23 માર્ચ સુધીમાં પાટીદારો સામેના કેસો પરત ખેંચવા હાર્દિક પટેલનું સરકારને આપ્યું અલ્ટીમેટમ..

ગુજરાતમાં ચૂંટણી પહેલાં ફરી એકવાર ક્રોગ્રેસ -ભાજપ વચ્ચેનું રાજકારણ ગરમાયું છે. એક  તરફ  તાજેતરમાં કોગ્રેસના દિગ્ગજ નેતા જયરાજસિંહ સહિત ઘણાં કોંગ્રેસીઓ ભાજપમાં જોડાવવાના છે. ત્યારે આજે કોગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા સરકારને અલ્ટીમેટમ આપ્યું છે.

 
પાટીદાર યુવાનોએ અનેક વખત રજૂઆત કરી
23 માર્ચ સુધીમાં કેસો પરત ખેંચવા સરકારને રજૂઆત કરી. સાથે જ સરકારને એવું પણ કહ્યું કે વિનંતી અને ચેતવણી બંને છે.હાર્દિક પટેલે અલ્ટીમેટમ આપીને એવી માગ કરી છે કે 23 માર્ચ સુધી સરકાર યુવાનો પર લાગેલા કેસ પરત ખેંચે. જો સરકાર પરત નહીં ખેંચે તો પાટીદાર યુવાનો ફરી વખત આંદોલન કરશે. ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન વખતે રાજ્યમાં 400થી વધુ અલગ અલગ ગુન્હાઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યા હતાં, જે પૈકી આનંદીબેન મુખ્યમંત્રી કાળમાં સરકારે 140 જેટલા કેસ પરત ખેંચ્યા હતાં પરંતુ હજુ પણ અંદાજિત 200 જેટલા કેસ પાટીદારો પર કેસ નોંધાયેલા છે, જે પરત ખેંચવા સરકારને પાટીદાર યુવાનોએ અનેક વખત રજૂઆત કરી છે, છતાં સરકારે કોઈ પગલાં લીધા નથી. ત્યારે આ કેસ પરત ખેંચવા પાટીદારોએ વધુ એક વખત આંદોલનનો માર્ગ પકડ્યો છે.
 

ધારાસભ્યોને ગુલાબ આપી રજૂઆત કરશે
હાર્દિક પટેલે અલ્ટીમેટમ આપીને કહ્યું કે,’ આંદોલન સમયના મારા પર 32 કેસ છે જે સરકાર પરત ન ખેંચે પરંતુ અન્ય યુવાનો પર જે કેસ લાગ્યાં છે તે સરકાર પરત ખેંચેં.હાર્દિક પટેલે આ મુદ્દે સરકારને અલ્ટીમેટમ આપતા કહ્યું કે આ કેસોના કારણે અનેક યુવાનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ બીજા અનેક વર્ગોના યુવાઓને આ આંદોલનથી ફાયદો થયો છે. કેસ પરત ખેંચાય તે માટે હાર્દિક પટેલ ભાજપના ધારાસભ્યોને ગુલાબ આપી રજૂઆત કરશે તેમજ આંદોલનમાં જોડાવવા વિનંતી કરશે. તે 6 માર્ચે શહીદ પરિવારોને સાથે રાખીને આ મુદ્દે સંવાદ પણ કરશે.
 

સરકારી યોજનોઓ અને  લેટેસ્ટ ન્યુઝ  ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ

:https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

👉આપ અમને Google News પર ફોલો કરો 👈
 
  નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *