રાજસ્થાનના તમામ મંત્રીઓએ રાજીનામું આપ્યું, અશોક ગેહલોત આવતીકાલે નવી ટીમ બનાવશે

રાજસ્થાન : રાજસ્થાનના જયપુરમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના નિવાસસ્થાને મંત્રી પરિષદની બેઠક દરમિયાન તમામ મંત્રીઓએ રાજીનામું આપી દીધું હતું. પીસીસીની બેઠક રવિવારે મળવાની છે. આ પછી ગેહલોત પોતાનું નવું ટીએમ બનાવશે.

 

Ashok gehlok

રાજસ્થાનના જયપુરમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના નિવાસસ્થાને શનિવારે રાજસ્થાન મંત્રી પરિષદની બેઠક દરમિયાન તમામ મંત્રીઓએ રાજીનામું આપી દીધું હતું. સીએમ અશોક ગેહલોત રવિવારે પોતાની નવી ટીમ બનાવશે. પીસીસીની બેઠક રવિવારે મળવાની છે. પ્રતાપ સિંહ ખાચરિયાવાસે જણાવ્યું કે અમને રવિવારે બપોરે 2 વાગ્યે PCC ઓફિસ જવા માટે કહેવામાં આવ્યું છે. અહીં બેઠક બાદ મુખ્યમંત્રી રાજ્યપાલ કલરાજ મિશ્રાને મળે તેવી શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું કે શપથવિધિ રવિવારે સાંજે યોજાય તેવી શક્યતા છે. ગોવિંદ સિંહ દોતાસરા, હરીશ ચૌધરી અને રઘુ શર્માએ શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લેખિતમાં રાજીનામું આપી દીધું છે. અગાઉ શનિવારે, ગેહલોત અને રાજસ્થાન માટે એઆઈસીસીના મહાસચિવ અજય માકન તેમજ પીસીસીના વડા દોતાસરાએ કિસાન વિજય દિવસની સભાને સંબોધિત કરી હતી. આ પછી માકન અને ગેહલોત એક હોટલમાં મળ્યા હતા.

 

gehlot mla

રાજસ્થાનના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે. રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. જેને પગલે રાજસ્થાનના તમામ મંત્રીઓએ મુખ્યમંત્રી અશોક ગેહલોતને પોતાના રાજીનામાં આપી દીધા છે. આવતી કાલે તમામ નવા મંત્રીઓની શપથ વિધિ યોજાશે.
રાજસ્થાન કોંગ્રેસમાં ખેંચતાણના અહેવાલો વચ્ચે પંજાબની જેમ જ પાર્ટી રાજસ્થાન સરકારમાં પણ મોટા ફેરફારો કરવાના મૂડમાં છે. રાજસ્થાનમાં ટૂંક સમયમાં કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે. આ અંગે મુખ્યમંત્રી અશોક ગેહલોતના સીએમ નિવાસ પર કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે બેઠકમાં કેટલાક મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા ​છે. આ પહેલા જ્યારે કેબિનેટના વિસ્તરણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે સીએમ અશોક ગેહલોતે કહ્યું કે કેબિનેટમાં ફેરબદલ કાલે પણ થઈ શકે છે, તે ગમે ત્યારે થઈ શકે છે.

મંત્રીઓના નામ પર થઇ સહમતી

રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર જયપુર પહોંચી ગયા છે. સૂત્રો મુજબ, આજે સાડા 6 વાગે મળેલ મંત્રી પરિષદની બેઠકમાં મંત્રીઓના રાજીનામાં લેવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે નવા મંત્રીઓના નામ પર પક્ષમાં સહમતી સધાઈ ગઈ છે. બીજી બાજુ, અજય માકન તે ધારાસભ્યોને ફોન કરીને માહિતી આપશે જેમને મંત્રી બનાવવામાં આવશે. મંત્રીપરિષદની બેઠક પહેલા મુખ્યમંત્રી નિવાસસ્થાને જતા તમામ રસ્તાઓ પર મીડિયા માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

gehlot 2

આ ધારાસભ્યોને બનાવી શકાય છે મંત્રી

નવી કેબિનેટ માટે સચિન પાયલટ કેમ્પમાંથી મંત્રી પદ માટે સંભવિત નામો સામે આવી રહ્યા છે. જેમાં હેમારામ ચૌધરી, બ્રિજેન્દ્ર ઓલા, દીપેન્દ્ર સિંહ શેખાવત, રમેશ મીના અને મુરારીલાલ મીનાના નામ સામેલ છે. બીજી બાજુ, ગેહલોત કેમ્પમાંથી સંભવિત નામોમાં BSP તરફથી રાજેન્દ્ર ગુડા, અપક્ષ ધારાસભ્ય મહાદેવ ખંડેલા, સંયમ લોઢા, કોંગ્રેસના ધારાસભ્યો માંથી મહેન્દ્રજીત સિંહ માલવિયા, રામલાલ જાટ, મંજુ મેઘવાલ, ઝાહિદા ખાન અને શંકુતલા રાવતનો સમાવેશ થાય છે.

તેમના રાજીનામા સ્વીકારી શકાય છે

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજીનામા બાદ જે પણ મંત્રીઓને મંત્રી પદ પરથી હટાવવાના છે. તેઓના રાજીનામા સ્વીકારવામાં આવશે અને જેમને યથાવત રાખવાના છે તે નામંજૂર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય મંત્રી ભજનલાલ જાટવ, રાજેન્દ્ર યાદવ અને સુખરામ બિશ્નોઈના રાજીનામા સ્વીકારવામાં આવે તેવી શક્યતા છે. 200 સભ્યોની વિધાનસભામાં 15 ટકા એટલે કે 30 મંત્રી બનાવી શકાય છે. નવ જગ્યાઓ પહેલેથી જ ખાલી છે. શુક્રવારે ત્રણ મંત્રીઓના રાજીનામા બાદ ખાલી જગ્યાઓની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે. ત્રણ મંત્રીઓના રાજીનામા સ્વીકારાયા બાદ ખાલી જગ્યાઓની સંખ્યા વધીને 15 થઈ ગઈ છે. સીએમ અને માકન વચ્ચે થયેલી ચર્ચામાં 12 નવા મંત્રી બનાવવા પર સહમતિ બની છે. મંત્રીઓની ત્રણ જગ્યાઓ ખાલી રાખવામાં આવી શકે છે.

 

15 સંસદીય સચિવ પણ બનાવી શકાય છે. અશોક ગેહલોતે નિવેદન આપતા જણાવ્યું હતું કે મને ખબર નથી કે શું નિર્ણય લેવામાં આવશે. તે કાં તો હાઈકમાન્ડ જાણે છે અથવા તો અજય માકન જાણે છે. જે કામ માટે અજય માકન આવ્યા છે તે પણ કરવાનું છે.

ગઈકાલે સર્જાયેલા રાજકીય ઘટનાક્રમમાં રાજસ્થાનના પ્રભારી અજય માકન જયપુર પહોંચ્યા હતા અને રાજસ્થાનના 3 મંત્રીઓ શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ જોટાસરા, મહેસૂલ મંત્રી હરીશ ચૌધરી અને આરોગ્ય મંત્રી રઘુ શર્માના રાજીનામાની જાહેરાત કરી હતી. ત્રણેય મંત્રીઓએ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખીને રાજીનામું આપવાની રજૂઆત કરી છે. કોંગ્રેસ સંગઠનમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે ત્રણેય મંત્રીઓના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે.

વધુમાં વધુ 30 મંત્રીઓ હોઈ શકે છે

અજય માકને ગઈકાલે રાત્રે જયપુર પહોંચીને પત્રકારોને પાર્ટી માટે કામ કરવા માંગતા ત્રણ મંત્રીઓના રાજીનામા અંગે જણાવ્યું હતું. જ્યારે દોતાસરા પીસીસી ચીફ છે. હરીશ ચૌધરી અને રઘુ શર્મા અનુક્રમે પંજાબ અને ગુજરાતમાં પાર્ટી બાબતોના પ્રભારી છે. તેમના રાજીનામા બાદ કેબિનેટમાં મંત્રીઓની સંખ્યા 21 થી ઘટાડીને 18 કરી દેવામાં આવી છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી સહિત વધુમાં વધુ 30 મંત્રીઓ હોઈ શકે છે. નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટની છાવણીએ તેમના સમર્થકોને સરકારમાં સમાવવાની માગણી સાથે કેટલાક મહિનાઓથી ફેરબદલની માંગ ઉઠાવી હતી. કોંગ્રેસના ધારાસભ્યો ઉપરાંત સરકારને સમર્થન આપનારા અપક્ષો અને બસપામાંથી કોંગ્રેસમાં જોડાયેલા ધારાસભ્યોને પણ ફેરબદલથી આશા છે. ગેહલોતે તાજેતરમાં સંકેત આપ્યો હતો કે ટૂંક સમયમાં ફેરબદલ થશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

 

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!