કાલાવડ : આપણે ત્યા કહેવત છે જરૂરિયાત જ આવિષ્કાર ની જનની છે ખરેખર આ વાત સાબિત ગુજરાત ના એક ખેડુતે કરી બતાવી છે. આ સમયે કોઈ ખેડૂત ફરી બળદથી ખેતી કરી રહ્યા છે તો કોઇ મજબૂરીથી ટ્રેક્ટરનો ઉપયોગ કરી રહ્યા છે.હાલ ના સમય મા પેટ્રોલ અને ડિઝલ ના ભાવ મા સતત વધારો થય રહ્યો છે. અને લોકો ઈલેક્ટ્રીક વાહનો ખરીદવા માટે દોટ મુકી છે ત્યારે જેના પાસે પહેલા થી જ પેટ્રોલ અને ડિઝલ ના વાહનો છે તેવો હવે મુજાયા છે. ગુજરાતના નાના એવા ગામ ના ખેડૂતે પોતાની આગવી સુજબુજ થી અનોખુ ઈલેક્ટ્રીક ટ્રેકટર બનાવ્યુ છે જેમા ડીઝલ કરતા ઘણો ઓછો ખર્ચ આવે છે.
કાલાવડ તાલુકાના પીપર ગામના ખેડૂત મહેશભાઈ ભૂતે પોતાની આગવી સૂઝબૂઝથી બેટરીથી ચાલતું ટ્રેક્ટર બનાવ્યું છે. સાત મહિના મહેનત બાદ ખેડૂત પોતે જાતે બનાવેલા ઇલેક્ટ્રિક ટ્રેક્ટરની મદદથી ખેતી કરી રહ્યા છે. ત્યારે આ ટ્રેક્ટરને જોવા માટે આસપાસનાં ગામોના લોકો પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.
મહેશભાઈ એ આ ટ્રેકટર સાત મહિના ની સખત મહેનત બાદ બનાવ્યુ છે અને તેવો એ દાવો કર્યો છે કે કોઈપણ ખેડૂત આ બેટરી સંચાલિત ટ્રેકટર વસાવે તો તે જીરો મેઇન્ટેન્સમાં પોતાની ખેતી કરી શકે છે. મહેશભાઈ ની ઉમર કેટલી અને કેટલો અભ્યાસ કર્યો છે એની વિશે પણ જાણીશું ..
ત્યારે આવો જાણીએ આ બેટરી દ્વારા ચાલતા ટ્રેકટર વિશે જાણીએ કે આ ટ્રેકટર બનાવતા કેટલો સમય અને કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે
કેટલી પડતર કિંમતમાં આખું ટ્રેક્ટર તૈયાર થઈ જાતું હશે
મહેશભાઈ ભૂતે જણાવ્યું હતું કે કોઈપણ ખેડૂત આ બેટરી દ્વારા ચાલતા ટ્રેકટર વસાવે તો તે જીરો મેઇન્ટેન્સમાં પોતાની ખેતી કરી શકે છે. જો ખેડૂત ડીઝલ ટ્રેક્ટરથી ખેતી કરે તો તેને દર એક કલાકે 100થી 125 સુધીનો ખર્ચ લાગે છે, કારણ કે એમાં ઓઈલ, ડીઝલ સહિતનો ખર્ચ વધુ લાગે છે. જ્યારે ઇલેક્ટ્રિક ટ્રેક્ટરમાં ખેડૂતને દર એક કલાકે માત્ર ને માત્ર 15થી 20 રૂપિયાનો જ ખર્ચ લાગે છે, આથી એનો ખેતીખર્ચ ઓછો લાગે છે. હાલના વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવને જોતાં ઇલેક્ટ્રિક ટ્રેક્ટર સાવ સસ્તું અને બિનખર્ચાળ છે. આ બેટરી દ્વારા ચાલતા ટ્રેક્ટર હાલ અંદાજિત સાડાપાંચ લાખ રૂપિયાની આજુબાજુમાં પડતર કિંમતમાં થાય છે, પરંતુ જો સરકાર આ બેટરી સંચાલિત ટ્રેક્ટરમાં સબસિડી જેવી યોજનાઓ લાગુ કરે તો આ ટ્રેક્ટર ત્રણથી સાડાત્રણ લાખમાં ખેડૂતને પડતર કિંમતમાં પડે તો ખેડૂતને સારો લાભ મળવાપાત્ર છે.
ટ્રેક્ટર બનાવવામાં માટે કેટલો સમય લાગ્યો હશે:
મહેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે મારી પાસે અત્યારસુધી ડીઝલ એન્જિન સાથેનું ટ્રેક્ટર હતું, જે ખેતી કરવામાં બહુ જ મોંઘું પડતું હતું. ડીઝલ ટ્રેક્ટર એક કલાક ચાલતું ત્યારે એક કલાકમાં જ 100થી 125 રૂપિયા ખર્ચ થઇ જતો હતો, આથી મને વિચાર આવ્યો કે ઇલેક્ટ્રિક કાર અને બાઇક આવે છે. એમ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર પણ બનાવીએ. બાદમાં મેં ઇલેક્ટ્રિક ટ્રેક્ટર બનાવવાની શરૂઆત કરી અને 7થી 8 મહિના લાગ્યા અને બનાવવામાં મને સફળતા મળી.
કેટલા વોલ્ટની બેટરીનો ઉપયોગ આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર થયો હશે:
મહેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આ ટ્રેક્ટરની અંદર મેં લિથિયમ બેટરીનો ઉપયોગ કર્યો છે, જે 70 વોલ્ટની સિંગલ બેટરી છે. બેટરીની 7 હજાર કલાકની ગેરેન્ટી છે. 7 હજાર કલાકમાં કંઈપણ સમસ્યા આવે તો કંપની પીસ ટુ પીસ જ બદલાવી આપશે તેમજ ટેકનોલોજીનો પણ મેં ઉપયોગ કર્યો છે. એકવાર બેટરી ચાર્જ થઈ જાય એટલે 10 કલાક સુધી ટ્રેક્ટર ચાલે છે તેમજ ડિજિટલ ડિસ્પ્લે આપી છે, જેમાં ઇન્ડિકેટર ચાલુ કરો તો સિગ્નલ, કેટલા ટેમ્પરેચરમાં ટ્રેક્ટર ચાલી રહ્યું છે એ બતાવે છે તેમજ મોબાઈલ સાથે કનેક્ટ કરવાથી આ બધી વસ્તુઓ મોબાઈલમાં પણ બતાવે છે. આખેઆખું ટ્રેક્ટર મોબાઈલ સાથે કનેક્ટ હોવાથી તમે ગમે ત્યાંથી જોઈ શકો છો કે તમારું ટ્રેક્ટર કેટલા ટેમ્પરેચરમાં ચાલે છે, કેટલી બેટરી છે એ જાણી શકાય છે.
આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર કેટલો વજન ઊંચકવાની ક્ષમતા ધરાવે છે:
આ ટ્રેક્ટર માં બીજો કોઈ ખર્ચ નથી અને ડીઝલ એન્જિન કાઢી લેવામાં આવે છે તેમજ મેઈન્ટેનન્સ ખર્ચો ઝીરો આવે છે. ઇલેક્ટ્રિક ટ્રેક્ટરમાં ચાર ગિયર આપવામાં આવ્યાં છે, જેમાં ત્રણ ફોરવર્ડ અને એક રિવર્સ છે. ડીઝલ એન્જિન સાથેના ટ્રેક્ટરમાં મેં 300 જેટલી વસ્તુ કાઢી નાખી છે. પાછળ 540 આરપીનો પિટિયો આપ્યો છે અને હાઈડ્રોલિક એટલે કે વજન ઊંચકવાની ક્ષમતા 500 કિલોની છે. ટ્રેક્ટરને પાછળ વજન ખેંચવાની કેપિસિટી 200 મણ સુધીની છે.
ઇલેક્ટ્રિક ટ્રેક્ટર કેવી રીતે કામ કરે છે:
મહેશભાઇ ભૂતે જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. અત્યાર સુધી ક્યારે જોવા નથી મળ્યું તે મુજબ ડીઝલ પણ આજે 100 રૂપિયા નજીક પહોંચી ગયું છે. આવા સમયે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે. ખૂબ સારી રીતે કામ પણ કરી રહ્યું છે અને આ ટ્રેક્ટર બનાવવામાં મને સફળતા મળી છે. જેના મારફત ખેતરમાં ખેતી પણ કરવામાં આવી રહી છે.
મહેશભાઈ જણાવે છે કે, આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર બેટરી ચાર્જ કરવામાં લગભગ 4 કલાક જેટલો સમય લાગે છે અને તે એક વખત ફૂલ ચાર્જ કર્યા બાદ 10 કલાક સુધી ચાલે છે અને સતત 10 કલાક કામ કરી શકાય છે. આ સાથે ટ્રેક્ટરમાં પાણીની પણ જરૂરિયાત રહેતી નથી. કારણ કે તેમાં ઓટો કુલિંગ મોટર મુકવામાં આવી છે. આથી ગરમ થવાની કોઈ શક્યતા જોવામાં આવી રહી નથી. આ ટ્રેક્ટર 22 HP જેટલી તાકાત ધરાવે છે અને તેમાં 72 વોલ્ટની લિથિયમ બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ આ બેટરી સરકાર માન્ય બેટરી છે.
મહેશભાઈ તમે કેટલો અભ્યાસ કર્યો છે
આ ટ્રેક્ટરની મદદથી ખેડૂત ખેતીકામમાં વાવણી, ચાસની ખેડ, દાંતી, પંચિયુ, પાછળ પિટિયો હોવાથી તમામ પ્રકારના પાકમાં પ્રેશરથી પણ ચલાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે ખેડૂત મહેશભાઇએ 34 વર્ષની ઉંમરે ટીવાયબીકોમ અભ્યાસ પૂર્ણ કરી બાદમાં ઈ-રિક્ષા કોર્સ કરી ગવર્નમેન્ટ માન્ય ISO સર્ટિફિકેટ પણ પ્રાપ્ત કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો