કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે રાજીનામું આપ્યું

આ વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે રાજ્યમાં ત્રણ પક્ષ આ ચૂંટણીમાં પોતાની પાર્ટીને જીત અપાવવા માટે તૈયારી કરી રહ્યા છે. બુધવારે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમારે પાર્ટીથી ભારોભાર નારાજ હોવાનાં અહેવાલ સામે આવ્યા હતા. જયરાજસિંહે વેદના ઠાલવતા કહ્યું કે, ‘કોંગ્રેસ પાર્ટીનાં નેતાઓ કોઇના નથી, મે પાર્ટી છોડી દીધી છે રાજનીતિ નહી’.

રાજ્યમાં પહેલા જ કોંગ્રેસ પાર્ટી પોતાના અસ્તિત્વ માટે જંગ લડી રહી છે, ત્યારે હવે વધુ એક નેતામાં નારાજ થવાથી કોંગ્રેસને મોટો ફટકો પડે તેવા પૂરા એંધાણ હાલમાં દેખાઇ રહ્યા છે. તાજેતરમાં જ જયરાજસિંહ પરમારે તેમના ફેસબુક પેજ પર કાર્યકર્તાઓને સંબોધતા પત્ર લખ્યો છે.

આ પત્રમાં શું જણાવ્યું વાંચો…

 

 

પીઢ કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાયા

જિલ્લાના પીઢ કોંગ્રેસી આગેવાનો ભાજપમાં જોડાયા હતા. જેમાં અધ્યક્ષ સીઆર પાટીલ, મહામંત્રી રજની પટેલની આગેવાનીમાં ભગવો ધારણ કરવામાં આવ્યો હતો. જેમાં મહેસાણા જિલ્લા પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાજુભા દરબાર, બહુચરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વાધુભા જાડેજા, બહુચરાજી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રણુભા બીજેપીમાં જોડાયા હતા. તથા મહેસાણા જિલ્લાના 150 થી વધુ આગેવાનો તેમજ માંડલ તાલુકાના કોંગ્રેસી આગેવાનો ભગવો ધારણ કર્યો હતો.  

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

👉આપ અમને Google News પર ફોલો કરો 👈

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *