રાજ્ય સરકારે પાડ્યું નવું જાહેરનામું, ગુજરાતના 8 શહેરોમાં રાત્રિ કર્ફ્યુંમાં મળી રાહત! રાત્રિના 1 થી 5 સુધી રહેશે કર્ફ્યું

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર ઘટયો છે, બીજી તરફ તહેવારની સીઝન પણ શરૂ થઈ છે ત્યારે આ વચ્ચે સંક્રમણની બાબતને ધ્યાનમાં લેતા રાજ્યસરકાર દ્વારા ગૃહ વિભાગે નવું જાહેર નામું બહાર પાડ્યું છે. જેમાં ગુજરાતના 8 શહેરોમાં તારીખ 30-10-2021થી તારીખ 30-11-2021 સુધી દરરોજ રાત્રીના 01.00 કલાકથી સવારના 5.00 કલાક સુધી રાત્રિ કર્ફ્યુ અલમાં મુકવામાં આવ્યું છે.

 

restorant4

અનું નંબર શહેરનું નામ
1 અમદાવાદ શહેર
2 વડોદરા શહેર
3 સુરત શહેર
4 રાજકોટ શહેર
5 ભાવનગર શહેર
6 જામનગર શહેર
7 જુનાગઢ શહેર
8 ગાંધીનગર શહેર

 

જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમામ પ્રકારની દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી- ગલ્લાઓ, શોપિંગ કોમ્પલેક્ષ, માર્કેટીંગ યાર્ડ, ગુજરી/બજાર-હાટ/ હેરકટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વેપારીક ગતિવિધિ રાત્રિના 12.00 કલાક સુધી ખુલ્લા રહી શકશે.

 

  • દિવાળી અને તહેવાર નિમીત્તે કરફ્યૂમાં છૂટછાટ

  • રાત્રિના 1 થી 5 સુધી રહેશે કર્ફ્યું

  • 2 કલાકની મળી છૂટછાટ

  • 8 મનપામાં રાત્રિના 12 થી 6 સુધી હતો કરફ્યૂ

  • ગૃહ વિભાગે બહાર પાડ્યુ જાહેરનામુ

 

8 City Order dt.28.10.2021 page 001 960x1343 2

 

બીજી તરફ રેસ્ટોરેન્ટ્સમાં રાત્રિના 12.00 કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ 75% ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.Pને આધિન ચાલું રાખી શકશે. HOME DELIVERVY તથા TAKE AWAY પણ રાત્રિના 12.00 કલાક સુધી ચાલુ રાખી શકાશે.

hotel quarantine staff

 

સિનેમા હોલ 100% ક્ષમતા સાથે ચાલું રાખઈ શકાશે. નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમોનું આયોજન કોરોનાગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.Pને આધિન મહત્તમ 400 વ્યક્તિઓ પરંતુ, બંધ સ્થળોએ ક્ષમતાના 50%(વધારેમાં વધારે 400 વ્યક્તિઓની મર્યાદા સાથે કરી શકાશે. સ્પા સેન્ટરો નિયત કરેલા કોરોના ગાઈડલાઈન સાથે સવારે 9થી રાત્રિના 9 વાગ્યા સુધી ઓપન રાખી શકાશે.

8 City Order dt.28.10.2021 page 002 960x1342 1

સ્પા સેન્ટરોના માલિકો, સંચાલકો, કર્મચારી તથા સંકળાયેલા વ્યક્તિઓ માટે રસીનો પ્રથમ ડોઝ ફરજીયાત રહેશે. જે વ્યક્તિઓના RTPCR ટેસ્ટ પોઝિટીવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં RTPCR ટેસ્ટ પોઝિટીવ આવ્યાના 14 દિવસથી હોસ્પિટલી DISCHARGE SUMMARYની તારીખથી 90 દિવસ પૂર્ણ થયા પછી તુરંતજ રસીનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

 

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. Digital Gujarat Govવેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  Digital Gujarat Govસારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *