ગ્રીષ્મા વેકરીયા હત્યાકેસ માં સુનવણી આજે ટળી, જાણો નવી તારીખ

સુરતના બહુચર્ચિત ગ્રિષ્મા હત્યા કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ગ્રિષ્મા હત્યા કેસમાં 21મી એપ્રિલે ચુકાદો આવશે. બચાવ પક્ષના વકીલ કોર્ટમાં ન પહોંચતા સુનાવણી ટળી છે. ઉલ્લેખનીય છે કે કહેવામાં આવી રહ્યું હતું કે આજરોજ ગ્રિષ્માના હત્યાના આરોપીને સજા સંભળાવી શકાય છે, જોકે આજે સુનાવણી ટળી ગઈ છે. ગ્રિષ્મા વેકરિયાના હત્યાના આરોપી ફેનીલને ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં સુરત કોર્ટમાં લાવવામાં આવ્યો હતો.

સુરતના ચકચારી ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસનો ચુકાદો 21મી એપ્રિલના રોજ આવી શકે છે. બચાવ પક્ષના વકીલ હાજર ન હોવાથી કોર્ટમાં મુદ્દત પડી. જે બાદ આરોપી ફેનિલને કોર્ટમાંથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરત જેલમાં લઇ જવાયો. કોર્ટમાં મૃતક ગ્રીષ્માનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યો. જો કે કેસમાં મુદ્દત પડતા પરિવારજનોની આંખોમાં અશ્રુ આવ્યા. ગ્રીષ્માના માતા કોર્ટ પરિસરમાં રડી પડ્યા. ગ્રીષ્માના પરિવારે આરોપી ફેનિલને જન્મટીપ અથવા ફાંસીની સજા મળે તેવી માંગ કરી છે. ગ્રીષ્માના પરિવારજનોએ કહ્યું કે અમને સરકાર અને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે.

કોર્ટમાં દૈનિક ધોરણે સુનવણી શરૂ હતી. બચાવ પક્ષ દ્વારા રજૂ કરાયેલા મુદ્દાઓના મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાળાએ જવાબ આપતા આ કેસમાં આવેશમાં આવીને એકાએક હત્યા કરવા કે પછી સ્વરક્ષણ માટે કરાયેલી હત્યાનો કેસ નથી. આરોપીએ ખૂન માટે અગાઉથી તૈયારી કરી હતી અને તેને અંજામ આપવા માટે એક પ્રોફેશનલ કિલરને પણ શરમાવે તેવી તૈયારી કરી હતી. સરકાર પક્ષે જણાવાયું હતું કે, ફરિયાદ પક્ષે ચાર્જશીટ મુજબ આરોપી સામે લગાડાયેલી કલમ 302, 307, 342, 354 અને 506 (2) સહિતની તમામ કલમ હેઠળના આરોપો પુરવાર કરવા માટે દલીલો કરી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *