ટીમ ઈન્ડિયાના સ્પિનર હરભજન સિંહે (Harbhajan singh) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ

Harbhajan singh

 

ભારતના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે (Harbhajan singh) શુક્રવારે આંતરારષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે, હરભજન સિંહે (Harbhajan singh) વર્ષ 1998માં ડેબ્યું કર્યું હતું, અને હવે સંપૂર્ણ રીતે ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. માત્ર 17 વર્ષની ઉંમરમાં હરભજન સિંહે (Harbhajan singh) પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. અને આજે તેઓ 41 વર્ષના છે. હરભજન સિંહે (Harbhajan singh) વર્ષ 1998માં ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તે જ વર્ષે ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે 2006માં સાઉથ આફ્રિકા સામે ટી-20માં ડેબ્યૂ કર્યું હતું.

હરભજન સિંહ (Harbhajan singh) ની કારકિર્દી શાનદાર રહી છે. વર્ષ 2015 સુધી, તેમણે 103 ટેસ્ટ મેચમાં 417 વિકેટ લીધી જ્યારે બે સદીની મદદથી 2235 રન બનાવ્યા. 236 મેચોમાં, તેણે 269 વિકેટ લીધી અને 1237 રન બનાવ્યા. T-20ની વાત કરીએ તો અહીં તેમના નામે 28 મેચમાં 25 વિકેટનો સ્કોર છે. હરભજન સિંહ (Harbhajan singh) ભારત માટે અનિલ કુંબલે અને આર અશ્વિન પછી ત્રીજા સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર છે. હરભજન સિંહ (Harbhajan singh) આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી પણ રમી ચૂક્યા છે જેમાં તેમણે કુલ 150 વિકેટ લીધી હતી.

હરભજન સિંહ (Harbhajan singh) ની ખાસ ઓળખ આક્રમકતા હતી

ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરનાર હરભજન સિંહ (Harbhajan singh) લાંબા સમયથી રાષ્ટ્રીય ટીમથી દૂર ચાલી રહ્યો હતો, પરંતુ હવે તેણે આ નિર્ણય લઈને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. બાય ધ વે, જ્યારે હરભજન સિંહ (Harbhajan singh) નું નામ આપણા મગજમાં આવે છે, ત્યારે આવા આક્રમક ખેલાડીની છબી સામે આવે છે જે ટીમ માટે પૂરા જોશ સાથે રમતા હતા અને તે શૈલી તેની ખાસ ઓળખ હતી. ભજ્જીએ વર્ષ 2015માં ભારત માટે તેની છેલ્લી ટેસ્ટ અને ODI મેચ રમી હતી, જ્યારે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે વર્ષ 2016માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

ભજ્જીએ 16 વર્ષ સુધી દેશનું પ્રતિનિધિત્વ કર્યું

હરભજન સિંહે (Harbhajan singh) 1998માં ડેબ્યૂ કર્યું હતું અને છેલ્લે 2016માં બ્લુ જર્સીમાં જોવા મળ્યો હતો. તેણે 16 વર્ષ સુધી દેશનું ક્રિકેટ રમ્યું અને તે દરમિયાન તે ખૂબ જ સફળ રહ્યો. તેણે ભારતીય ટીમ માટે 103 ટેસ્ટ મેચ, 236 ODI અને 28 T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 417 વિકેટ લીધી છે, જ્યારે ODIમાં તેના નામે 269 વિકેટ છે, જ્યારે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં તે 25 વિકેટ લેવામાં સફળ રહ્યો છે.

હરભજન સિંહ (Harbhajan singh) ની IPL કરિયર

હરભજન સિંહે (Harbhajan singh) વર્ષ 2008થી આઈપીએલમાં રમવાનું શરૂ કર્યું હતું અને તેણે આ લીગમાં કુલ 163 મેચ રમી હતી. આ મેચોમાં તેના નામે કુલ 150 વિકેટ છે. વર્ષ 2020માં તેણે આઈપીએલમાં રમવાની ના પાડી દીધી હતી, જ્યારે વર્ષ 2021માં તેને KKR દ્વારા પોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો અને તેને માત્ર 3 મેચ રમવાની તક મળી હતી જેમાં તેને એક પણ વિકેટ મળી ન હતી. ભજ્જીએ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ પણ કરી હતી. હરભજન સિંહ (Harbhajan singh) ની  કપ્તાનીમાં મુંબઈની ટીમે વર્ષ 2011માં ચેમ્પિયન્સ લીગ 20-20નો ખિતાબ પણ જીત્યો હતો.  

ભજ્જીની ફિલ્મી કારકિર્દી

હરભજન સિંહે (Harbhajan singh) ‘મુઝસે શાદી કરોગે’ અને ‘સેકન્ડ હેન્ડ હસબન્ડ’ જેવી હિન્દી ફિલ્મોમાં અને પંજાબી ફિલ્મ ‘ભજ્જી ઇન પ્રોબ્લેમ’માં પણ કામ કર્યું હતું. આ સિવાય તેણે કેટલીક તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.      

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

👉આપ અમને Google News પર ફોલો કરો 👈

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!