આ રાશિના જાતકોને ભોળાનાથની કૃપાથી ધંધામાં મળશે પ્રગતિ, દરેક મનોકામના થશે પૂરી

Rashifal 21 06 2022

મેષઃ– નાણાંકીય બાબતોમાં લાભ મળશે. આદ્યાત્મમાં રૂચિ વધશે. કરેલા કાર્યો વિલંબે પૂરા થતા જણાય. ભાગ્ય સારૂં છે. માતૃપક્ષથી લાભ મેળવી શકાશે. સંતાન તરફથી ચિંતા રહેશે. સ્નાયુનો દુઃખાવો પરેશાન કરે. વિદેશ સંબંધી બાબતોથી લાભ મળશે.

વૃષભઃ– કવિતા, સંગીત જેવી બાબતોમાં રસ વધશે. અભિમાન વધશે. સ્ત્રી તથા સંતાન તરફથી લાભ મળશે. નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી. દેવું કરવાથી દૂર રહેવું. મિત્રોથી લાભ મળશે. નાની મુસાફરીની શક્યતા છે.

sm 01 Mesh 02 Vrushabh 41rekv

 

મિથુનઃ– દીલમાં અજંપો રહે. આર્થિક બાબતોમાં ફાયદો જણાય. પરિવારમાં સુખ શાંતિનો અનુભવ થાય. કરેલા કાર્ય ભાગ્યને આધારે સફળ થતા જણાય. જીવનસાથીની તબિયતની ચિંતા રહે. ધંધામાં સંઘર્ષ કરવો પડે.

કર્કઃ– માનસિક ચિંતા હળવી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સ્નેહ વધે. મિત્રોથી સારા સમાચાર મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. વિદ્યાર્થી મિત્રો માટે વધુ મહેનત જરૂરી. ખોટા ખર્ચ ટાળવા.

sm 03 Mithun 04 Kark cE6phS

સિંહઃ– ધંધામાંથી આવક વધતાં આનંદની અનુભૂતિ થાય. પરિવારના તમામ સભ્યો સાથે સુમેળ વધે. રોકાણોમાંથી આવક મળવાના યોગ બને. સંતાન તરફથી ચિંતા. નોકરીમાં બઢતી, બદલીના સંજોગો શક્ય બને.

કન્યાઃ– વાણીને કારણે આવક વધતી જણાય. ભાગ્યનો સાથ મળવાથી આનંદ. કાર્ય સફળતા અનુભવાય. મિલકતના પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ આવે. નવું વાંચવા, જાણવાનો યોગ બને. આંખની કાળજી જરૂરી.

sm 05 Sinh 06 Kanya tzcUuJ

તુલાઃ– સંઘર્ષ બાદ કાર્ય સફળ થતા જણાય. ખોટું લાગે એવા પ્રસંગો ઉપસ્થિત થતાં જણાય. સ્વાસ્થ્ય અંગે સાનુકુળતા જણાય. ધાર્મિક આયોજનોમાં પસાર થાય. દિવસ દરમ્યાન મિશ્રફળ અનુભવાય.

વૃશ્ચિકઃ– નવા કાર્ય તથા નવા રોકાણ કરી શકાય. નાના-ભાઇ બહેનની જવાબદારી વધે. આવક તથા ખર્ચનું પ્રમાણ સરભર કરી શકાય. ભાગીદારોથી અસંતોષ રહે. ગળાના રોગોથી સાચવવું.

sm 07 Tula 08 Vrushchik uvZB4E

ધનઃ– દિવસ દરમ્યાન અજંપો રહે. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કરેલા કાર્યોથી પૂર્ણ સંતોષ ન મળે. અચાનક આરોગ્ય બગડે. પડવા-વાગવા-અગ્નિથી સાચવવું. તમામ બાબતોમાં જીવન સાથીનો સહકાર મળે.

મકરઃ– દિવસ દરમ્યાન આનંદ ઉત્સાહમાં વધારો થાય. માન-સન્માનમાં વૃદ્ધિ થાય. આવકનો સ્ત્રોત વધતો જણાય. પરિવારના સભ્યોની જવાબદારી ઉઠાવી પડે. આરોગ્યની કાળજી રાખવી.

sm 09 Dhanu 10 Makar 5seGvE

કુંભઃ– ગુસ્સામાં વધારો થાય. આવક અંગે ચિંતા રહે. નાના-ભાઇ બહેનને વાઇરલ ઇન્ફેક્શનથી સાચવવું. દેવું કરવાથી દૂર રહેવું. પૈસા ફસાઇ જાય. વિદેશના સંબંધોથી લાભ મેળવી શકાય.

મીનઃ– જુના ગુરૂ-શિક્ષકોને મળવાના યોગ થાય. વડીલોની આમન્યા જળવાય. આદ્યાત્મિક પ્રગતિ થાય. સંતાનથી પ્રેમ વધારે મળે. સ્ત્રી વર્ગથી લાભ થાય. ડાયાબીટીસ અને વાયુ રોગોથી પરેશાની વધે.

sm 11 Kumbh 12 Meen GQYTW6

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp