સોશિયલ મીડિયા પર કચ્ચા બદામ સોંગ પર ડાંસ કરતો એક નાનકડી ઢીંગલીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જુઓ આ વીડિયો

ઢીંગલીના ડાન્સ પર ડોલવા લાગ્યું ઈન્ટરનેટ! ‘કચ્ચા બદામ’ ગીત પર કર્યા એવા લ્હેકા કે VIDEO જોઈને કહેશો ‘વાહ’

કચ્ચા બાદામ સોંગ પર ડાંસ કરતો ઢીંગલીનો વીડિયો વાયરલ 

કચ્ચા બદામનો જાદૂ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. ઇન્સ્ટાગ્રામની ઓડિયન્સ તો આ ગીત પર ઘાની રીલ્સ બનાવી રહી છે. બાળકોએ પણ આ ગીતને ખૂબ જ એન્જોય કર્યું છે. જોકે, હવે આ નાની ઢીંગલીએ પણ આ વાયરલ ગીત પર એવો ડાંસ કર્યો છે કે ઘણા લોકો તેની ક્યૂટનેસનાં દીવાના થઇ ગયા છે.  

 

આ વીડિયો શેર કરતા લખવામાં આવ્યું કે – ક્યૂટેસ્ટ કચ્ચા બદામ. હવે આ ઢીંગલીનો ડાંસ લોકોને એટલો પસંદ આવ્યો છે કે તે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. અત્યાર સુધી એક લાખથી વધારે લોકોએ આ ડાંસ જોયો છે અને તેને 10 હજારથી વધારે લાઈક્સ મળ્યા છે. સાથે જ લોકો બાળકીની ક્યૂટનેસનાં ફેન બન્યા છે. 

જાણો લોકોનાં રિએક્શન 

આ ક્લિપમાં એક નાની ઢીંગલીને સ્કૂલ યુનિફોર્મમાં જોઈ શકાય છે. તે અમુક લોકો સામે વાયરલ સોંગ ‘કચ્ચા બાદામ’ પર ડાંસ કરતી જોવા મળે છે. પહલીવાર આ ક્લિપ શેર કરનાર યૂઝરનો દાવો હતો કે આ વીડિયો ગુજરાતનો છે. જોકે અત્યાર સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ બાળકી કોણ છે અને આ વીડિયો ક્યારે લેવામાં આવ્યો. પરંતુ આ બાળકીના ડાંસને જોઇને તમારા ચહેરા પર સ્માઈલ તો આવી જ જશે. 

કચ્ચા બાદામ સોંગ 

વધુ માં જણાવીએ તો કચ્ચા બાદામ સોંગ ભુબન બડ્યાકરે ગયું છે. તેઓ પશ્ચિમ બંગાળનીન ગલીઓમાં સાયકલ પર ફરીને મગફળી વહેંચતા હતા.   

 
વોટ્સએપ 1 : Whatsapp
 
વોટ્સએપ 2 : Whatsapp
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *