આ લોકોએ દૂધનું સેવન કરતા પહેલા રાખવી સાવધાની, નહીં તો…

milk

દૂધને એક સંતુલિત આહારના રૂપમાં ગણવામાં આવે છે કેમકે તેમાં તમામ પોષક તત્વો મળી રહે છે. બાળપણથી જ દૂધ પીવા પર ભાર મૂકવામાં આવે છે. તેમાં કેલ્શિયમ વધારે હોવાથી તે હાડકાને મજબૂત કરે છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે દૂધનું સેવન કેટલું યોગ્ય છે તે પણ એક સવાલ છે. તેમાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે જે શુગર લેવલ વધારી શકે છે. આ સિવાય ડેરી પ્રોડક્ટના સેવનમાં પણ વધારે ધ્યાન આપવું જરૂરી બને છે.

y9BICin5h1NvCMqS3abDbH99XId7w9RBhbjNe3bH

દૂધ તમારા માટે ખતરો ન બને તે માટે રહો સાવધાન

  • દૂધ કે તેની પ્રોડક્ટ્સ અનેક લોકોના ડાયટનો ભાગ છે. કેમકે આ કેલ્શિયમનો સારો સોર્સ છે તેમાં ફેટ અને કાર્બ્સ બંનેનું પ્રમાણ વધારે હોઈ શકે છે. જે ડાયાબિટીસના દર્દીને માટે રિસ્કી હોઈ શકે છે.
  • 1 કપ સંપૂર્ણ મિલ્કમાં 150 કેલેરી, 6-7 ગ્રામ ફેટ અને 12 ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે જ્યારે ઓછા ફેટવાળા દૂધમાં 120-122 કેલેરી હોય છે. 10-12 ગ્રામ સુધીની ફેટ, 11 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે.
  • ફેટ ફ્રી એક કપ દૂધમાં 84 કેલેરી, 1 ગ્રામથી ઓછા ફેટ અને 10-12 ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે.
  • હાઈ ફેટ ડાયટ અને ડાયાબિટીસના કારણે કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝનું રિસ્ક વધી શકે છે. ડાયટમાં ફેટનું પ્રમાણ કંટ્રોલ કરીને આ રિસ્કને ઘટાડી શકાય છે પણ ડાયટથી ફક્ત અનહેલ્ધી ફેટ્સને ઘટાડવાનું છે કેમકે સારા ફેટ્સ હેલ્થ માટે જરૂરી છે.
  • સામાન્ય રીતે દૂધમાં મળનારા ફેટ્સ અનહેલ્ધી હોય છે. દૂધમાં રહેલા કાર્બોહાઈડ્રેટ્સ, બ્લડમાં બ્રેકડાઉન બાદ શુગરમાં કન્વર્ટ થઈ જાય છે. એવામાં વધારે દૂધનું સેવન બ્લડ શુગર વધારી શકે છે.

કેવી રીતે રાખશો ધ્યાન

  • ડાયાબિટિસના દર્દીએ ખાન પાનની ચીજોનું ધ્યાન રાખવું. દૂધ પી શકો છો પણ તેનું પ્રમાણ યોગ્ય રાખવું.
  • ફેટ ફ્રી દૂધનું સેવન કરી શકાય છે.
  • દૂધ એટલું જ લેવું જેનાથી વધારે કાર્બ્સ શરીરમાં
  • દૂધ એટલું જ લેવું જેનાથી વધારે કાર્બ્સ શરીરમાં ન જઈ શકે. 
  • એક વારમાં થોડું દૂધ પીવાથી તેની બ્લડ શુગર પર શું અસર છે તે ચેક કરી શકાય છે.
  • આ હોઈ શકે છે દૂધના અન્ય વિકલ્પ
  • ડાયાબિટીસના દર્દીને માટે દૂધના અનેક વિકલ્પ છે. જેને તેઓ પસંદના આધારે યૂઝ કરી શકે છે. તેમાંથી એક છે બદામનું દૂધ, નારિયેળનું દૂધ, બકરીનું દૂધ, અખરોટ, મગફળી અને ચોખા. 

 

અસ્વીકરણ : લેખમાં દર્શાવેલ સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈપણ ફિટનેસ જીવનપદ્ધતિ અથવા તબીબી સલાહ શરૂ કરતા પહેલા કૃપા કરીને ડૉક્ટરની સલાહ લો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp