ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગથી બિહારનો પરિવાર જીવતો સળગી ગયો, 5 બાળકો સહિત 7ના મોત

પંજાબના લુધિયાણા જિલ્લામાં મંગળવારે મોડી રાતે લગભગ પોણાત્રણ વાગ્યે ઝૂંપડીમાં આગ લાગવાથી લગભગ 7 લોકો જીવતા સળગી ગયા છે. ઘટના સમરાલા ચોકની નજીક ટિબ્બા રોડ સ્થિત મક્કડ કોલોનીની છે.

અહીં ઝૂંપડીમાં અચાનક જ આગ લાગી હતી. ચીસો સાંભળાતા જ લોકો દોડી આવ્યા હતા. ફાયરબ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી, જોકે તેમણે ખૂબ જ મુશ્કેલી પછી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ એટલી ભયાનક હતી કે પરિવારના એકપણ સભ્ય બહાર નીકળી શક્યા નહોતા. લોકોએ પાણીની ડોલ વડે આગને ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તેઓ પણ પરિવારને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

ટીબ્બા રોડ સ્થિત મક્કર કોલોની વિસ્તારમાં એક દર્દનાક અકસ્માત સામે આવ્યો છે. મંગળવારે મોડી રાત્રે અહીં કચરાના ઢગલાને અડીને આવેલી ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગવાથી એક જ પરિવારના સાત લોકો જીવતા દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં ફાયર બ્રિગેડની ગાડીએ સમયસર આગ પર કાબૂ મેળવી લીધો હતો. ત્યારે આગના કારણે ઝૂંપડપટ્ટીમાં સૂતેલા એક જ પરિવારના 7 લોકોના મોત નિપજતાં અરેરાટી ફેલાઇ હતી. તમામ મૃતકો બિહારના સમસ્તીપુર જિલ્લાના રહેવાસી હતા. મૃતકોમાં દંપતી સહિત 5 બાળકોનો સમાવેશ થાય છે.

 

લુધિયાણામાં ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગ બાદ ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે.

મૃતકોની ઓળખ સુરેશ સાહની (55), પત્ની અરુણા દેવી (52) પુત્રી રાખી (15), મનીષા (10), ગીતા (8), ચંદા (5) અને પુત્ર 2 વર્ષીય સની તરીકે થઈ છે. પરિવારનો મોટો પુત્ર રાજેશ આ ઘટનામાં બચી ગયો હતો, જે રાત્રે તેના મિત્રના ઘરે સુવા ગયો હતો. રાજેશે જણાવ્યું કે તે મૂળ બિહારના સમસ્તીપુર જિલ્લાનો છે. તેના પિતા સુરેશ કુમાર ભંગારના વેપારી તરીકે કામ કરતા હતા. આટલો મોટો અકસ્માત થશે એવું કોઈએ વિચાર્યું ન હતું.

આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી

ઘટનાની માહિતી મળતાં જ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ, ડીસી સુરભી મલિક અને પોલીસ કમિશનર કૌસ્તુભ શર્મા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે મૃતદેહોને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડવાની કામગીરી શરૂ કરી છે. હાલ સુધી આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી. પોલીસ તેની તપાસ કરી રહી છે. ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હજુ સુધી પંજાબ સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મૃતકોના પરિજનોને વળતરની કોઈ રકમ આપવામાં આવી નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *