ગુજરાતમાં ધોરણ 1-2માં અંગ્રેજી વિષય દાખલ કરવાની શિક્ષણ મંત્રીની જાહેરાત

  • વિદ્યાર્થીઓને ગુજરાતી સાથે અંગ્રેજી પણ ભણાવાશે

  • વિદ્યાર્થીઓના ભાવિ હિતને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય

  •  3300 વિદ્યા સહાયક ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર થશે

ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ મામલે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જેમાં હવેથી ગુજરાતમાં ધોરણ 1 અને 2માં અંગ્રેજી વિષય દાખલ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

અગાઉ ધોરણ-5થી અંગ્રેજી વિષય ભણાવવાની શરૂઆત થતી હતી. જો કે વર્તમાન સમયની માંગ પ્રમાણે રાજ્ય સરકારે હવેથી ધોરણ 1 અને 2થી જ અંગ્રેજી વિષય દાખલ કરવાનો નિર્ણય છે.

આ સાથે જ રાજ્યના શિક્ષણ મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે, ગુજરાતી વિષય તો ફરજિયાત રહેશે જ, પરંતુ આ સાથે જ અંગ્રેજી વિષય પણ દાખલ કરવામાં આવશે. હાલના સમયમાં અંગ્રેજીનું મહત્ત્વ વધ્યું છે. મલ્ટિનેશનલ કંપનીમાં જોબ હોય કે વિદેશમાં અનેક ઠેકાણે અંગ્રેજી ભાષાની જરૂર પડે છે. શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું કે ઘણી વખત એવું પણ બને છે કે ગામડામાં પ્રાથમિક અભ્યાસ દરમિયાન બાળકોને વધારે અંગ્રેજીનું જ્ઞાન નથી હોતું તેની સરખામણીએ શહેરમાં રહેતા બાળકો વધારે અંગ્રેજી જાણતા હોય છે. જે બાળકો નાનપણથી જ અંગ્રેજીમાં સારી પકડ મેળવી લેશે તેને આગળ જતા વધારે મુશ્કેલી થતી નથી.

ત્યારે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લઈ વિદ્યાર્થીઓ માટે એક નવી પહેલ શરૂ કરી છે. જો બાળક નાનપણથી અંગ્રેજીમાં પકડ મજબૂત કરી લેશે, તો તેને આગળ જતાં તકલીફ નથી થતી. આજ કારણોસર રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના ભવિષ્યના હિતને ધ્યાનમાં રાખીને આગવી પહેલ કરી છે. વધુમાં જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા 3300 વિદ્યા સહાયક ભરતીનું કામચલાઉ મેરિટ લિસ્ટ વિભાગની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે.

રાજ્યમાં નવા 3 હજાર 300 શિક્ષકોની થશે ભરતી

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યસરકાર 3 હજાર 300 શિક્ષકોની ભરતી કરવા જઈ રહી છે. આજે વિદ્યાસહાયકોની ભરતીનુ મેરિટ જાહેર થવાનુ છે. વધઘટ બદલી કેમ્પમાં કરવામાં આવશે .શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યુ કે શિક્ષકોની બદલીને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે…શિક્ષણ વિભાગે સામાન્ય વહીવટી વિભાગમાં ફાઈલ મોકલી છે..ટૂંક સમયમાં શિક્ષકી બદલી કેમ્પનું આયોજન કરવામાં આવશે..તેમ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યુ હતુ.  

આજે કામચલાઉ વિદ્યાસહાયકનું મેરીટ કરાશે જાહેર

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, આજે બપોરે 3.30 કલાકે કામચલાઉ મેરીટ યાદી જાહેર કરાશે. ઉમેદવારોને કોઈ ક્ષતિઓ હોય તો સુધારો કરવામાં આવશે. તો બીજી તરફ 17 માર્ચથી 23 માર્ચ સુધી સુધારા અરજી કરી શકાશે  

 
વોટ્સએપ 1 : Whatsapp
 
વોટ્સએપ 2 : Whatsapp
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *