IKHEDUT પોર્ટલ 2023: ખેડૂતો માટે સબસીડી યોજનાઓ, માટે ઓનલાઇન અરજી શરૂ

IKHEDUT પોર્ટલ 2023: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક સબસીડી યોઅજનઓઅ ચલાવવામા આવે છે. ખેડૂતો ને વિવિધ પાક ઉગાડવા અને ખેતી માટે ટ્રેકટર, પંપસેટ જેવી સાધનસામગ્રી ખરીદવા માટે IKHEDUT પોર્ટલ 2023 પર ઓનલાઇન અરજીઓ કરવાની હોય છે. હાલ ખેડૂતો માટે ખેતીવાડી વિભાગની વીવીધ યોજનાઓ માટે સબસીડી માટે IKHEDUT પોર્ટલ 2023 ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લુ મૂકવામા આવ્યુ છે.

IKHEDUT પોર્ટલ 2023

યોજના IKHEDUT પોર્ટલ સબસીડી યોજનાઓ
વિભાગ ખેતીવાડી વિભાગ
અમલીકરણ ગુજરાત રાજ્ય સરકાર
યોજનાનો હેતુ ખેતીવાડી ની વિવિધ યોજનાઓ
વિભાગનું નામ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી મોડ ઓનલાઇન
ઓફીસીયલ પોર્ટલ ikhedut.gujarat.gov.in
 અરજી કરવાની છેલ્લી તારીખ 5/6/2023
લાભાર્થી ગુજરાત રાજયના ખેડૂતો

 

IKHEDUT Subsidy 2023

IKHEDUT પોર્ટલ 2023 ખેતીવાડી ખાતાની વિવિધ સબસીડી યોજનાઓ માટે ૫/૦૬/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલ્લાકે ખુલ્લું મુકવામાં આવશે

જેમાં નીચેના ઘટકોમાં સબસીડી માટે ઓનલાઈન અરજી થઈ શકશે. જેમ જેમ વિવિધ ઘટકો માટે ઓનલાઇન અરજી શરૂ થશે તેમ લીસ્ટમા બતાવશે.

 • ખેતરમા ગોડાઉન
 • ટ્રેકટર
 • રોટાવેટર
 • કલ્ટીવેટર
 • પ્લાઉ
 • લેન્ડ લેવલર (સુપડી)
 • ડીસ હેરો
 • રીઝર
 • ચાફકટર
 • રીપર (ડાંગર કાપવાનુ સાધન)
 • રીપર કમ બાઇન્ડર
 • લેસર લેન્ડ લેવલર
 • પાવર વીડર
 • પાવર ટીલર
 • પોસ્ટ હોલ ડીગર
 • બ્રશ કટર
 • વિનોવિંગ ફેન

 

IKHEDUT ડોકયુમેન્ટ લીસ્ટ

 • ખેડૂત જમીનની નકલ 7-12 અને 8-અ ને નકલો
 • જંગલીય વિસ્તારના રહેવાસી હોય તો ટ્રાઈબલ લેન્‍ડ રેકોર્ડ
 • રેશનકાર્ડની નકલ (Ration Card)
 • ખેડૂતની આધારકાર્ડની નકલ (Aadhar Card)
 • બેંક ખાતાની પાસબુક
 • અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ(ST)નું સર્ટિફિકેટ હોય તો
 • અરજદાર જો વિકલાંગ હોય તો વિકલાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર (જો હોય તો)
 • ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખાતેદારોના સંમતિપત્રક
 • આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની માહિતી
 • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
 • જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો

 

Ikhedut Online Apply અરજી પ્રોસેસ

વર્ષ 2023-24 માટે IKHEDUT પોર્ટલ 2023 પર બાગાયત વિભાગની વીવીધ સબસીડી યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરવા માટે તમારા ગામના ગ્રામ પંચાયત મા VCE નો સંપર્ક કરી શકો. જો તમે જાતે જ ઓનલાઇન અરજી કરવા માગતા હોય તો નીચેના સ્ટેપ મુજબ ઓનલાઇન અરજી કરી શકો છો.

 • સૌ પ્રથમ Ikhedut Online Apply કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ ikhedut.gujarat.gov.in ઓપન કરો.
 • તેમા બાગાયત વિભાગની યોજનાઓ માટે વીવીધ ઘટકોનુ લીસ્ટ દેખાશે.
 • આ વીવીધ ઘટકો પૈકી તમે જે ઘટક માટે ઓનલાઇન અરજી કરવા માંગતા હોય તેની બધી શરતો ધ્યાનથી વાંચી લો.
 • ત્યારબાદ તેની સામે આપેલ ઓનલાઇન અરજી કરો ઓપ્શન પર ક્લીક કરો.
 • તેમા સૌ પ્રથમ તમારી નામ,સરનામુ, મોબાઇલ નંબર જેવી વિગતો ભરો.
 • આગળના ઓપ્શનમા તમારી ખાતેદાર ખેડૂત તરીકેની વિગતો સબમીટ કરો.
 • છેલ્લી તમારી આખી અરજી ધ્યાનપૂર્વક વાંચી તેને ફાઇનલ સબમીટ આપો.
 • હવે આ અરજીની પ્રીંટ કાઢી લો.
 • જો તમારુ જે બેંક મા ખાતુ હોય તે બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની બાગાયતી કચેરીનો સંપર્ક કરવો.
 • અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.
 • જે વિગતો આગળ લાલ * છે તે બધી વિગતો ભરવી ફરજીયાત છે.
 • અને જરૂરી ડોકયુમેન્ટ સાથે તમારા જિલ્લાના બાગાયત વિભાગની ઓફીસે જમા કરાવી દો.

 

ખેડૂતો માટે સબસીડી યોજનાઓ

ખેડૂતો IKHEDUT સબસીડી યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરવા રાહ જોતા હોય છે. ત્યારે આ વિવિધ યોજનાઓ માટે તા. 31-5-2023 સુધી ઓનલાઇન અરજી કરી શકાસે. જેમા ખાસ કરીને ટ્રેકટર સહાય માટે ખેડૂતો વધુ અરજી કરતા હોય છે. આ ઉપરાંત ડ્રેગન ફ્રુટ વાવેતર માટે સહાય, ડ્રીપ માટે પાણીના ટાંકા બનાવવા માટે સહાય વગેરે યોજનાઓ માટે પણ ઓનલાઇન અરજીઓ ચાલુ છે.

 

IKHEDUT સબસીડી યોજના પ્રોસેસ

IKHEDUT માટે ની વિવિધ સબસીડી યોજનાઓ માટે સૌ પ્રથમ ઓનલાઇન અરજી કરી જરૂરી ડોકયુમેન્ટ સાથે લાગૂ પડતી કચેરીમા જમા કરાવવાની હોય છે. ત્યારબાદ કમ્પ્યુટરાઇઝડ ડ્રો દ્વારા લાભાર્થી ની પસંદગી કરવામા આવે છે. ત્યારબાદ તમારે જે તે વસ્તુની ખરીદી કરવાની હોય છે. ત્યારબાદ સબસીડીની બેંકખાતા મા ચુકવણી કરવામા આવે છે.

IKHEDUT પોર્ટલ 2023 અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp
image