Rajkot : રાજકોટ જળબંબાકાર, ઘરોમાં 5 ફૂટ સુધી પાણી ભરાયા, માથાડૂબ પાણીમાં દોરડા વડે રેસ્ક્યૂ ઓપરેશનના

8 1631517313

ભાદરવા મહિનામાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે. રાજકોટ(Rajkot) જિલ્લાને મેઘરાજાએ બાનમાં લીધું છે. સાડા 10 ઇંચ વરસાદમાં શહેર આખું જળબંબાકાર બની ગયું છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં 5-5 ફૂટ સુધી પાણી ભરાય ગયો છે.  જેમાં શહેરનાં લલુડી વોકળીનો આખો વિસ્તાર જળબંબાકાર બની ગયો છે. મકાનોમાં 5-5 ફૂટ સુધી પાણી ભરાતા લોકો ઘરમાં જ ફસાયા છે. ત્યારે ફાયર અને પોલીસ વિભાગ દ્વારા રસ્તા પર માથાડૂબ પાણીમાં દોરડા વડે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી દીધું છે.

આજી નદી ગાંડીતૂર બનતા કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા

રાજકોટ(Rajkot) શહેરમાં ગઇકાલ રાતથી જ મુશળધાર વરસાદ પડી રહ્યો છે જે બંધ થવાનું નામ જ લેતો નથી. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોની હાલત બહુ જ કફોડી બની છે. તેમજ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ફાયર અને પોલીસ વિભાગે રેસ્ક્યૂ ઓપરેશ તેમજ સ્થળાંતરની કાર્યવાહી હાથ ધરી છે. કેવડાવાડી નજીક લલુડી વોકળી વિસ્તારમાં ફાયર વિભાગ અને પોલીસ દ્વારા દોરડા બાંધી 25 લોકોને સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા છે. આજી નદીના આસપાસના વિસ્તારોમાં પણ લોકોને એલર્ટ કરાયા છે. આજી નદી ગાંડીતૂર બનતા રામનાથ મહાદેવ મંદિરમાં પાણી ઘૂસી ગયા છે.

ગાયત્રીનગરમાં પાણી પાણી.

સ્થાનિકોએ લાઈવ રેસ્ક્યૂ કર્યું

અધિકારીઓ દ્વારા જવાબદારીની ફેંકાફેકી થતા બેદરકારીની અને પ્રિમોન્સુનની કામગીરીની પોલ ખુલી છે તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના આગેવાને એક પણ પલનો વિચાર કર્યા વિના અને અધિકારીઓની રાહ જોયા વિના અનેક લોકોને બચાવ્યા છે. હજુ પોલિસ સિવાય કોરર્પોરેનનો એક પણ અધિકારી ફરક્યા નથી. રાજકોટ વોડ નં.14માં આવેલા હાથીખાના વોકળામાં અધિકારીઓની બેદરકારીને કારણે અનેક લોકો પાણીમાં ફસાયા છે. હાલ 50થી વધારે લોકોને વોકળાના પૂરમાથી કાઢી રેસ્ક્યૂ કરતા કોંગ્રેસ અગ્રણી રણજીત મુંધવા સહિતના લોકો અને પોલીસ સ્ટાફ સાથે રેસ્ક્યૂ કરી રહ્યાં છે

નીચાણવાળા વિસ્તારો જળમગ્ન.

હજુ 24 કલાક રાજકોટ માટે ભારે

હજુ 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે તંત્ર એલર્ટ મોડ પર છે. રાજકોટ(Rajkot) મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરા સહિતના અધિકારીઓ સ્થળ પર તૈનાત છે. રાજકોટ(Rajkot)માં ભારે વરસાદને કારણે શહેરના રસ્તા પર 4થી 5 ફૂટ પાણી ભરાયા છે. રાજકોટ(Rajkot)ના રસ્તા પર જાણે દરિયો ઘૂઘવાટા કરતો હોય તેવા પાણીના મોજા ઉછળી રહ્યાં છે.

ભક્તિનગર પોલીસ લોકોની વહારેકેવડિયાવાડી વિસ્તારમાં પાણી ભરાયા.

રાજકોટ(Rajkot)માં સૌથી વધુ નીચાણવાળો વિસ્તાર કોઠારિયા અને સોરઠિયાવાડી વિસ્તાર છે. અહીં માથાડૂબ પાણી ભરાયા છે. આથી ભક્તિનગર પોલીસ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોય તેવા લોકોની વહારે આવી છે. આજી નદી બની ગાંડીતૂર બનતા શહેરનો થોરાળાનો જૂનો પુલ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. નવો પુલ ચાલુ અને જૂના થોરાળા વિસ્તારના પુલ પરપાણી ફરી વળ્યા છે. પુલની ગ્રિલ પણ તૂટી ગઇ છે.

નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત.

અસંખ્ય બાઇક અને રિક્ષા ચાલુ વરસાદમાં બંધ પડી

રસ્તા પર 4થી 5 ફૂટ પાણી ભરાતા અસંખ્ય બાઇક અને રિક્ષાઓ બંધ પડતા લોકો પરેશાન બન્યા છે. રાજકોટ(Rajkot)ની ખોખળદળ નદીમાં પૂર આવતા રસ્તાઓ બંધ થયા છે. ખોખળદડ નદીમાં પૂર આવતા પૂરના પાણી ઘરમાં ઘૂસ્યા છે.વેલનાથપરા વિસ્તારમાં લોકોના ઘરમાં પૂરના પાણી ઘૂસ્યા છે. ખોખળદડ નદીમાં પૂર આવતા લોકોના ઘરમાં 4 ફૂટ સુધી પાણી ભરાયા છે. ગોંડલ(Gondal)માં પણ ભારે વરસાદને કારણે રસ્તા પર 3થી 4 ફૂટ પાણી ભરાયા છે.

ઠેર ઠેર પાણી જ પાણી.

જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા મનપા કમિશનરની અપીલ

રાજકોટ(Rajkot) શહેરમાં ગત રાત્રિથી વરસી રહેલા ભારે વરસાદ આજે પણ યથાવત રહ્યો છે. ત્યારે નાગરિકો આવશ્યક અને જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળે એવી મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ ખાસ અપીલ કરી છે.

આજી નદી બેકાંઠે વહેતા પુલ પર પાણી ફરી વળ્યાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *