વડોદરામાં 19 વર્ષની દીકરીની હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો, પ્રેમપ્રકરણ પર પોલીસે કર્યા અનેક મોટા ખુલાસા

તરસાલીમાં (Murder in Tarsali) થયેલી ક્રૂર હત્યાના 16 કલાકમાં જ પોલીસને મોટી સફળતા મળી છે. વડોદરા ક્રાઇમ બ્રાંચે એક આરોપીની ધરપકડ કરી છે. તરસાલી બાયપાસ પાસે ધનિયાવી રોડ પર 19 વર્ષની તૃષાબેન સોલંકીનો (Trusha Solanki murder) જમણો હાથ કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. જે બાદ આખા પંથકમાં અરેરાટી ફેલાઇ હતી. તૃષા વડોદરામાં માણેજા વિસ્તારમાં પોતાના મામાના ઘરે રહીને કોમ્પિટિટીવ પરીક્ષાની તૈયારીઓ કરી રહી હતી.

ગણતરીના કલાકોમાં ઝડપાયો આરોપી

વડોદરા શહેરમાં મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં ધનયાવી ગામની સીમ છે. જ્યાંથી 20 થી 22 વર્ષીય યુવતીની ડેડેબોડી મળી હોવાનો મેસજ મળતા પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.  જેસીપી ચિરાગ કોરડિયાએ જણાવ્યું કે હત્યા કરેાયેલી યુવતીના ગરદન પર તીક્ષ્ણ હથિયારથી માર માર્યાનું નિશાન હતું. યુવતીનો હાથ પણ કાપી નાંખવામાં આવ્યો હતો. લોકલ પોલીસ અને ક્રાઇમ બ્રાંચની પોલીસે ટીમો બનાવીને સીસીટીવી અને કોલ ડિટેઇલ્સના આધારે તપાસ શરુ કરતા ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. 

સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu

આરોપી 4 વર્ષથી યુવતીના સંપર્કમાં- જેસીપી

આરોપી કમલેશ ઠાકોરને માણેજા ગામથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાં ઇલેક્ટ્રીશિયનનું કામ કરે છે. છેલ્લા ચાર વર્ષથી યુવતીના સંપર્કમાં હતો. તે યુવતીને પરેશાન કરતો હતો. આરોપી કમલેશે જ યુવતીને આ જગ્યા પર મળવા બોલાવી હોવાનુ જેસીપી ચિરાગ કોરડિયા પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતું. યુવતીની હત્યા કરવાનું કારણ તો જાણી શકાયુ નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે પરંતુ આરોપી એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમી હોવાનું પ્રાથમિક અનુમાન છે.    

એડિશનલ પોલીસ કમિશનર ચિરાગ કોરડિયાએ માહિતી આપતા જણાવ્યું કે, અમને કલ્પેશ ઠાકોરે જ તૃષા સોલંકીની હત્યા કરી હોવાનું કબૂલ્યુ છે. ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો છે. કલ્પેશ ઠાકોર ચાર વર્ષથી યુવતીના સંપર્કમાં હતો. તે તેને પરેશાન કરતો હતો. તેણે જ યુવતીને હાઈવે પર મળવા બોલાવી હતી. યુવતી આવ્યા બાદ તેણે પાછળથી તેના પર ધારદાર ધારિયાથી હુમલો કર્યો હતો. જેને કારણએ યુવતી શરીર પર ગરદનથી લઈને પગ સુધી ઈજાના નિશાન હતા. યુવતીની હત્યા સમયે આરોપીએ ભારે ક્રુરતા આચરી હતી. 

ચિરાગ કોરડિયાએ કહ્યુ કે, આરોપી યુવતીના સંપર્કમાં કેવી રીતે આવ્યો, પીછો કરતો હતો અને કેમ હત્યા કરી તે પણ હજી સામે આવ્યુ નથી. તેણે યુવતીને કઈ રીતે બોલાવી અને યુવતી કેમ આવી તે દિશામાં તપાસ ચાલી રહી છે. આરોપી કલ્પેશ ઠાકોર માણેજા ગામથી પકડાયો હતો. આરોપી ઈલેક્ટ્રીકનું કામ કરે છે. 

આરોપીએ તૃષાનો હાથ કાપ્યો હતો

યુવતીના મામાએ જણાવ્યુ કે, તૃષા અલકાપુરીની એક એકેડમીમાં કોચિંગ માટે રોજ જતી હતી. તે એક્ટીવા લઈને ટ્યુશન જવા માટે નીકળી હતી. સાંજે જે સમયે ઘરે પરત ફરતી હતી તે સમયે પરત આવી ના હતી. બાદમાં તેની હત્યાની જાણ થઇ હતી. તૃષા પરિવારની એકની એક દીકરી હતી. તેની હત્યાથી પરિવારમાં આઘાત છવાયો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે, હત્યારાએ તૃષાનો એક હાથ કાપી નાંખ્યો હતો. તૃષાનું મોપેડ હાઇવે પર પાર્ક કરાયેલું હતું. જયારે તેની હત્યા ત્યાંથી દુર ઝાડીમાં થઇ હતી  

 
વોટ્સએપ 1 : Whatsapp
 
વોટ્સએપ 2 : Whatsapp
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *