ઇન્ડોનેશિયા(indonesia) માં 13 વિદ્યાર્થીનીઓ પર દુષ્કર્મ, 8 પ્રેગનન્ટ, શિક્ષકને ફાંસીની સજા

ઇન્ડોનેશિયા(indonesia) ની એક કોર્ટે ઇસ્લામિક શાળામાં 13 વિદ્યાર્થીનીઓ પર બળાત્કાર કરવા બદલ શિક્ષકને મૃત્યુદંડની સજા સંભળાવી છે. અગાઉ આ શિક્ષકને આજીવન કેદની સજા થઈ હતી. જેનો ફરિયાદ પક્ષે વિરોધ કર્યો હતો અને ફાંસીની સજાની માંગણી કરી હતી.

આ મામલો એટલા માટે પણ ચર્ચામાં આવ્યો હતો કારણ કે શિક્ષક હેરી વિરાવનના આ કૃત્ય બાદ ઈન્ડોનેશિયા (indonesia) માં ધાર્મિક બોર્ડિંગ સ્કૂલોની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા હતા. એ વાતની જરૂરિયાત મહેસૂસ થવા લાગી હતી કે આ બાળકોને આવી શાળાઓમાં કેવી રીતે સુરક્ષિત રાખવામાં આવે.

ફેબ્રુઆરીમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી

અગાઉ શિક્ષક હેરી વીરવનને ફેબ્રુઆરીમાં બાંડુંગમાં આવેલી સીટી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારબાદ ફરિયાદ પક્ષે આ કેસમાં ફાંસીની સજા માટે અપીલ કરી હતી.

સોમવારે બંધુગ હાઈકોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો હતો. જે નિવેદન કોર્ટની વેબસાઈટ પર રજૂ કરવામાં આવ્યું છે. તેમના કહેવા પ્રમાણે કોર્ટે કહ્યું કે અમે આ કેસમાં આરોપીને ફાંસીની સજા આપીએ છીએ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp