ગુજરાતમાં હવામાનખાતાએ કરી આગાહી, આ વિસ્તાર માં પડશે વરસાદ

rain

ગુજરાતમાં માર્ચના મધ્યથી જ લોકોએ ગરમીનો સામનો કર્યો છે. જેમાં હિટવેવની અસરને કારણે કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હિટવેવની અસર ઘટતા તાપમાનમાં એકથી ચાર ડિગ્રીનો ઘટાડો થયો છે. જેના કારણે લોકોને ગરમીથી સામાન્ય રાહત મળી છે.

  • આગામી 24 કલાકમાં 2થી 4 ડિગ્રી તાપમાન ઘટશે

  • સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં 25થી 27 માર્ચે વરસાદી ઝાપટાં

  • ગુજરાતના વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા

તાપમાનનો પારો 38 ડિગ્રી રહેતા ગરમી વર્તાઈ

જોકે, હજુ તાપમાનનો પારો 38 ડિગ્રીની આસપાસ રહેતા બપોરે ગરમી વર્તાઈ રહી છે. ત્યારે ગરમીના હજુ 70 દિવસો બાકી હોવાની સાથે સાથે કાળઝાળ ગરમીની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવે 4થી 5 દિવસ હિટવેવની આગાહી નથી. જેના કારણે ગરમ પવનમાંથી રાહત પડશે. આગામી 24 કલાક તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાવવાની શકયતા છે. અને 24 કલાક બાદ 2 થી 4 ડીગ્રી ઘટશે.

સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu

માર્ચ મહિનામાં નોંધાયેલા આંકડાએ રેકોર્ડ તોડી દીધો

ચાલુ વર્ષે ઉનાળામાં માર્ચના મધ્યમાં જ તાપમાન 40 ડિગ્રી ઉપર પહોંચી ગયું છે. એપ્રિલ અને મે મહિનામાં તો તાપમાન વધીને 43 થી 44 ડિગ્રી પહોંચી જાય છે. આ ઉનાળામાં માર્ચ મહિનામાં નોંધાયેલા આંકડાએ રેકોર્ડ તોડી દીધો હતો. ત્યારે હવામાન વિભાગનું અનુમાન છે કે, લૂમાંથી આગામી 4થી 5 દિવસ રાહત રહેશે. જોકે અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી કાળઝાળ ગરમીનો અહેસાસ પછી આજે વાતાવરણ પલટો જોવા મળ્યો છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. વાદળછાયા વાતાવરણના કારણે ગરમીથી થોડી રાહત મળશે.

ગુજરાતના વાતાવરણ પલટો આવે તેવી શક્યતા

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ગરમી વધતા અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાંથી ભેજ ઉપર આવતા વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. એકથી બે દિવસ ગરમીમાંથી રાહત મળશે. 25થી 27 માર્ચનાં દરમિયાન સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કોઈ ભાગમાં વરસાદી હળવા ઝાપટા પણ પડી શકે છે. આ ઉપરાંત 31 માર્ચના ગુજરાતના વાતાવરણ પલટો આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.  

 
વોટ્સએપ 1 : Whatsapp
 
વોટ્સએપ 2 : Whatsapp