તરછોડાયેલા બાળકને ‘સ્મિત’ નામ મળ્યું, ગૃહમંત્રીની અપીલ-આજે ખરા અર્થમાં તમારા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો

ગાંધીનગર : ગાંધીનગર (gandhinagar) માં તરછોડાયેલા બાળક મામલે હાલ પોલીસ પણ ગૂંચવાઈ છે. આખરે કેમ ક્યાંયથી પણ બાળકના વાલીનો કોઈ સંપર્ક થઈ નથી રહ્યો છે. પોલીસ ગાંધીનગરના સીસીટીવી ફંગોળી રહી છે, જેથી માસુમના માતાપિતા સુધી પહોંચી શકાય. પરંતુ હજી સુધી કોઈ સમાચાર મળ્યા નથી. તો બીજી તરફ, ગાંધીનગરમાં તરછોડાયેલા આવેલા બાળકને દત્તક લેવા માટે સરવાણી ફૂટી છે. અનેક લોકો બાળકને જોવા અને તેને દત્તક લેવાની માહિતી મેળવવા સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યાં છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવી (Harsh Sanghvi) પણ બાળકને મળવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. 

Child Harsh saghvi

  • ક્યાં છે બાળકના માતા-પિતા ?
  • બદલો લેવાની ભાવનાથી બાળકને તરછોડાયું?
  • બાળકને તરછોડનાર શખ્સ કોણ?
  • કોણ છે આ બાળકના માતા-પિતા?
  • બાળકના પરિવારને શોધવા ડિજિટલ ગુજરાત ન્યૂઝ ની અપીલ

પેથાપુરમાં હૃદયને હચમચાવી નાંખે તેવી ઘટના બની છે. અજાણ્યો વ્યક્તિ એક બાળકને સ્વામિનારાયણ ગૌશાળા (Baby found from Swaminarayan Gaushala)  પાસે મૂકીને ફરાર થઇ ગયો હતો. આ બાળક એકથી દોઢ વર્ષનું હોવાનું માનવામાં આવી રહ્યુ છે. જોકે, આ ઘટના સીસીટીવીમાં (CCTV) કેદ થઇ છે. જે પરથી પોલીસ તંત્ર પણ આ વ્યક્તિને શોધવામાં લાગ્યું છે. હાલ આ બાળકને સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) રાખવામાં આવ્યો છે. આ અંગે ન્યૂઝ18ગુજરાતીએ રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) સાથે પણ વાત કરી હતી. તેમણે વિશ્વાસ અપાવ્યો છે કે, આ બાળકના અપરાધીઓને જલ્દીમાં જલ્દી શોધી નાંખવામાં આવશે. આ સાથે ડિજિટલ ગુજરાત ન્યૂઝ ની પણ અપીલ છે કે, આ બાળકની તસવીર બને તેટલી વધારે શેર કરો જેથી આ બાળકને તેના માતાપિતા મળી જાય.

મારી માં ક્યાં…?
આંગળી ઝાલનાર બાપ ક્યાં ?
સ્મિતનો પરિવાર ક્યાં ?
સ્મિતના ચહેરા પર સ્મિત ક્યારે ?
માં મારે ઘરે આવવુ છે..

 

જલ્દીમાં જલ્દી અપરાધી સામે હશે

આ અંગે રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમારી સાથે ખાસ વાતચીત કરી હતી. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, ગઇકાલે રાતે પેથાપુરમાં જે આ ઘટના બની છે તે બાદ હું સીધો જ પોલીસની ટીમ સાથે સંપર્કમાં છું. જિલ્લા પોલીસ વડા દ્વારા આ ઘટનામાં અનેક ટીમો બનાવવામાં આવી છે. સીસીટીવીનાં માધ્યમથી આસપાસનાં વિસ્તારોમાં તપાસ ચાલી રહી છે કે, કોઇ બાળક ગૂમ થયુ છે કે, નહીં, આ સાથે અનેક એન્ગલો પરથી પણ તપાસ ચાલી રહી છે. હું વિશ્વાસ અપાવું છું કે, ઝડપથી જે કોઇ આરોપી હશે તે સામે આવશે. પોલીસની ટીમો આ અંગે કામ કરી રહી છે અને આ ફોટો બધે આપવામાં આવ્યો છે. આ બાળકને ત્યજવા પાછળનું કારણ પોલીસ તપાસનો વિષય છે. આ અંગે તપાસ બાદ જે પણ માહિતી આવશે તે આપવામાં આવશે.

મુખ્યમંત્રી બાળક માટે સૂચના આપી – ગૃહરાજ્ય મંત્રી

હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, પોલીસની સાત ટીમ અલગ અલગ એન્ગલથી તપાસ કરી રહી છે. સીસીટીવીના તપાસ ચાલી રહ્યાં છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (crime branch) ને પણ તપાસમાં જોડવા સૂચના અપાઈ છે. ટીમે આખી રાત કરી છે, અને તે હજી પણ ચાલુ છે. આશા છે કે, જલ્દી જ બાળકને મૂકી જનાર શખ્સ પકડાશે. લોકોની લાગણી આ બાળક સાથે છે. આજે મુખ્યમંત્રી પણ આ મામલે સૂચના આપી છે. અમે તબીબોને પણ બાળકની યોગ્ય તપાસ કરવા આદેશ આપ્યા હતા. હાલ બાળક એકદમ સ્વસ્થ છે. ભાજપના કોર્પોરેટર દિપ્તીબેન અને પૂર્વ ધારાસભ્ય રાતથી જ બાળકની સારસંભાળ રાખી રહ્યાં છે. મારી જનતાને અપીલ છે કે, આ તસવીરને તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી બતાવો. બાળક વિશે કોઈ પણ માહિતી હોય તો આપો. જેથી પોલીસને કેસ સોલ્વ કરવામાં વધુ મદદ મળશે. સોશિયલ મીડિયાનો તમે આજે સાચા અર્થમાં ઉપયોગ કરી શકશો, આ તક તમારા હાથમાં છે.

નોંધનીય છે કે, મળી આવેલા બાળકને હાલ સિવિલિ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું છે. જ્યાં પ્રાથમિક તારણમાં તો બાળક સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે. જેથી બાળકને પિડ્યાટ્રિક વિભાગમાં રાખવામાં આવ્યો છે.

6 1633763921

બાળક મળ્યાની જાણ થતાં કોર્પોરેટર દીપ્તિબેન અને તેમના પતિ પોલીસ મથક દોડી આવ્યા

બાદમાં સ્વામીના કહેવાથી પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી, જેને પગલે પેથાપુર પોલીસ મથકના એએસઆઇ હર્ષરાજસિંહ સ્ટાફના માણસો સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. જેમણે ઉપરી અધિકારીને પણ બનાવની જાણ કરી હતી. શરૂઆતમાં બાળકને પેથાપુર પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ દ્વારા બાળકની સારસંભાળ રાખવામાં રાખવામાં આવી હતી. ત્યારે થોડીવારમાં બાળક મળ્યાની જાણ થતાં વોર્ડ નંબર-2નાં કોર્પોરેટર દીપ્તિબેન અને તેમના પતિ ડો. મનીષ પટેલ તાબડતોબ પોલીસ મથકે દોડી આવ્યાં હતાં.

કોર્પોરેટર રાખી રહ્યા છે સંભાળ

વોર્ડ નંબર બેનાં કોર્પોરેટર દિપ્તીબેન પટેલ હાલ આ બાળકની સંભાળ રાખી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, આ બાળક પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા પાસેથી મળી આવ્યુ હતુ. જે બાદ અમે ત્યાં પહોંચ્યા અને પોલીસને જાણ કરી. જે બાદ તેની તબિયત સારી છે કે નહીં તે અંગેના રિપોર્ટ માટે બાળકને સિવિલમાં લઇ આવવામાં આવ્યું છે. તેના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. રાતે બાળકને દૂધ પીવડાવ્યું અને તે સૂઇ ગયું હતું. જે બાદ સવારે ઉઠ્યું જે બાદ દૂધ પીવડાવ્યું અને થોડીવાર રમીને સૂઇ ગયું છે. બાળક હાલ એકદમ તંદૂરસ્ત છે.

gnd baby
બાળકની તસવીર

બાળક દેખાવથી બહારના રાજ્યનું હોવાનું અનુમાન

બાળકના દેખાવ પરથી તે બહારના રાજ્યનું હોવાનું પણ પોલીસ અનુમાન લગાવી રહી છે. ત્યારે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ રાજ્યના પોલીસવડાઓને પોતાના જિલ્લામાં બાળક ગુમ થયા અંગેની કોઈ જાણકારી હોય તો તેની તપાસના આદેશો આપી દેવાયા છે. બીજી તરફ, ગાંધીનગર પોલીસ દ્વારા શહેરના સીસીટીવી ફૂટેજ ચકાસણી કરવામાં આવી રહ્યા છે તેમજ અત્રેના વિસ્તારમાં મોબાઇલ ટાવરના ડેટા એકત્ર કરવામાં આવી રહ્યા છે, જેમાં ડમ્પ ડેટા એટલે કે બાળક ત્યજી દેવાના સમયથી તેની આગળ-પાછળના કલાકોમાં કેટલા મોબાઇલ એક્ટિવ હતા, કયા સર્વિસ પ્રોવાઈડરનાં સિમ કાર્યરત હતાં અને નેટ સર્ફિંગ ક્યાં ક્યાં મોબાઇલમાં ચાલુ હતું. ઉપરાંત આ એક્ટિવ મોબાઈલના આઉટગોઈગ અને ઇનકમિંગ ઈન કોલનો પણ ડેટા મેળવવામાં આવી રહ્યો છે.

ના વાલીને શોધવા તમામ પ્રયાસ હાથ ધરાયા છે
બાળક ના વાલીને શોધવા તમામ પ્રયાસ હાથ ધરાયા છે

100 પોલીસ કર્મી બાળકના વાલીને શોધવામાં લાગ્યા

100 થી વધુ પોલીસ કર્મીઓ બાળકના પરિવારજનને શોધવામાં કામે લાગી. તો 7 જેટલી મહિલા પોલીસની ટીમને પણ કામમાં સામેલ કરાઈ છે. બાળકના વાલીને શોધવા માટે 70 થી વધુ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે. તો સાથે જ સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોને પણ જાણ કરાઈ છે. ઓવર ઓલ ઇન્ડિયના સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોને પણ ટેલિફોનિક જાણ કરાઈ છે, જેથી વહેલામાં વહેલી તકે બાળકના વાલીવારસ સુધી પહોંચી શકાય. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમો પણ તપાસમાં જોડાઈ છે. LCB ના ઉચ્ચ અધિકારીઓ ગૌશાળા પહોંચ્યા છે. ગૌશાળાના સંચાલક બાપજી ગૌશાળાથી રવાના થયા છે. અલગ અલગ દિશામાં LCB એ તપાસ શરૂ કરી છે. ગાંધીનગરમાં બાળક જ્યાંથી મળી આવ્યું તે નજીકના વિસ્તારમાં અંડરપાસ પાસેના CCTV તપાસવા પણ આદેશ કરાયા છે.

ડિજિટલ ગુજરાત ન્યૂઝ ઈચ્છે છે કે, આપ તમામ વાચકો આ મેસેજને બને તેટલો વધુ વાયરલ કરી માસુમ બાળકને તેના માતા પિતાનો ભેટો થઇ જાય તે માટે મદદરૂપ બનશો.

 

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

One thought on “તરછોડાયેલા બાળકને ‘સ્મિત’ નામ મળ્યું, ગૃહમંત્રીની અપીલ-આજે ખરા અર્થમાં તમારા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *