી માં જૂથવાદ શાંત રહે તેવો ડેમેજ કંટ્રોલનો ભાજપનો હેતુ પણ હોઇ શકે છે

નો-રીપિટ થિયરી: (No-repeat theory)

પક્ષ તરફથી જે નામ જાહેર કરવામાં તેમાં કોઈને રિપીટ નથી કરવામાં આવ્યા. આથી પહેલાથી જે કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે પાર્ટી નો-રિપીટ થિયરી અપનાવી રહી છે તે સાચી સાબિત થઈ રહી છે. બીજી તરફ કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં આવેલા અને પેટા-ચૂંટણીને ધારાસભ્ય બનેલા ત્રણ જેટલા ધારાસભ્યોને મંત્રીપદ માટે ફોન આવ્યો છે. જેમાં બ્રિજેશ મેરજe, જે.વી.કાકડિયા અને જીતુ ચૌધરીનો સમાવેશ થાય છે.

કોને-કોને આવ્યો ફોન

  1. હર્ષ સંઘવી, MLA, મજૂરા     દક્ષિણ ગુજરાત
  2. નરેશ પટેલ, MLA, ગણદેવી  દક્ષિણ ગુજરાત
  3. કિરિટસિંહ રાણાં, MLA, લિંબડી  સૌરાષ્ટ્ર
  4. અરવિંદ રૈયાણી, MLA,  રાજકોટ દક્ષિણ સૌરાષ્ટ્ર
  5. કનુ દેસાઇ, MLA, પારડી દક્ષિણ ગુજરાત
  6. ઋષિકેશ પટેલ,MLA,  વિસનગર ઉત્તર ગુજરાત
  7. બ્રિજેશ મેરજા, MLA, મોરબી  સૌરાષ્ટ્ર
  8. કિર્તી સિંહ વાઘેલા, MLA, કાંકરેજ ઉત્તર ગુજરાત
  9. મુકેશ પટેલ, MLA, ઓલપાડ  દક્ષિણ ગુજરાત
  10. આર.સી મકવાણા, MLA, મહુવા સૌરાષ્ટ્ર
  11. જીતુ ચૌધરી, MLA,  કપરાડા  દક્ષિણ ગુજરાત
  12. રાઘવજી પટેલ,MLA,  જામનગર ગ્રામ્ય  સૌરાષ્ટ્ર
  13. જીતુ વાઘાણી, MLA,  ભાવનગર પશ્ચિમ સૌરાષ્ટ્ર
  14. મનીષા વકીલ, MLA,  વડોદરા શહેર મધ્ય ગુજરાત
  15. દેવાભાઇ માલમ, MLA,  કેશોદ સૌરાષ્ટ્ર
  16. જગદીશ પંચાલ, MLA,  નિકોલ મધ્ય ગુજરાત
  17. ગજેન્દ્ર સિંહ પરમાર,MLA,  પ્રાંતીજ ઉત્તર ગુજરાત
  18. પ્રદિપ પરમાર, MLA, અસારવા મધ્ય ગુજરાત
  19. નિમિષા સુથાર, MLA, મોરવાહડફ મધ્ય ગુજરાત
  20. નિમાબેન આચાર્ય, MLA ભુજ સૌરાષ્ટ્ર
  21. કુબેર ડિંડોર, MLA, સંતરામપુર મધ્ય ગુજરાત
  22. અર્જુનસિંહ ચૌહાણ, MLA, મહેમદાવાદ મધ્ય ગુજરાત
  23. વિનુ મોરડિયા, MLA, કતારગામ દક્ષિણ ગુજરાત

 

*આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *