ગાંધીનગર : તરછોડાયેલા બાળકનું સાચું નામ શિવાંશ છે.. સંઘવીએ જુઓ બીજા શું ખુલાસા કર્યા

ગાંધીનગરમાં તરછોડાયેલા બાળક મામલે (Gandhinagar Abandoned child case Update)ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi)પ્રેસ કોન્ફરન્સ કરી ઘણા ખુલાસા કર્યા

Shivash

  • સ્મિતના પિતાનું નામ સચિન દિક્ષિત છે 
  • ગાંધીનગરના સેક્ટર-26માં રહે છે સચિન દિક્ષિત 
  • સચિન દિક્ષિત વડોદરામાં ખાનગી કંપનીમાં કરે છે નોકરી
  • માતા-પિતાના ઝઘડામાં માસૂમ બાળકને તરછોડ્યું
  • સફેદ કલરની એક કાર કબજે લેવાઇ 
  • સફેદ કાર GJ-1 KL 7363 નંબરની કાર કબજે કરાઇ
  • સચિન દિક્ષિતની રાજસ્થાનના કોટાથી થઇ ધરપકડ

ગાંધીનગરમાં તરછોડાયેલા બાળક મામલે (Gandhinagar Abandoned child case Update)ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi)પ્રેસ કોન્ફરન્સ કરી ઘણા ખુલાસા કર્યા છે. હર્ષ સંઘવીએ (Harsh Sanghvi Press conference) કહ્યું હતું કે આખી રાત મીડિયાની ટીમ, પોલીસની ટીમે મહેનત કરી, પેથાપુરના નાગરિકો પણ સાથે જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર દિપ્તી બહેને જશોદા બનીને માતાની જેમ પ્રેમ આપ્યો છે. આખી રાત સ્મિત સાથે રહ્યા હતા. તેમનો આભાર માનું છું. મીડિયા તરફથી પણ ઘણી મદદ મળી છે તેમનો આભાર માનું છું.

તેમણે કહ્યું હતું કે બાળકના પિતા સેન્ટ્રો ગાડીમાં આવ્યા હતા. બાળકના પિતાનું નામ સચિન કુમાર નંદકિશોર દિક્ષિત છે. તેઓ વહેલી સવારે રાજસ્થાન ચાલ્યા ગયા છે. સચિન વડોદરાની એક કંપનીમાં નોકરી કરે છે. તે કાલે જ વડોદરાથી ગાંધીનગર આવ્યો હતો. બાળકનું સાચું નામ શિવાંશ છે અને તે હાલ 7 થી 8 મહિનાનું છે. પ્રાથમિક દ્રષ્ટીએ તપાસ કરતા આ બાળક સચિનની પત્નીનું નથી.

ગૃહ રાજ્યમંત્રી કહ્યું હતું કે 190થી વધારે પરિવારોના મારા પર ફોન આવ્યા કે અમારે દત્તક લેવું છે. પોલીસ ઓફિસરના સંબંધીઓ પણ આ બાળકને રાખવા તૈયારી દર્શાવી હતી. ગાંધીનગર પોલીસ ડિપાર્ટમેન્ટનો ઘણો આભાર માનું છું. બાળકના પિતાને રાજસ્થાનથી પકડી લીધો છે. તે ગાંધીનગર આવશે પછી વધારે માહિતી સામે આવશે. તેમણે કહ્યું હતું કે બાળકના માતા-પિતાને શોધવા પોલીસની 14 અલગ-અલગ- ટીમો કામે લાગી હતી

સચિનને રાજસ્થાનના કોટામાંથી ઝડપ્યો​​​​​​​

માસૂમ સ્મિતના પિતા અંગે જાણવા મળતી વિગતો અનુસાર, બાળકના પિતા સચિન દિક્ષિત મૂળ મધ્યપ્રદેશનો વતની છે અને ગાંધીનગરમાં ડી-35, સેક્ટર-26માં ગ્રીનસિટી સોસાયટી રહે છે. તે વડોદરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. બાળકને તરછોડ્યા બાદ તે રાજસ્થાન તરફ ભાગી ગયો હતો અને પોલીસે તેની રાજસ્થાનના કોટામાંથી ઝડપ્યો છે. હાલ તેના ઘરે કોઇ ન હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છેકે, વાલી-વારસોને શોધવા માટે પોલીસની 8 ટીમ તૈયાર કરાઈ હતી, જેમાં એલ.સી.બી અને એસ.ઓ.જી.ની 4 ટીમ તથા 2 ટીમ મહિલા પોલીસ અને 2 સ્થાનિક પોલીસની ટીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે પેથાપુર સ્વામીનારાયણ ગૌશાળા નજીકથી ગઇકાલે રાત્રે મળી આવેલ બિનવારસી બાળક મળી આવ્યું હતું.

બાળકને તરછોડ્યા બાદ પરિવાર ગાયબ

વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે, આ દિક્ષિત દંપતી સેક્ટર 26માં આવેલી ગ્રીનસિટી સોસાયટીમાં સંયુક્ત પરિવારમાં રહે છે અને બાળકને તરછોડ્યા બાદ પરિવારના ચાર સભ્યો ઘરે તાળું મારીને જતાં રહ્યાં હતાં. પોલીસને પ્રાથમિક વિગતો મળ્યા બાદ ત્યાં પૂછપરછ માટે પહોંચી હતી, પરંતુ પાડોસીઓ તરફથી પણ પોલીસને સંતોષજનક જવાબ મળ્યો ન હતો.

 

દંપતીને પકડવા પોલીસ રાજસ્થાન પહોંચી

દંપતી અંગે હાલ પોલીસ દ્વારા કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે મળેલી વિગતો અનુસાર એસઓજી પીઆઇ સચિન પવાર આ કેસની તપાસ કરી રહ્યાં છે. બાળકને તરછોડનારને પકડવા માટે પોલીસે 100થી વધુ ફૂટેજ ચેક કર્યા હતા. કાર ઘરેથી મળી આવી હતી. દંપતીને ગાંધીનગર લાવવામાં આવ્યા બાદ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લા પોલીસ વડાના સુપરવિઝન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાંચના એચ પી ઝાલા, જે એચ સિંધવ, SOG પીઆઈ સચિન પવાર, સહિતની ટીમની સરાહનીય કામગીરી કરી છે.

તરછોડાયેલા બાળકને ‘સ્મિત’ નામ મળ્યું, ગૃહમંત્રીની અપીલ-આજે ખરા અર્થમાં તમારા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો

 

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *