તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ આજે 23 December 2021 દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? (Aaj nu RashiBhavishya).
મેષ : અ. લ. ઇ. (Aries)
આ દિવસે બિનજરૂરી તણાવ લેવાનું ટાળવું જોઈએ. નોકરિયાત લોકોએ બોસની સાથે જ્ઞાન પ્રદર્શિત કરવાની કોશિશ ન કરવી નહિતો નારાજગીનો સામનો કરવો પડશે, વિવાદિત મામલાઓમાં સાવધાન રહેવાની જરૂર છે નહિતો મામલો કોર્ટ સુધી પહોંચશે.
વૃષભ : બ.વ.ઉ. (Taurus)
આજના દિવસે કેટલીક મોટી જવાબદારીઓ માટે માનસિક રીતે તૈયાર રહવું. ઓફિસ ગોસિપથી દૂર રહેવું હિતાવહ છે. આજના દિવસે સ્વાસ્થ્યની તકેદારી લેવી જરૂરી છે.
મિથુન : ક.છ.ઘ. (Gemini)
આજના દિવસે નિર્ણયો ખૂબ જ સમજી-વિચારીને લેજો. અજાણ્યા અથવા બિનઅનુભવી વ્યક્તિની સલાહ પર કામ કરવું ભારે પડી શકે છે. જો ઇન્ટરવ્યુ આપવાનું હોય તો સંપૂર્ણ તૈયારી કરી લેવી. સાયટિકા જેવી સમસ્યાનો સામનો કરવો પડે.
કર્ક : ડ.હ. (Cancer)
આજે ગુસ્સા પર કાબૂ રાખવો નહિ તો પરિસ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે. કાર્યક્ષેત્ર પરિવર્તનની શક્યતા. અભિનય કલા સાથે જોડાયેલા લોકોને કલા પ્રતિભા બતાવવાનો મોકો મળશે.
સિંહ : મ.ટ. (Leo)
આજે કામકાજમાં સાવધાની રાખવી નહિ કો નુકશાન સહન કરવું પડશે.સંતાનોને નોકરી કે અભ્યાસ માટે દૂર મોકવા અંગે નિર્ણય લેવાઇ શકે છે.
કન્યા : પ.ઠ.ણ. (Virgo)
આજે મન વિચલિત રહશે, નાણાકિય બાબતો અંગે તકેદારી રાખવી, કૌટુંબિક જમીન સંબંધિત વિવાદમાં રાહતના સામાચાર મળી શકે છે.
તુલા : ર.ત. (Libra)
આજે સકારાત્મક લોકો સાથે વધુ રહો. તમારે તમારી જાતને નકારાત્મકતાના દાયરામાં ફસવાથી બચાવવાની જરૂર છે. ઓફિસમાં વિવાદની સ્થિતિ બની શકે છે, ઉતાવળમાં નિર્ણય લેવાથી નુકસાન થઈ શકે છે.
વૃશ્ચિક : ન.ય. (Scorpio)
આજે સંજોગો તમારા નિયંત્રણની બહાર જતા જણાય છે, તેથી ધીરજ ન ગુમાવો. શાણપણ અને વિશ્વાસ એકત્ર કરીને ખંતથી આગળ વધો. ઓફિસમાં કામમાં બેદરકારી ન રાખો. કમાણી માટે વધુ નવા માધ્યમો શોધવાની જરૂર છે.
ધન : છ ભ.ધ.ઢ.ફ. (Sagittarius)
આજનો દિવસ આનંદ અને ઉત્સાહથી ભરેલો રહેશે. જો તમે ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો તો અવશ્ય જાવ. કાર્યસ્થળ પર સહકર્મીઓનું વર્તન પરેશાન કરી શકે છે.ઘરમાં બધાનો સહયોગ મળશે.
મકર : ખ.જ. (Capricorn)
આ દિવસે વધુ ખર્ચ થવાની શક્યતા છે, જો કોઈની પાસેથી ઉધાર લીધેલ હોય તો આજે તેને પરત કરવું પડી શકે છે. માનસિક તણાવ વધી શકે છે.
કુંભ : ગ.શ.સ. (Aquarius)
આજે માનસિક દબાણ વધારે રહી શકે છે, સાથે જ વધુ જવાબદારીઓનો બોજ ઉઠાવવાની પણ તૈયારી રાખવી પડશે. વેપારી વર્ગે ગ્રાહકો વધારવા માટે તેમની સુવિધાઓ પર ધ્યાન આપવું પડશે. યુવા વર્ગે જાતને વધુ અપડેટ કરવી જરૂરી. આજે મોજ મસ્તી માટે સમય કાઢી શકો છો.
મીન : દ.ચ.ઝ.થ. (Pisces)
આજે પરિસ્થિતિ થોડી મૂંઝવણભરી રહેશે, આર્થિક સ્થિતિ સુધારવા માટે ઘણી મહેનત કરવી પડશે. વાહન ચલાવતી વખતે ખાસ ઘ્યાન આપો..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈
👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈
👉આપ અમને Google News પર ફોલો કરો 👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક પેજ ને “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!