કાગવડ ખોડલધામ (Khodaldham) ના ચેરમેન નરેશ પટેલ (Naresh Patel) રાજકારણ (politics) માં ક્યારે એન્ટ્રી કરશે તેને લઈને છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે આજે કાગવડ ખોડલધામ ખાતે ટ્રસ્ટીઓની બેઠક મળી હતી. જેમાં નરેશ પટેલના રાજકારણમાં જોડાવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ખોલડલધામ ટ્રસ્ટની બેઠક બાદ નરેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું છે કે સમાજના વડીલો ઇચ્છે છે કે હું રાજકારણમાં ન જાઉં, પણ યુવાનો અને મહિલાઓમાં ખુબ જ ઉત્સાહ છે કે હું રાજકારણમાં જોડાઉ. નરેશ પટેલે જણાવ્યું હતું કે રાજકારણમાં જોડાવા અંગેનો નિર્ણય ખૂબ જ ઝડપથી લઇશ અને આ મહિનાના અંત સુધીમાં મારો નિર્ણય સમાજ સમક્ષ જાહેર કરી દઇશ.
મીડિયા સાથેની વાતચીતમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે આજરોજ યોજાયેલી જુદા જુદા ટ્રસ્ટની બેઠકમાં અમે એક પણ પ્રકારની રાજકીય ચર્ચાઓ નથી કરી. કન્વીનરોની જે બેઠક મળી છે તેમાં માત્ર અને માત્ર સંગઠન લક્ષી ચર્ચાઓ કરવામાં આવી છે. હું અગાઉ પણ કહી ચૂક્યો છું કે ખોડલધામ ખાતે રાજકારણની વાત ક્યારેય પણ નહીં કરું. ત્યારે આજે પણ રાજકારણની એક પણ વાત ખોડલધામ ખાતે કરવામાં નથી આવી. હું રાજકારણમાં જોડાઈ શકે કે કેમ તે બાબતનો નિર્ણય હું આ મહિનાના અંત સુધીમાં કરી આપીશ.
જે સર્વે કરવામાં આવી રહ્યો છે તેમાં યુવાનો અને મહિલાઓ મોટાભાગે એવું કહી રહ્યા છે કે મારે રાજકારણમાં જોડાવવું જોઈએ. પરંતુ વડીલો ને મારી સતત ચિંતા થઈ રહી છે વડીલો એવું કહી રહ્યા છે કે મારે રાજકારણમાં જોડાઈ માત્રને માત્ર સમાજલક્ષી કામ કરવું જોઈએ. મંગળવારના રોજ કોંગ્રેસના પ્રવક્તા દ્વારા ટ્વીટ કરી આપી જાણકારી આપવામાં આવી હતી કે પ્રશાંત કિશોરે કોંગ્રેસની ઓફર ઠુકરાવી છે. ત્યારે તે અંગે પ્રતિક્રિયા આપતા નરેશ પટેલે જણાવ્યું હતું કે પ્રશાંત કિશોર મારા ખૂબ જ સારા મિત્ર છે. અમે અવારનવાર એકબીજાને મળતા રહીએ છીએ. ગત અઠવાડિયે પણ હું અને પ્રશાંત કિશોર બંને એકબીજાને મળ્યા હતા. ભલે પ્રશાંત કિશોરે કોંગ્રેસ સાથે હાલમાં જોડાવાનો નિર્ણય કર્યો છે જે તેમનો પ્રોફેશનલ નિર્ણય છે તેમાં હું કંઈ પણ ન કહી શકુ. પરંતુ હું એટલું ચોક્કસ કહી શકું છું કે જો હું રાજકારણમાં જોડાઈશ તો પ્રશાંત કિશોર મારી સાથે રહેશે. પ્રશાંત કિશોરે હાલ પૂરતો કોંગ્રેસ સાથે ન જોડાવાનો નિર્ણય કર્યો છે. પરંતુ પ્રશાંત કિશોર આજે પણ કેટલીક પાર્ટીઓ સાથે જોડાયેલા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો