ગુજરાત નવરાત્રી : ખૈલયાઓ થઈ જાવ તૈયાર નવરાત્રી મામલે સરકારે આપી આ છૂટ.. આવો જાણીએ ??

Navaratri 2021 1 1

 

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસની ઘાતક અસર ધીમે ધીમે ઓછી થઈ રહી છે, બીજી તરફ રસીકરણ મામલે પણ તંત્ર આગળ આવ્યું છે. આ વચ્ચે ગરબા રસીકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્ય સરકાર નવરાત્રી અંગે મોટા અને મહત્વના નિર્ણય લે તેવી શક્યાતાઓ દેખાઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી થનગાટ કરવા માટે યુવા ધન થનગની રહ્યું છે.

  • રાત્રીના 12 થી સવાર ના 6 વાગ્યા સુધી કરફ્યુ

  • કરફ્યુમાં એક કલાકની છુટ આપવામાં આવશે

  • શેરી ગરબા ને આપવામાં આવશે પરવાનગી

  • ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર કરવામાં આવશે જાહેરાત

  • કલબ પાર્ટીપ્લોટમાં ગરબા નહિ યોજાઈ.

ત્યારે આ વચ્ચે ખૈલયાઓ માટે મહત્વના એ અહેવાલ આવ્યા છે કે સરકાર અને તંત્ર કરફ્યુમાં એક કલાકની છુટ આપે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. બીજી તરફ ગરબા માત્રને માત્ર શેરીમાં યોજાય તે પણ શક્યતાઓ છે, આ મામલે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સત્તાવારરીતે જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોઈપણ ક્લબ અથવા પાર્ટીપ્લોટમાં ગરબા નહીં યોજાય.

Navaratri 2021 1
                                                                                                                                                         Navaratri 2021

રાત્રી કર્ફ્યૂના સમયમાં પણ અપાઈ છૂટછાટ 

ગૃહવિભાગે કરેલ જાહેરાત પ્રમાણે, કલબ કે પછી પાર્ટીપ્લોટમાં ગરબા યોજી શકાશે નહીં. તો આ સાથે જ નવરાત્રી દરમિયાન રાત્રી કર્ફ્યૂના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. રાત્રી કર્ફ્યૂનો સમયગાળો રાતના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો રહેશે. રાજ્ય સરકારના નિર્ણયને પગલે ખલૈયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. 

Navaratri 2021 4
Navaratri 2021

રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. સીએમની અધ્યક્ષતા હેઠળ ગૃહ વિભાગની બેઠક યોજાઇ હતી. જેમાં નવરાત્રિને લઇને મહત્વનો નિર્ણય કરાયો છે…જેમાં રાત્રિ કરફયૂને લઇને 1 કલાકનો સમય ઘડાટાયો છે…નવરાત્રિ દરમિયાન રાત્રિ કરફયૂ 12 થી 6 વાગ્યા સુધી રહેશે…જેથી ખેલૈયાઓ 12 વાગ્યા સુધી ગરબે ઘૂમી શકશે…તો પાર્ટી પ્લોટ કે ક્લબમાં ગરબાના આયોજનને પરવાનગી નથી અપાઇ માત્ર શેરી ગરબાને જ પરવાનગી આપવામા આવી છે.

 

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!