હવામાન વિભાગે એવું પણ કહ્યું છે કે આજથી લોકોને આકરી ગરમીમાંથી નજીવી પણ રાહત મળી શકે છે. કેમકે બુધવારથી બે-ત્રણ દિવસ માટે તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે.
ગુજરાતમાં (Gujarat) આકરા ઉનાળાની શરુઆત થઇ ગઇ છે. છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતના અનેક શહેરોમાં અસહ્ય ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન (weather) વિભાગે કરેલી હીટવેવ (Heatwave)ની આગાહી પ્રમાણે ગુજરાતમાં ગરમીનું જોર સતત વધી રહ્યું છે. અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં પાછલા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પાછલા એક અઠવાડિયાથી પ્રચંડ ગરમી પડી રહી છે. રાજ્યના 4 શહેરમાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. જો કે હવામાન વિભાગના મતે રાજ્યમાં આજે હીટવેવની શક્યતા નહિવત છે.
જેથી ગુજરાતમાં આકરી ગરમી સહન લોકોને આંશિક રાહત મળશે. અમદાવાદમાં સતત ત્રણ દિવસથી 42 ડિગ્રી કરતા વધારે ગરમી પડી રહી છે. આ ઉપરાંત વડોદરા, ભુજ, સુરેન્દ્રનગરમાં પણ ગરમીનું ટોર્ચર સતત લોકોને પરેશાન કરી રહ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમીને પગલે બપોરે માર્ગો સૂમસામ બને છે.
ઉનાળાની શરુઆત થઇ ગઇ છે ત્યારે આકરી ગરમી રહેવાની શક્યતા રહેતી હોય છે. તેને જોતા સન સ્ટ્રોકથી બચવા લોકોએ કેટલીક કાળજી રાખવી જરૂરી છે. જેથી કરીને ગરમીથી થતી બિમારીઓથી બચી શકાય. ગરમીથી થતી બીમારીઓથી બચવા ઘરની બહાર નિકળવાનું ટાળવું જોઈએ. દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવુ જોઇએ, છાશ, લીંબુ સરબત, ORS પીવુ જોઈએ, નાના બાળકો, સગર્ભા મહિલાઓએ ખાસ ધ્યાન રાખવુ જોઇએ, વૃદ્ધો બપોરના સમયે બહાર જવાનું ટાળો, આકરી ગરમીમાં બહારનો ખોરાક ખાવો જોઇએ નહીં. તો ખુલતા સફેદ સુતરાઉ કપડાં પહેરવા જોઇએ.
આ તો થઈ કાળજીની વાત પરંતુ હવે પછી ગરમી કેવી રહેશે એની પર પણ નજર કરીએ તો હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, કચ્છમાં બે દિવસ યલો એલર્ટની આગાહી કરી છે. એ જોતાં અહીં લોકોએ વધુ સાવચેત રહેવું પડશે. જોકે હવામાન વિભાગે એવું પણ કહ્યું છે કે આજથી લોકોને આકરી ગરમીમાંથી નજીવી પણ રાહત મળી શકે છે. કેમકે બુધવારથી બે-ત્રણ દિવસ માટે તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો